હે ભગવાન : આ તનુશ્રીને જોઈ કોણ કહેશે ‘આશિક બનાયા આપને...’

મુંબઈ, 19 માર્ચ : સુંદર-સેક્સી અભિનેત્રી તનુશ્રી દત્તા તો આપને યાદ જ હશે. હા જી, તે જ તનુશ્રી કે જેમણે 2005માં આશિક બનાયા આપને દ્વારા ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો હતો, પરંતુ ચૉકલેટ અને ગુડ બૉય બૅડ બૉય જેવી નિષ્ફળ ફિલ્મો બાદ અચાનક તેઓ રજતપટ ઉપરથી ગાયબ થઈ ગયાં. એ જ તનુશ્રી દત્તા આજે 30મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે.

પરંતુ સુંદર અને સેક્સી અભિનેત્રી તનુશ્રી દત્તા આજે કેવા દેખાય છે જાણો છો તમે? હજી હોળી પ્રસંગે તનુશ્રી દત્તા શબાના આઝમી અને જાવેદ અખ્તરના ઘરે દેખાયા હતાં. કોમળ કાયા ઉપર ચર્બી ફરી વળી છે અને એટલે જ આજના તનુશ્રી દત્તાને જોઈને કોઈના મુખેથી ન નિકળી શકે ‘આશિક બનાયા આપને...' 2005માં આવેલી ફિલ્મ આશિક બનાયા આપને ફિલ્મ આ શીર્ષક ગીતના કારણે જ હિટ થઈ હતી અને આ ફિલ્મ સાથે તનુશ્રીએ બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. 2005માં તનુશ્રીએ કૉકટેલ તથા તેલુગુ ફિલ્મ વીરભદ્રમાં કામ કર્યું. તનુશ્રીને બૉલીવુડમાં સારી શરુઆત મળી હતી, પરંતુ તેમણે ફિલ્મો કરવામાં ઉતાવળ કરી અને એટલે જ નિષ્ફળતાને વરી ગયાં.

તનુશ્રી દત્તા હાલ બૉલીવુડથી દૂર છે, પરંતુ તેમના ટુંકમાં જ કમબૅક કરવાના સમાચાર પણ છે. 2004માં તેઓ ફૅમિના મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ જીતી ચુક્યાં અને તેથી જ તેમના રૂપનો જાદૂ રૂપેરી પડદે ચાલી ગયો. જોકે અભિનેત્રી તરીકે તેઓ બૉલીવુડમાં સફળ ન થઈ શક્યાં, પણ દર્શકોને તેમનું કામ જરૂર પસંદ આવ્યું. બૉલીવુડના આ બંગાળી બ્યૂટી ક્વીન આજે 30 વર્ષના થઈ ચુક્યાં છે.

ચાલો તસવીરો સાથે જાણીએ તનુશ્રી દત્તા વિશે તમામ વિગતો :

ઝારખંડનો જન્મ

ઝારખંડનો જન્મ

તનુશ્રી દત્તાનો જન્મ 19મી માર્ચ, 1984ના રોજ જમશેદપુર (ઝારખંડ) ખાતે થયો હતો. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યુ હતું.

ફૅમિના મિસ ઇન્ડિયા

ફૅમિના મિસ ઇન્ડિયા

તનુશ્રીએ 2004માં ફૅમિના મિસ ઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો અને મિસ ઇન્ડિયા યુનિવર્સનો ખિતાબ હાસલ કર્યો.

આશિક બનાયા આપને

આશિક બનાયા આપને

તનુશ્રી દત્તાએ 2005માં આશિકા બનાયા આપને ફિલ્મ સાથે બૉલવુડ કૅરિયર શરૂ કર્યુ હતું. ફિલ્મમાં તેમના હીરો ઇમરાન હાશમી હતાં. 2005માં જ તનુશ્રી કૉકટેલ અને તેલુગુ ફિલ્મ વીરભદ્રમાં પણ દેખાયા હતાં.

આથમતો સૂરજ

આથમતો સૂરજ

તનુશ્રી દત્તાએ 2006માં 36 ચાઇના ટાઉન તથા ભાગમભાગ જેવી ફિલ્મોમાં કામ કર્યું અને આ સાથે જ બૉલીવુડમાં તેમનો સૂરજ આથમવા લાગ્યો.

ફ્લૉપ ફિલ્મોની હારમાળા

ફ્લૉપ ફિલ્મોની હારમાળા

2007માં તનુશ્રી દત્તાએ રિસ્ક, ગુડ બૉય બૅડ બૉય, રકીબ, ઢોલ તથા સ્પીડ જેવી ફિલ્મોમાં કામ કર્યું કે જેમાંની મોટાભાગની ફિલ્મો ફ્લૉપ નિવડી. 2008માં સાસ બહૂ ઔર સેંસેક્સ તથા 2009માં રામા ધ સેવિયર ઍપાર્ટમેંટ જેવી ફિલ્મોમાં દેખાયા હતાં તનુશ્રી.

ચાર વર્ષથી ગાયબ

ચાર વર્ષથી ગાયબ

તનુશ્રી દત્તા રૂપેરી પડદા ઉપરથી ચાર વર્ષથી ગાયબ છે. છેલ્લે તેઓ રૉક ફિલ્મમાં દેખાયા હતાં.

જાહેરખબરોમાં તનુશ્રી

જાહેરખબરોમાં તનુશ્રી

તનુશ્રી દત્તાએ ફિલ્મો ઉપરાંત કેટલીક જાહેરખબરો અને વીડિયો આલબમ પણ કર્યાં છે. તેઓ કુરકુરે, લૉરેલ જેવી જાણીતી જાહેરખબરો કરી ચુક્યાં છે.

રિયલિટી શોમાં તનુશ્રી

રિયલિટી શોમાં તનુશ્રી

તનુશ્રી દત્તા બંગાળી રિયલિટી શો હોઈ હુલોદમાં પણ નજરે પડ્યા હતાં.

મ્યુઝિક આલબમમાં તનુશ્રી

મ્યુઝિક આલબમમાં તનુશ્રી

તનુશ્રી દત્તાએ હૅરી આનંદના આલબમના ગીત સૈંયા દિલ મેં આના રે... માં પણ કામ કર્યું છે.

કમબૅકની તૈયારી

કમબૅકની તૈયારી

તનુશ્રી દત્તા બૉલીવુડમાં કમબૅકની તૈયારી કરી રહ્યાં છે.

જાડા થઈ ગયાં તનુશ્રી

જાડા થઈ ગયાં તનુશ્રી

તનુશ્રી દત્તા હાલ જાડા થઈ ગયાં છે. સોમવારે શબાના આઝમી અને જાવેદ અખ્તરના ઘરે યોજાયેલ હોળીની ઉજવણી દરમિયાન તનુશ્રી દત્તા હાજર રહ્યા હતાં કે જેમને જોઈને કોઈ ન કહી શકે કે આ આશિક બનાયા આપને ફિલ્મની હૉટ હીરોઇન છે.

ત્રણ ફિલ્મો હાથમાં

ત્રણ ફિલ્મો હાથમાં

તનુશ્રી દત્તાના હાથમાં હાલમાં ત્રણ ફિલ્મો છે કે જેમાં રોકડા, દો લકી અને મિસ્ટર ફ્રૉડનો સમાવેશ થાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X