Video : ભૂમિ પેડનેકરના બ્રેસ્ટ પ્લેટ સાથેના હોટ એન્ડ બોલ્ડ ડ્રેસને જોઈને ટ્રોલને મરચા લાગ્યા, જુઓ હોટ અવતાર
અભિનેત્રી ભૂમિ પેડનેકર તેની ફિલ્મ ધ લેડી કિલરને લઈને ચર્ચામાં છે. જો કે આ વખતે તે ફિલ્મ સિવાય તેના હોટ એન્ડ બોલ્ડ લુકને લઈને ટ્રોલના નિશાને ચડી છે.
હાલમાં જ ભૂમિ પેડનેકર એક ઇવેન્ટમાં બોલ્ડ ડ્રેસ પહેરીને પહોંચી હતી, જેને જોઈને લોકો હવે તેને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે.

ભૂમિનો આ ડ્રેસ જોઈને તેની તુલના ઉર્ફી જાવેદ સાથે કરવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે ઉર્ફી જાવેદ ભૂમિ પેડનેકરને ફેશન શીખવી રહી છે.
આ ઈવેન્ટમાં ભૂમિ મરૂન સ્કર્ટ સાથે બ્રેસ્ટ પ્લેટ ટોપમાં જોવા મળી હતી. અભિનેત્રીના આ હોટ લુકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ભૂમિના આ ડ્રેસને જોયા બાદ લોકો તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે તે આ ડ્રેસમાં કેવી રીતે શ્વાસ લઈ શકે છે. જણાવી દઈએ કે ભૂમિ આ કપડામાં ખૂબ જ અસહજ દેખાઈ રહી હતી.
કેટલાક લોકોએ ભૂમિ પેડનેકરના આ લુકની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, આજકાલ દરેક વ્યક્તિ ઉર્ફી બનવા માંગે છે. અન્ય યુઝરે લખ્યું કે, અમને અસલી ભૂમિ જોઈએ છે, નકલી નહીં.
અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ભૂમિ ખૂબ જ અસ્વસ્થ દેખાઈ રહી છે. શ્વાસ પણ લઈ શકતી નથી. જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરે પણ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લુકની ઘણી તસવીરો શેર કરી છે.
ભૂમિ પેડનેકરના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તે હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ધ લેડી કિલરમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર સાથે જોવા મળી રહી છે, જેને ચાહકો પસંદ કરી રહ્યા છે.
આ વર્ષની શરૂઆતમાં ભૂમિ ભીડ, આફવાહ, થેંક્સ ફોર કમિંગ જેવી ફિલ્મોમાં જોવા મળી છે. ભૂમિ ટૂંક સમયમાં ભાસ્કર અને મેરી પટની કા રિમેક જેવી ફિલ્મોમાં જોવા મળશે.












Click it and Unblock the Notifications
