દીપિકાના 10 બેસ્ટ Performances કે જેણે તેમને બનાવી નંબર 1

મુંબઈ, 6 જાન્યુઆરી : સેક્સી અને સ્ટાઇલિશ એક્ટ્રેસ દીપિકા પાદુકોણે ગઈકાલે 29 વર્ષના થઈ ગયાં. શાહરુખ ખાન સાથે 2007માં ઓમ શાંતિ ઓમ ફિલ્મ દ્વારા બૉલીવુડ કૅરિયર શરૂ કરનાર દીપિકાને આ ફિલ્મ માટે ફિલ્મફૅરનો બેસ્ટ ફીમેલ ડેબ્યુટનો ઍવૉર્ડ મળ્યો હતો. દીપિકા પાદુકોણે જીવનના 30મા વર્ષમાં પ્રવેશી ચુક્યા છે, તો બૉલીવુડમાં તેમના કૅરિયરને લગભગ 7 વર્ષ થઈ ગયાં છે.

દીપિકા પાદુકોણે વર્ષ 2012ના સૌથી સફળ અભિનેત્રીઓમાંના એક રહ્યાં. તેમણે કૉકટેલ જેવી હિટ ફિલ્મ આપી, તો 2013માં તેઓ નંબર વન બૉલીવુડ અભિનેત્રી રહ્યાં. વર્ષ 2013 દીપિકાના બૉલીવુડ કૅરિયરનું સૌથી સફળ વર્ષ રહ્યું કે જેમાં તેમણે રેસ 2, યે જવાની હૈ દીવાની, રામલીલા અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ચાર-ચાર સફળ ફિલ્મો આપી. 2014માં પણ દીપિકાએ ફાઇંડિંગ ફૅની અને હૅપ્પી ન્યુ ઈયર જેવી સફળ અને સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું. દીપિકા બૉલીવુડ કૅરિયર શરૂ કર્યા બાદથી જ અનેક વિવાદોથી ઘેરાયેલા રહ્યાં. તેમાં રણબીર કપૂર સાથે અફૅર અને પછી બ્રેકઅપ ચર્ચામાં રહ્યું, તો હાલમાં રણવીર સિંહ સાથેના રોમાંસના કારણે દીપિકા પાદુકોણે ચર્ચામાં છે.

ચાલો આપને બતાવીએ ઓમ શાંતિ ઓમથી હૅપ્પી ન્યુ ઈયરના 7 વર્ષના બૉલીવુડ કૅરિયર દરમિયાન દીપિકા પાદુકોણેની ટૉપ 10 ફિલ્મો :

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસ

ચેન્નઈ એક્સપ્રેસે 100 કરોડ કરતા વધુની કમાણી કરી હતી કે જેમાં દીપિકા પાદુકોણેએ સાઉથ ઇન્ડિયન ગર્લનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેમના પિતા મોટા ડૉન હતાં. શાહરુખ ખાન સાથે આ તેમની બીજી ફિલ્મ હતી.

રામલીલા

રામલીલા

દીપિકા પાદુકોણની રામલીલા ફિલ્મ બ્રિલિયંટ ફિલ્મ હતી. ફિલ્મમાં દીપિકા-રણવીર સિંહની હૉટ કેમેસ્ટ્રી યાદગાર હતી અને આ જોડીને લોકો ફરીથી મોટા પડદે જોવા આતુર છે. દીપિકા-રણવીરની આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાની છે કે જે આ જ વર્ષે રિલીઝ થવાની છે.

કૉકટેલ

કૉકટેલ

કૉકટેલ ફિલ્મ દીપિકા પાદુકોણેની અભિનેત્રી તરીકેની પ્રગતિની સુચક હતી. ફિલ્મમાં સેન્સ પરફેક્શન માટે તેમણે દારૂ પીધો હતો.

રેસ 2

રેસ 2

વધુ એક 100 કરોડી ફિલ્મ. રેસ 2માં દીપિકાના રોલના ખૂબ જ વખાણ થયા હતાં. ફિલ્મમાં તેમના હીરો સૈફ અલી ખાન હતાં.

લવ આજ કલ

લવ આજ કલ

લવ આજ કલ ફિલ્મમાં દીપિકાએ એક મૉડર્ન ગર્લફ્રેન્ડનો રોલ કર્યો હતો.

યે જવાની હૈ દીવાની

યે જવાની હૈ દીવાની

દીપિકા પાદુકોણેએ યે જવાની હૈ દીવાનીમાં શાય અને નર્ડી મેડિકલ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેમના હીરો રણબીર કપૂર હતાં. બચના ઐ હસીનો બાદ દીપિકા-રણબીર વચ્ચે બ્રેક-અપ થયું અને બ્રેક-અપ બાદ બંનેની આ પહેલી ફિલ્મ હતી. આ જોડી ફરીથી તમાશામાં દેખાશે કે જે આ જ વર્ષે રિલીઝ થવાની છે.

બચના ઐ હસીનો

બચના ઐ હસીનો

દીપિકા પાદુકોણેએ બચના ઐ હસીનોમાં ઑસ્ટ્રેલિયા ખાતે રહેતી એનઆરઆઈ સ્ટુડન્ટનો રોલ કર્યો હતો. આ ફિલ્મ એક એવા યુવાનની વાર્તા હતી કે જે સાચા પ્રેમની શોધમાં એક પછી એક પ્રેમ-પ્રકરણો કરતો જાય છે. આ ફિલ્મ બાદ દીપિકા અને રણબીર વચ્ચે રીયલ લાઇફ લવ-અફૅર શરૂ થયુ હતું.

ફાઇંડિંગ ફૅની

ફાઇંડિંગ ફૅની

દીપિકા પાદુકોણેએ ફાઇંડિંગ ફૅનીમાં એક યુવાન વિધવાનો રોલ કર્યો હતો. ફિલ્મમાં તેમના પતિ બનેલા રણવીર સિંહ લગ્નના દિવસે જ મૃત્યુ પામે છે.

હૅપ્પી ન્યુ ઈયર

હૅપ્પી ન્યુ ઈયર

દીપિકા પાદુકોણેએ હૅપ્પી ન્યુ ઈયરમાં મોહિની જોશીનો રોલ કર્યો હતો કે જે એક મરાઠી બાર ડાન્સર છે. તેઓ યુવાનોને સ્પર્ધા માટે ડાન્સની તાલીમ આપે છે. શાહરુખ સાથે દીપિકાની આ ત્રીજી હિટ ફિલ્મ હતી.

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ દીપિકાની ડેબ્યુ ફિલ્મ હતી કે જેમાં તેઓ એક સ્ટ્રગલિંગ એક્ટ્રેસના રોલમાં હતાં. શાહરુખ સાથે દીપિકાની આ પહેલી ફિલ્મ હતી કે જે સુપર હિટ રહી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X