સ્પૉટ બૉયના લગ્નનો ખર્ચો ઉપાડતાં સલમાન ખાન
મુંબઈ, 31 મે : પોતાની દરિયાદિલી માટે સામાન્ય રીતે ચર્ચામાં રહેતાં બૉલીવુડ અભિનેતા સલમાન ખાને પોતાના એક સ્પૉટ બૉયના લગ્નનો તમામ ખર્ચો ઉપાડ્યો છે.

સલમાન ખાન સાથે સંકળાયેલ એક સૂત્રે જણાવ્યું કે સ્પૉટ બૉય મોહનના લગ્ન હતાં અને તેના લગ્નનો તમામ ખર્ચ સલમાન ખાને ઉપાડ્યો. જોકે સલમાન પોતે સ્પૉટ બૉયના લગ્નમાં જોડાઈ ન શક્યાં, પરંતુ આ પ્રસંગે સલમાનના પરિવારના સભ્યો હાજર હતાં. તેમાં સલમાનના બહેન અલવીરા, અતુલ અગ્નિહોત્રી, સલમા, હેલન, સલીમ ખાન અને બૉડીગાર્ડ શેરાનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ સ્પૉટ બૉયના લગ્નના સમારંભનું આયોજન બાંદ્રા ખાતે આવેલ કેસી હૉલમાં થયું. મોહન તથા તેનો પરિવાર આ વાતથી ખૂબ જ ખુશ હતું કે સલમાને લગ્નની તમામ નાણાંકીય જવાબદારીઓ ઉપાડી લીધી.












Click it and Unblock the Notifications
