ભૂમિ પેડનેકરને થયો ડેન્ગ્યુ, હૉસ્પિટલમાંથી ફોટો શેર કરી જણાવ્યા હાલ, આ રીતે કરો બચાવ

Bhumi Pednekar Health Update: બૉલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરને ડેન્ગ્યુ થયો છે. તે છેલ્લા 8 દિવસથી હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને તેના ચાહકોને આ વિશે માહિતી આપી હતી. આ સાથે તેણે તેના ચાહકોને સાવચેત રહેવાની સલાહ આપી હતી.

ભૂમિ પેડનેકર છેલ્લા 8 દિવસથી ડેન્ગ્યુથી પીડિત છે. તેની મુંબઈની હિન્દુજા હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે તે પહેલા કરતા ઘણી સારુ અનુભવી રહી છે. ભૂમિ પેડનેકરે હૉસ્પિટલમાંથી એક સેલ્ફી શેર કરી છે જેમાં તે બેડ પર પડેલી જોઈ શકાય છે. અભિનેત્રીએ આ તસવીરો સાથે એક લાંબી પોસ્ટ લખી છે.

bhumi

ભૂમિ પેડનેકરે કેપ્શનમાં લખ્યું, "ડેન્ગ્યુના મચ્છરે મને 8 દિવસ સુધી જબરદસ્ત ત્રાસ આપ્યો. પરંતુ આજે જ્યારે હું જાગી તો મને 'વાઉ' જેવું ફીલ થયુ, તેથી મારે સેલ્ફી લેવી પડી. મિત્રો, તમે લોકો સાવચેત રહો કારણ કે આ, છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે."

ભૂમિએ પોસ્ટમાં આગળ લખ્યું, 'આ સમયે મચ્છર ભગાડતી દવાઓ ખૂબ જરુરી છે. અતિશય પ્રદૂષણને કારણે આપણી રોગપ્રતિકારક શક્તિ પર ઊંડી અસર પડી છે. હું જાણું છું એવા ઘણા લોકો ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. આ વાયરસને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. હું અહીંના તમામ ડૉકટરોનો આભાર માનું છું જેમણે મારી સારી સંભાળ લીધી. રસોડઈ અને સફાઈ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર જેઓ ખૂબ જ દયાળુ અને મદદરૂપ હતા. સૌથી વધુ મા, સમુ અને મારી તનુ. આ સાથે અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં હૉસ્પિટલ અને ડૉક્ટર્સને પણ ટેગ કર્યા છે. હાલમાં, ચાહકો પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ડેંગ્યુથી બચવા શું કરવુ

  • ડેન્ગ્યુ મચ્છરના કરડવાથી ફેલાય છે. આ રોગના લક્ષણો તાવના સ્વરૂપમાં દેખાય છે અને પછી દિવસે દિવસે ગંભીર બનતા જાય છે.
  • તેનાથી બચવા માટે તમે કેટલાક ઉપાયો કરી શકો છો.
  • તમારા ઘરની નજીક ક્યાંય પણ પાણીનો સંગ્રહ ન થવા દો. ઘર અને આજુબાજુના વિસ્તારોને સ્વચ્છ રાખો કારણ કે ડેન્ગ્યુ ફેલાવતા મચ્છરો ગંદકી અને ભરાયેલા પાણીમાં પેદા થાય છે.
  • કુલર, મેનહોલ, પાણીની ટાંકીઓ, વૃક્ષો, છોડ અને કુંડા વગેરેમાં પાણીને સ્થિર થવા ન દો. જો શક્ય હોય તો ઘડાઓમાં પાણી રોજ બદલવું જોઈએ.

ડેન્ગ્યુથી બચાવ

ડોક્ટરના જણાવ્યા અનુસાર ડેન્ગ્યુના મચ્છર દિવસના સમયે જ કરડે છે. ડેન્ગ્યુના 1% કરતા ઓછા કેસોમાં જટિલતાઓનુ જોખમ રહેલું છે અને જો લક્ષણો અગાઉથી જાણી લેવામાં આવે તો ડેન્ગ્યુના તમામ મૃત્યુને ટાળી શકાય છે. ડેન્ગ્યુના લાર્વા સ્થિર સ્વચ્છ પાણીમાં ઉગે છે, તેથી તમારા ઘરની આસપાસ પાણીને સ્થિર થવા ન દો અથવા સ્થિર પાણી પર કેરોસીન રેડો. પોતાને મચ્છરથી બચાવવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.

ડેન્ગ્યુ થાય તો શું કરવું જોઈએ?

  • ડેન્ગ્યુને કારણે પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય છે, જેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વધી શકે છે. પ્લેટલેટ્સ વધારવા માટે, પહેલા તમારા આહારમાં સુધારો કરો.
  • આ માટે તમે પપૈયાના પાનની સાથે ફળોનું સેવન પણ કરી શકો છો. પ્લેટલેટ્સ વધારવા માટે તમે નારિયેળ પાણી, ફળોના રસ અને અન્ય પ્રવાહીનું સેવન કરી શકો છો.
  • ડેન્ગ્યુના કિસ્સામાં, તમારી જાતે સારવાર કરવાને બદલે, પહેલા ડૉક્ટરની સલાહ લો.
  • વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ અને ઇલેક્ટ્રોલાઇટ્સથી ભરપૂર ફળો ખાઓ.
  • નારંગી, લીંબુ, કીવી અને ગ્રેપફ્રૂટ જેવા સાઇટ્રસ ફળો વિટામિન સીના સારા સ્ત્રોત છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
  • પાઈનેપલ અને પપૈયામાં રહેલા ઉત્સેચકો પાચનમાં મદદ કરે છે અને બળતરા ઘટાડે છે.
  • ખીચડી આખા ભારતમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. દર્દીઓએ મસાલેદાર ખોરાક ટાળવો જોઈએ. ડૉક્ટરો પણ દર્દીને ખીચડી ખાવાની સલાહ આપે છે. ડેન્ગ્યુના દર્દીને ખીચડી બનાવીને ખવડાવવી જોઈએ.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X