ભડકી બિપાશા બાસુઃ મારુ વજન વધતા લોકો મને પ્રેગ્નેન્ટ બનાવી દે છે, આ બહુ ઈરીટેટિંગ છે
થોડા સમય પહેલા બિપાશાના અમુક ખાસ ફોટા સામે આવ્યા હતા. ત્યારબાદથી જ લોકોએ અટકળો લગાવવાની શરૂ કરી દીધી હતી બિપાશા પ્રેગ્નેન્સીનુ પ્લાનિંગ કરી રહી છે.
હિંદી સિનેમાની બોલ્ડ અભિનેત્રીઓમાં એક નામ શામેલ છે બિપાશા બાસુનુ. જો કે કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન બાદ બિપાશા ફિલ્મોથી દૂર થઈ ગઈ છે. મોટા પડદા પરથી તેણે લાંબો બ્રેક લીધો છે. પરંતુ પોતાની ફિટનેસ અને બોલ્ડનેસ માટે તે ઈન્સ્ટાગ્રામ પર ઘણા વીડિયો અને ફોટા પોસ્ટ કરતી રહે છે. થોડા સમય પહેલા બિપાશાના અમુક ખાસ ફોટા સામે આવ્યા હતા. ત્યારબાદથી જ લોકોએ એ અટકળો લગાવવાની શરૂ કરી દીધી હતી બિપાશા પ્રેગ્નેન્સીનુ પ્લાનિંગ કરી રહી છે.

ફેમિલી પ્લાનિંગ વિશે સવાલ
ત્યાં સુધી કે જ્યારે પણ બિપાશા મીડિયા સામે આવે ત્યારે તેમને માતાપિતા બનવા વિશે ઘણા સવાલ પૂછવામાં આવે છે. બિપાશાએ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં કહ્યુ કે તેને આનાથી ઈરીટેટિંગ ફીલ થાય છે.

બિપાશાએ કહ્યુ હતુ બાળક નહિ થાય તો
તમને યાદ અપાવી દઈએ કે થોડા સમય પહેલા જ પોતાના ફેમિલી પ્લાનિંગ વિશે બિપાશાએ કહ્યુ હતુ કે તેને આના માટે કોઈ ઉતાવળ નથી. જો બાળક ન પણ થયુ તો કોઈ પ્રોબ્લેમ નથી. તે અડૉપ્ટ કરી લેશે.

લોકો મને પ્રેગ્નેન્ટ બનાવી દે છે
એક વેબસાઈટ સાથે વાતચીતમાં બિપાશા બાસુઅ આ વખતે કહ્યુ છે કે દરેક વખતે જ્યારે પણ મારુ વજન વધે ત્યારે લોકો મને પ્રેગ્નેન્ટ બનાવી દે છે. આ બહુ ઈરીટેટિંગ હોય છે. મજાક કરતા પતિ કરણે આના પર કહ્યુ કે હું હંમેશા કહુ છુ કે હું પ્રેગ્નેન્ટ છુ તો કોઈ મારા પર ભરોસો નથી કરતુ.

બાળક ન પણ થયુ તો કંઈ વાંધો નહિ
બિપાશાએ આગળ કહ્યુ કે ભગવાન જ્યારે ઈચ્છશે ત્યારે બેબી થઈ જશે અને જો બાળક ન પણ થયુ તો કંઈ વાંધો નહિ. આપણા દેશમાં ઘણા બાળકો છે જેમની પાસે કંઈ નથી. તો જો આપણે આ બાળકોની દેખરેખ કરીએ અને તેમને પણ સુવિધાઓ આપીએ તો આનાથી સારુ શું હોઈ શકે છે. હવે જોઈએ છે ભવિષ્યમાં શું થાય છે.

આખી લાઈફ કામ કર્યુ તો બ્રેક પણ જરૂરી
લગ્ન બાદ કામમાંથી બ્રેક વિશે બિપાશાએ કહ્યુ કે એવુ નથી લાગતુ કે હું 5 વર્ષથી કામથી દૂર છુ. આ ગેપ મારા માટે જરૂરી હતો. 15 વર્ષની ઉંમરથી મૉડલ તરીકે મે કામ શરૂ કરી દીધુ હતુ. 19 વર્ષી ઉંમરથી ફિલ્મોમાં કામ કર્યુ. આખી લાઈફ કામ કર્યુ તો બ્રેક પણ જરૂરી છે.

બિપાશાની બોલ્ડનેસ
તમને જણાવી દઈએ કે પોતાની બોલ્ડનેસ માટે બિપાશા હંમેશાથી ચર્ચામાં રહે છે. હાલમાં જ પિંક શર્ટમાં તેણે કહેર વર્તાવ્યો. બિપાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો પોસ્ટ કર્યો છે.

મેકઅપ વિના બિપાશા બાસુ
બિપાશા બાસુએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અમુક ફોટા શેર કર્યા છે. આમાં તમે જોઈ શકો છો કે તે મેકઅપ વિના દેખાઈ રહી છે. બિપાશાએ 16 વર્ષની ઉંમરથી જ મૉડલિંગ શરૂ કરી દીધુ હતુ. બિપાશાએ નાની ઉંમરમાં ગોદરેજ સિંથોલ સુપર મૉડલ કૉન્ટેસ્ટ જીતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
