કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરતા પહેલા આટલા લોકોને ડેટ કરી ચુકી છે બિપાશા બાસુ

જ્હોન અબ્રાહમ અને બિપાશાની લવ સ્ટોરી વર્ષો સુધી ચાલી હતી. બિપાશા અને જ્હોન બન્ને સિરિયસ રિલેશનશીપમાંં હતા. જો કે લગ્ન બાબતે બન્ને વચ્ચે વિવાદ થતા બ્રેકઅપ થઈ ગયુ.

bipasha basu

બ્લેક બ્યૂટી બિપાશાના નામે જાણીતી બિપાશા બાસુની જિંદગી ઘણા ઉતાર ચડાવોથી ભરેલી છે. એક જમાનાની જાણીતી અભિનેત્રી બિપાસા દિલ્હીમાં જન્મી છે અને કોલકત્તામાં ભણી અને મોટી થઈ. મોડેલિંગ બાદ બોલિવૂડમાં આવી અને છવાઈ ગઈ. બિપાશા તેની ફિલ્મો સાથે સાથે તેના અફેરને લઈને પણ ખુબ ચર્ચામાં રહી છે. અજનબીથી ફિલ્મી કરિયરની શરૂઆત અને ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ જીતનારી બિપાશા જ્હોન સિવાય ઘણાને ડેટ કરી ચુકી છે.

મિલિંદ સોમણ

મિલિંદ સોમણ

ક્યારેય બિપાશાનું નામ મિલિંદ સોમણ સાથે જોડાયુ હતું. મોડેલિંગ વખતે તેની મુલાકાત મિલિંદ સોમણ સાથે થઈ હતી. મિલિંદ સોમણ ત્યારે જાણીતા સુપર મોડલ હતા. અહીંથી બન્ને પ્રેમમાં પડ્યા. જો કે થોડા સમયમાં જ બન્ને અલગ થઈ ગયા.

ડિનો મોરિયા

ડિનો મોરિયા

2002માં આવેલી ફિલ્મ રાઝથી બિપાશાને મોટી ઓળખ મળી. આ ફિલ્મમાં તેની સાથે ડિનો મોરિયા હતા. ફિલ્મ દરમિયાન બન્નેના અફેરના સમાચાર આવ્યા હતા. જો કે આ અહીં પણ બિપાશા અન ડિનો મોરિયા થોડા સમયમાં અલગ થઈ ગયા.

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ

જ્હોન અબ્રાહમ અને બિપાશાની લવ સ્ટોરી વર્ષો સુધી ચાલી હતી. બિપાશા અને જ્હોન બન્ને સિરિયસ રિલેશનશીપમાંં હતા. જો કે લગ્ન બાબતે બન્ને વચ્ચે વિવાદ થતા બ્રેકઅપ થઈ ગયુ. બન્નેનું બ્રેકઅપ એ સમયના સૌથી ચર્ચાસ્પદ ન્યૂઝ હતા.

રાણા દગ્ગુબાતી

રાણા દગ્ગુબાતી

જ્હોન અબ્રાહમ બાદ દીપિકાનું નામ રાણા દગ્ગુબાતી સાથે જોડાયુ. 2011માં બિપાશા અને રાણા દગ્ગુબાતીની ફિલ્મ દમ મારો દમ રીલિઝ થઈ હતી. જે બાદ બન્નેના અફેરની ચર્ચા શરૂ થઈ હતી. જો કે રાણાએ બિપાશા સાથે છેતરપિંડી કરી અને બન્નેનું બ્રેકઅપ થઈ ગયુ.

હરમન બાવેજા

હરમન બાવેજા

રાણા બાદ બિપાશાનું નામ સૈફ અલી ખાન અને હરમન બાવેજા સાથે પણ જોડાયું હતું. જો કે આ તમામ અફેર બાદ તેને 2016 માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા. કરણ સિંહ તેના કરતા 4 વર્ષ નાનો છે અને બિપાશા પહેલા તેણે બે લગ્ન કરેલા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X