ભાગ મિલ્ખા ભાગ આ વર્ષની સૌથી ખરાબ ફિલ્મ : નસીરુદ્દીન

મુંબઈ, 19 ડિસેમ્બર : બૉલીવુડના જાણીતા અભિનેતા નસીરુદ્દીન શાહનું કહેવું છે કે આ વર્ષની સૌથી ખરાબ ફિલ્મ તેમને ભાગ મિલ્ખા ભાગ લાગી. ધ ડર્ટી પિક્ચર, ઇશ્કિયા અને હવે ડેઢ ઇશ્કિયા જેવી ફિલ્મો દ્વારા પોતાના અભિનયને નવું જ રૂપ આપનાર નસીરનું કહેવું છે કે ભાગ મિલ્ખા ભાગ ફિલ્મમાં બિલ્કુલ પણ સચ્ચાઈ નહોતી. ફિલ્મમાં માત્ર એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો કે મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં જીત્યાં અને તેમણે ત્યાંના સૌથી ઝડપી ધાવકને હરાવ્યાં. જ્યાં સુધી એક્ટિંગની વાત છે, તો ફરહાન અખ્તર બહેતરીન હતાં, પણ તેઓ મિલ્ખા સિંહ જેવા બિલ્કુલ નહીં દેખાયાં.

naseeruddin-shah
નસીરુદ્દીન શાહે જણાવ્યું કે જ્યારે આ પ્રકારની ફિલ્મો બનાવાય છે, ત્યારે તેમાં જાન લગાડવાનો હોય છે કે જે ભાગ મિલ્ખા ભાગમાં મિસિંગ હતો. નસીરુદ્દીન શાહની ફિલ્મ ઇશ્કિયાની સિક્વલ ડેઢ ઇશ્કિયા જાન્યુઆરીમાં રિલીઝ થવાની છે. ડેઢ ઇશ્કિયામાં ઇશ્કિયાના વિદ્યા બાલનના સ્થાને માધુરી દીક્ષિત અને હુમા કુરૈશી લીડ રોલમાં છે. હંમેશાની જેમ આ વખતે પણ નસીરુદ્દીન શાહ પોતાની ફિલ્મનું પ્રમોશન નથી કરી રહ્યાં, પણ ફિલ્મ અંગેના એક ઇંટરવ્યૂમાં જણાવ્યું - આ વર્ષની સૌથી ખરાબ ફિલ્મ હતી ભાગ મિલ્ખા ભાગ. હું ફિલ્મના ઇંટરવલ બાદ ઊભો થઈને જતો રહ્યો હતો.

નસીરુદ્દીન શાહ કહે છે - ભાગ મિલ્ખા ભાગમાં ફરહાન અખ્તર ક્યાંયથી પણ મિલ્ખા સિંહ જેવા નહોતા લાગતાં, પણ તેઓ તો રૉકી જેવા દેખાતા હતાં. એક્ટિંગની બાબતમાં જોકે ફરહાને બાજી મારી લીધી, પણ ફિલ્મમાં વધુમાં વધુ એ બાબતને મહત્વ અપાયું કે મિલ્ખા સિંહે પાકિસ્તાન જઈ ત્યાંના ઝડપી ધાવકને હરાવ્યાં, પણ આ ખોટું છે અને આ પ્રકારની ફિલ્મોના કારણે જ પાકિસ્તાન અંગે આપણાં દેશના લોકોના મનમાં ખોટી લાગણીઓ ઉત્પન્ન થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X