Bigg Boss Ott 3 : કોણ છે બીગ બોસમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરવા જઈ રહેલી બ્રિસ્ટી સમદ્દર?

Bigg Boss Ott 3 : ઓટીટીમાં ફેમસ યુટ્યુબર અરમાન મલિક પણ તેની પત્નીઓ પાયલ અને કૃતિકા સાથે શોમાં પહોંચ્યો છે. હાલમાં જ તેની પ્રથમ પત્ની પાયલને શોમાંથી બહાર કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો ઘણા વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકો ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવાના છે. આ સમાચારે લોકોનો ઉત્સાહ વધુ વધાર્યો છે.

Brishti Samaddar

બિગ બોસ OTT 3 તેના હાઈ વોલ્ટેજ ડ્રામા, અણધાર્યા વળાંકો અને સ્પર્ધકોની વિવિધતા માટે જાણીતું છે અને હજુ વધુ રોમાંચક બનવા જઈ રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં 6 વાઈલ્ડ કાર્ડ સ્પર્ધકો શોમાં પ્રવેશ કરશે. અભિનેત્રી અને સોશિયલ મીડિયા પ્રભાવક બ્રિસ્ટી સમદ્દર પણ આ સ્પર્ધકોમાંથી એક છે. બ્રિસ્ટી સમદ્દરે તેની અમદાવાદની મુલાકાત દરમિયાન રિયાલિટી શો બિગ બોસ OTT 3માં તેની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની જાહેરાત કરી છે.

તેના આકર્ષક દેખાવ અને નિર્ભય વ્યક્તિત્વ માટે જાણીતી બ્રિસ્ટીએ સોશિયલ મીડિયા પર પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર બ્રિસ્ટી સમદ્દરના Instagram પર 894K ફોલોઅર્સ છે. તેનું ઇન્સ્ટા એકાઉન્ટ તેના બોલ્ડ ફોટા અને વીડિયોથી ભરેલું છે. જણાવી દઈએ કે બ્રિસ્ટી સમદ્દર મૂળ કોલકાતાની છે. તે વિડિયો ક્રિયેટર હોવાની સાથે અભિનેત્રી અને મોડલ પણ છે.

વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે બ્રિસ્ટીના આગમનથી ઘરમાં હલચલ મચી જવાની અપેક્ષા છે. બ્રિસ્ટી, તેના સ્પષ્ટવક્તા સ્વભાવ માટે જાણીતી છે, તે ઘરના અન્ય સ્પર્ધકોને ખુલ્લેઆમ પડકાર આપતી જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X