પીટી ઉષાની બાયોપિકમાં જોવા મળશે આ હિરોઇન!

Written By:
Subscribe to Oneindia News

બોલીવૂડમાં જ્યારે પણ બાયોપિક ફિલ્મની વાત આવે ત્યારે આજ-કાલ સ્પોર્ટ્સ સેલિબ્રિટી પ્રથમ પસંદગી બની ગયા છે. આપણી પાસે એવા ઘણા ઉદાહરણ પણ છે, જેમાં સ્પોર્ટ્સ સેલિબ્રિટી પર ફિલ્મ બની ગયા પછી તેમની લોકપ્રિયતામાં વધારો થયો છે. 'ભાગ મિલ્ખા ભાગ' અને 'મૈરી કોમ' જેવી ફિલ્મો જ આનું ઉદાહરણ છે. આ બંને સ્પોર્ટ્સ પર્સનાલિટી એવી છે, જેમને ખરી નામના ફિલ્મ બન્યા બાદ મળી એમ કહી શકાય. આ સિવાય ગયા વર્ષે બનેલ 'ધોની : ધ અન્ટોલ્ડ સ્ટોરી' પણ લોકોને ખુબ પસંદ આવી હતી. હવે ફરી એવી જ એક ધમારેદાર બાયોપિક ફિલ્મ થોડા જ સમયમાં આવી રહી છે. આમ તો આ સ્પોર્ટ્સ પર્સનાલિટી વિશે તમે સૌ જાણો જ છો, તેમ છતાં કેટલીક એવી વાતો જે તમને નહીં ખબર હોય એ તમને આ બાયોપિકના માધ્યમથી જાણવા મળશે.

પીટી ઉષા પર બનશે ફિલ્મ

પીટી ઉષા પર બનશે ફિલ્મ

જાણીતી ફિલ્મ મેકર રેવથી એસ. વર્મા પીટી ઉષાના જીવન પર ફિલ્મ બનાવા જઈ રહી છે. રેવથી વિશે વાત કરવામાં આવે તો તેમણે તમિલ ભાષામાં 'ઝુન આર' અને મલયાલમ ભાષામાં 'માડ ડેડ' જેવી ફિલ્મો બનાવી છે. આ બાયોપિક વિશે વાત કરતા તેમણે જણાવ્યુ કે, પીટી ઉષાને ફિલ્મ માટે રાજી કરવું ખુબ જ મુશ્કેલ કામ હતું. તેઓ દરેક વખતે મને આ ફિલ્મ માટે ના પાડતા હતા, અંતે તેઓએ હા પાડી.

કોણ છે હિરોઇન?

કોણ છે હિરોઇન?

પીટી ઉષાએ થોડા મહિના અગાઉ જ ફિલ્મ બનાવવા માટે સંમત થયા હતા. આ ફિલ્મ હિન્દી, ઇંગ્લિશ, ચાઈનીઝ અને રશિયન ભાષામાં બનાવવામાં આવશે. આ ફિલ્મ 100 કરોડ જેટલા મોટા બજેટ સાથે બનવા જઇ રહી છે, જેમાં મુખ્ય પાત્ર તરીકે પ્રિયંકા ચોપરાની પસંદગી થાય તેવી સંભાવના છે.

બાયોપિક માટે પહેલી પસંદ પ્રિયંકા

બાયોપિક માટે પહેલી પસંદ પ્રિયંકા

બોલીવૂડમાં પ્રિયંકા ચોપરા ધીરે ધીરે બાયોપિક ફિલ્મોની પહેલી પસંદ બનતી જઈ રહી છે. સૌ પહેલા પ્રિયંકાએ મેરી કોમની બાયોપિક ફિલ્મમાં કામ કર્યુ હતું. જેમા તેના અભિનયને ખૂબ વખાણવામાં આવ્યો હતો. હાલ પણ તે 'અંતરિક્ષયાત્રી કલ્પના ચાવલા'ની બાયોપિક સાઇન કરી છે અને બહુ જલ્દી તેના પર કામ શરૂ થઈ શકે છે.

પ્રિયંકા ચોપરા હાલ છે વ્યસ્ત

પ્રિયંકા ચોપરા હાલ છે વ્યસ્ત

હાલ પ્રિયંકા ચોપરા ખૂબ વ્યસ્ત છે. મળતી માહિતી અનુસાર, પ્રિયંકા ચોપરા સંજય લીલા ભણસાલીના 'સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમ'ની લવ સ્ટોરીના પ્રોજેક્ટમાં અમૃતાના પાત્રમાં આવી શકે છે. આ ઉપરાંત હાલ તે અમેરિકાના ટીવી શો ક્વાંટિકોની ત્રીજી સીઝનની તૈયારી કરી રહી છે જેનુ શુટિંગ થોડા જ સમયમાં શરૂ થવાનું છે. તે સિવાય પ્રિયંકા બે હોલીવૂડ ફિલ્મો પણ કરી રહી છે.

English summary
Biopic On PT Usha Bollywood Actress Priyanka Chopra May Play The lead Role.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.