
B'day: 5 વર્ષથી એક પણ ફિલ્મ ન કરનાર બિપાશા બાસુ છે કરોડોની માલિક, પતિ કરતા 7 ગણી અમીર
નવી દિલ્લીઃ બૉલિવુડની કાતિલ હસીના અને બિન્દાસ ગર્લ બિપાશા બસુ આજે 43 વર્ષની થઈ ગઈ છે. ફિલ્મ અજનબીથી ફિલ્મી પડદે પગ મૂકનાર ગ્લેમરસ અભિનેત્રી બિપાશા બાસુએ પડદા પોતાના 'જિસ્મ'થી આગ લગાવી જેને જોઈને સહુ કોઈ તેના દીવાના થઈ ગયા. ક્યારેક બીડી જલાઈ લેથી લોકોને નચાવે અને આત્મા બનીને લોકોને તે ડરાવે છે.

બિપાશા લગ્ન પછી ફિલ્મોથી છે દૂર
બિપાશા બૉલિવુડની એ અભિનેત્રી છે જેમાં અદાઓ, નઝાકત, અભિનય અને બિન્દાસપણુ પણ છે. બૉલિવુડની ગ્લેમરસ અભિનેત્રી કમ્પ્લીટ પેકેજ છે. જો કે બિપાશા લગ્ન પછી ફિલ્મોથી દૂર છે. તેણે છેલ્લા 5 વર્ષથી એક પણ ફિલ્મ કરી નથી. તેમ છતાં તે હાલમાં કરોડોની સંપત્તિની માલિક છે.

109 કરોડની સંપત્તિની માલિક છે બિપાશા
CAknowledgeના જણાવ્યા મુજબ બિપાશા બસુ હાલમાં 15 મિલિયન ડૉલર એટલે કે લગભગ 109 કરોડ રૂપિયાની સંપત્તિની માલિક છે. બિપાશા ભલે ફિલ્મો ન કરતી હોય પરંતુ તે મોડલિંગનો પણ ચર્ચિત ચહેરો છે અને આના કારણે તે ઘણી જાણીતી બ્રાન્ડની જાહેરાતોનો હિસ્સો છે. જેના માટે તે તગડી ફી ચાર્જ કરે છે. બિપાશા પાસે પોતાના પતિથી 7 ગણી વધુ સંપત્તિ છે. તમને જણાવી દઈએ કે કરણ સિંહ ગ્રોવર 2 મિલિયન ડૉલર એટલે કે 14.60 કરોડ રૂપિયાના માલિક છે.

આલીશાન ઘરમાં રહે છે બિપાશા
બિપાશા મુંબઈના બાંદ્રાના એક આલીશાન ઘરમાં રહે છે જેની કિંમત 16 કરોડ આસપાલ છે. આ ઉપરાંત તેની પાસે મુંબઈ ઉપરાંત ઘણી શહેરોમાં પણ પ્રોપર્ટી છે. બિપાશા પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે જેમાં ઑડી7, પૉર્શે, ફૉક્સવેગન બીટલ જેવા મોટા નામ શામેલ છે. બિપાશા એક ફિલ્મ કરવાના 3-4 કરોડ રુપિયા ચાર્જ કરે છે. વળી, બિપાશા ઘણા સ્ટેજ શો પણ કરે છે જેના માટે તે 2 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.