OMG : સવાલ Hotnessનો હતો, તો બિપાશાએ પૂછ્યું ‘કોણ જ્હૉન?’
મુંબઈ, 3 જાન્યુઆરી : બૉલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ અને અભિનેતા જ્હૉન અબ્રાહમ એક સમયે બૉલીવુડની હૉટ જોડી હતી. બિપાશા-જ્હૉને લાંબા સમય સુધી ડેટિંગ કર્યું. દરમિયાન બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.
બિપાશાથી છુટા પડ્યા બાદ જ્હૉન અબ્રાહમ તો પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી સેટલ થઈ ગયાં છે, પરંતુ બિપાશા જ્હૉન બાદ હરમન બાવેજા સાથે ડેટિંગ કરી અને પુનઃ છુટા પડી ફરી એક વાર એકલા એટલે કે ઍલોન થઈ ગયાં છે. જોકે જ્હૉન સાથે લાંબા સમય સુધી ડેટિંગ કરનાર બિપાશા આજે જ્હૉનની નોંધ પણ લેવા તૈયાર નથી.
પોતાની આગામી ફિલ્મ ઍલોનના પ્રોમશન દરમિયાન બિપાશાને બૉલીવુડ અભિનેતાઓની હૉટનેસ અંગેનો સવાલ કરાયો. મીડિયાને એવુ લાગતુ હતું કે બિપાશા હૉટ અભિનેતાઓની યાદીમાં જ્હૉનનો પણ સમાવેશ કરશે, પરંતુ એવું ન થયું.
બિપાશા બાસુએ હૉટનેસની બાબતમાં અનિલ કપૂરને 10માંથી 7 નંબર્સ આપ્યાં, તો અમિતાભ બચ્ચન અને હૃતિક રોશનને ફુલ માર્ક્સ આપ્યાં. આ બાબતમાં બિપાશાએ જ્હૉનનું નામ સુદ્ધા ન લીધું.
જ્યારે બિપાશાને જ્હૉનની હૉટનેસ વિશે પૂછવામાં આવ્યું, તો તેમણે સામો સવાલ કર્યો, ‘કૌન (કોણ)?'
ચાલો બિપાશા ભલે જ્હૉનને ઇગ્નોર કરતા હોય, પણ અમે આપને જ્હૉન-બિપાશાની સુંવાળી પળોનું સંસ્મરણ ચોક્કસ કરાવી શકીએ છીએ :

ડેટિંગની શરુઆત 2002થી
જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે ડેટિંગની શરુઆત 2002થી થઈ હતી.

જિસ્મના સેટ પર મુલાકાત
જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ વચ્ચે મુલાકાત ફિલ્મ જિસ્મના સેટ ઉપર થઈ હતી.

ફિલ્મો પહેલાં સફળ મૉડેલ્સ
ફિલ્મોમાં પ્રવેશ અગાઉ જ્હૉન અને બિપાશા સફળ મૉડેલ્સ હતાં.

બિપાશા સ્થાપિત, જ્હૉન સંઘર્ષશીલ
જ્યારે બિપાશા અને જ્હૉનની મુલાકાત થઈ, ત્યારે જ્હૉન બૉલીવુડમાં સ્થાપિત થઈ ચુકી હતી, જ્યારે જ્હૉન સંઘર્ષ કરી રહ્યો હતો.

જ્હૉન પહેલા ડીનો
જ્હૉન અબ્રાહમ સાથે ડેટિંગ શરૂ થતાં પહેલા બિપાશા અભિનેતા-મૉડેલ ડીનો મારિયો સાથે સંબંધોમાં હતી.

પહેલી ફિલ્મ હિટ
જ્હૉન અબ્રાહમ અને બિપાશા બાસુ પહેલી વાર એક સાથે ફિલ્મ જિસ્મમાં નજરે પડ્યાં. આ ફિલ્મ બૉક્સ ઑફિસે હિટ રહી.

એકમાત્ર ફિલ્મ સફળ
બિપાશા બાસુ અને જ્હૉન અબ્રાહમે પછી પણ ઘણી ફિલ્મો એક સાથે કરી, પરંતુ તેમાંથી કોઈ પણ ફિલ્મે જિસ્મ જેવી સફળતા મેળવી નહિં.

ખડક જેવા હતાં સંબંધો
જ્હૉન અબ્રાહમનું કહેવું છે કે બિપાશા સાથેના તેના સંબંધો ખડક જેવા હતાં, પરંતુ અમે બંને જિદ્દી હતાં.

બિપાશા મજબૂત વ્યક્તિ - જ્હૉન
જ્હૉને એક વાર જણાવ્યું હતું, ‘બિપાશા એક બહુ જ મજબૂત વ્યક્તિ હતી અને તેથી જ મેં તેની સાથે પ્રેમ કર્યો હતો. એક ગર્લફ્રેન્ડ તરીકે તે સંભાળ રાખનાર અને સુંદર વ્યક્તિ હતી. તે બહુ જ ગૃહિણી જેવી હતી, જોકે લોકોમાં તેની ઈમેજ આનાથી વિરુદ્ધ હતી.'

પ્રેમનો અંત કરુણ હોય છે - બિપાશા
જ્હૉન સાથે બ્રેકઅપ બાદ બિપાશાએ જણાવ્યુ હતું, ‘જો હું સાચે જ ફરીથી પ્રેમમાં પડું, તો હું તેના વિશે કઈં કહેવાનું પસંદ નહિં કરૂં. પ્રેમનો અંત કરુણ હોય છે. તમારું નવ વર્ષનું જીવન મજાક તરીકે ન લેખી શકાય. લોકો માટે તે માત્ર રસપ્રદ વાંચનીય બાબત હતી.'

કોઈ પણ છોકરી પસંદ કરી લે જ્હૉન - પિતા
ચૅટ શો દરમિયાન જ્હૉના પિતાએ જણાવ્યુ હતું કે તેણે કોઈ પણ છોકરી સાથે શેટલ થઈ જવું જોઇએ કે જેની સાથે તે ખુશ રહી શકે. પિતાએ એમ પણ જણાવ્યું કે જ્હૉન બિપાશાને પસંદ કરે છે.

મારા પુત્રને સમજનાર છોકરી જોઇએ - માતા
જ્હૉનના માતાએ જણાવ્યુ હતું કે તેમના પુત્રને એક ગૃહિણી અને સંભાળ રાખનાર છોકરી જોઇએ છે કે જે તેમના પુત્રને સમજી શકે. તેમણે વાતચીત દરમિયાન સ્પષ્ટ રીતે બિપાશાની અવગણના કરી હતી.

જ્હૉન થયા પ્રિયાના
જ્હૉન અબ્રાહમ હાલ ઇન્વેસ્ટમેંટ બૅંકર પ્રિયા રુંચાલ સાથે લગ્ન કરી સેટલ થઈ ચુક્યા છે, જ્યારે બિપાશાએ જ્હૉન બાદ હરમન બાવેજા સાથે ડેટિંગ કર્યું અને તેમની સાથે બ્રેક-અપ બાદ બિપાશા ફરી એક વાર સિંગલ થઈ ચુક્યા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
