ભૂમિ પેડનેકરે રણવીર સિંહને કંઈક એવુ કહી દીધુ જેના કારણે તે આવી ગઈ ચર્ચામાં
ભૂમિ પેડનેકરે રણવીર સિંહ વિશે કંઈક એવુ કહી દીધુ જે બાદ તે ઘણી વધુ ચર્ચામાં છે.
અભિનેત્રી ભૂમિ પેડનેકરે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યુ છે અને ઘણીવાર પોતાની બેબાક વાતો માટે ચર્ચામાં રહે છે. હાલમાં જ તે અભિનેત્રી નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહામાં જોવા મળી હતી જ્યાં તેણે અમુક મઝાના સવાલોના જવાબ આપ્યા છે. પરંતુ આ શો દરમિયાન ભૂમિ પેડનેકરે રણવીર સિંહ વિશે કંઈક એવુ કહી દીધુ જે બાદ તે ઘણી વધુ ચર્ચામાં છે.

રણવીર એક સારો સેક્સોલૉજિસ્ટ બની શકતો
વાસ્તવમાં ભૂમિ પેડનેકરે રણવીરને સેક્સ ઉપચારનો ડૉક્ટર કહી દીધો છે. ઉલ્લેખનીય છે કે ભૂમિ પેડનેકરને નેહા પૂછી રહી હતી કે જો આ એક્ટર્સ કોઈ બીજા પ્રોફેશનમાં હોત તો કોણ શું હોત. આના જવાબમાં જ્યારે રણવીરનુ નામ સામે આવ્યુ તો તેણે કહ્યુ કે રણવીર એક સારો સેક્સ ઉપચાર ડૉક્ટર(સેક્સોલૉજિસ્ટ) બની શકતો હતો.

ભૂમિ પેડનેકરનો ઈન્ટરવ્યુ ચર્ચામાં
આ ઉપરાંત ભૂમિ પેડનેકરે કહ્યુ કે આયુષ્માન ખુરાના એક ક્રિકેટ કૉમેન્ટેટર બની શકે છે. ભૂમિ પેડનેકરે અર્જૂન કપૂરને એક સ્ટેન્ડ અપ કૉમેડિયન ગણાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરનો આ ઈન્ટરવ્યુ વધુ ચર્ચામાં છે અને લોકો આને ખૂબ પસંદ કરી રહ્યા છે. નેહા ધૂપિયાના આ શોમાં ઘણી વાર કોઈને કોઈ સ્ટાર્સ જોવા મળતા રહે છે અને ઘણા શાનદાર જવાબ આપતા દેખાય છે.

'દમ લગાકે હઈસા'થી પોતાના કરિયરની શરૂઆત
ભૂમિ પેડનેકરના વર્કફ્રંટની વાત કરીએ તો તે ઘણા સમયથી કોઈ મોટી ફિલ્મનો હિસ્સો નથી બની અને લૉકડાઉન પહેલા તે 'સાંડ કી આંખ'માં જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે ભૂમિ પેડનેકરે ફિલ્મ 'દમ લગાકે હઈસા'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને આ ફિલ્મમાં તેની સાથે આયુષ્માન ખુરાના જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
