પોતાને ફર્સ્ટ બ્રેક આપનારને ભુલ્યાં નહીં બિગ બી!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 13 જાન્યુઆરી : મહાનાયક અમિતાભ બચ્ચન ઉર્ફે બિગ બી એમ જ મહાનાયક કે બિગ બી નથી કહેવાતાં. તેઓ માત્ર તેમના અભિનય માટે જ નહીં, પણ પોતાની વિનમ્રતા માટે પણ એટલા જ જાણીતા છે. એટલે જ તો સામાન્ય અમિતાભમાંથી અમિતાભ બચ્ચન અને પછી બિગ બી સુધીના મુકામે પહોંચ્યા છતાં અમિતાભ બચ્ચન કે એ અબ્બાસને ભુલ્યાં નથી.

શું આપ જાણો છો? કોણ હતાં આ કે એ અબ્બાસ. ન જાણતા હોવ, તો અમે બતાવીએ. કે એ અબ્બાસ એ જ શખ્સ હતાં કે જેમના કારણે આજે બૉલીવુડને અમિતાભ બચ્ચન જેવી હસ્તી મળી. હા જી, કે એ અબ્બાસે જ અમિતાભને ફર્સ્ટ બ્રેક આપ્યુ હતું. એટલે જ તો અમિતાભે જ્યારે કે એ અબ્બાસ માટેનું એક કામ આવતા જ, તમામ કામો પડતા મૂકી, પહેલું તેમનું કામ કર્યું.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

અબ્બાસે આપ્યું બ્રેક

અબ્બાસે આપ્યું બ્રેક

અમિતાભ બચ્ચને ભલે બૉલીવુડમાં ઝંજીર ફિલ્મ દ્વારા પગ જમાવ્યા હોય, પરંતુ તેમની પ્રથમ હીરો તરીકેની ફિલ્મ હતી સાત હિન્દુસ્તાની અને કે એ અબ્બાસે જ આ ફિલ્મમાં અમિતાભને બ્રેક આપ્યુ હતું.

હીરા પારખું અબ્બાસ

હીરા પારખું અબ્બાસ

કે એ અબ્બાસ જ સાત હિન્દુસ્તાની ફિલ્મના દિગ્દર્શક અને સ્ક્રિપ્ટ રાઇટર હતાં કે જેમણે અમિતાભમાં છુપાયેલા હીરાને પારખ્યાં હતાં.

અવાજ ડબ કર્યો

અવાજ ડબ કર્યો

અમિતાભ બચ્ચને સોમવારના દિવસની શરુઆત અબ્બાસને શ્રદ્ધાંજલિ આપવા માટે પોતાનો અવાજ ડબ કરતા કરી. બિગ બીએ સાત હિન્દુસ્તાનીમાં બ્રેક બદલ આભાર વ્યક્ત કર્યો.

શ્રદ્ધાંજલિ અર્પી

શ્રદ્ધાંજલિ અર્પી

અમિતાભે સોમવારે માઇક્રોબ્લૉગિંગ સાઇટ ઉપર લખ્યું - દિવસની શરુઆત સવારે 7.30 વાગ્યે કરી. કે એ અબ્બાસને શ્રદ્ધાંજલિ આપવા માટે અવાજ ડબ કર્યો.

નોંધનીય ફિલ્મો

નોંધનીય ફિલ્મો

અબ્બાસે શહર ઔર સપના, ધરતી કે ફૂલ અને રૂપ લેખા જેવી ફિલ્મો પણ દિગ્દર્શિત કરી હતી.

English summary
Megastar Amitabh Bachchan started his day Monday with dubbing for a tribute to late director-screenwriter K.A. Abbas, who gave him his first break.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.