New Trend : અભિનેત્રીઓ માટે બ્લ્યુ પગરખાં બન્યા કલર ઑફ ધ સીઝન
મુંબઈ, 2 ઑક્ટોબર : લાગે છે કે બ્લ્યુ એટલે કે વાદળી આજકાલ કલર ઑફ ધ સીઝન બની ગયો છે. ઘણી બૉલીવુડ અભિનેત્રીઓ આજકાલ બ્લ્યુ કપડાંમાં, તો ઘણી બ્લ્યુ શૂઝમાં પગ માંડતી દેખાય છે.
અભિનેત્રી શ્રદ્ધા કપૂર તાજેતરમાં હૈદર ફિલ્મના પ્રમોશનલ ઇવેંટ્સમાં બે વખત બ્લ્યુ શૂઝ દેખાઈ ચુક્યાં છે. શ્રદ્ધાએ રેડિયો મિર્ચી ખાતેના ઇવેંટમાં બ્લ્યુ શર્ટ અને વ્હાઇટ શૉર્ટ્સ પહેર્યા હતાં અને તે પણ બ્લ્યુ સૅંડલ્સ સાથે. વધુ એક બૉલીવુડ અભિનેત્રી સોનમ કપૂર પણ ખૂબસૂરત ફિલ્મના પ્રમોશનલ ઇવેંટમાં બ્લ્યુ સ્નીકર્સ પહેરી પહોંચ્યા હતાં.
તેવી જ રીતે આળિયા ભટ્ટ પણ વાયઆરએફના દિવા'ની સ્ટોર લૉન્ચિંગ ઇવેંટમાં બ્લ્યુ કપડામાં પહોંચ્યા હતાં, તો ઇલિયાનાએ ફાઇંડિંગ ફૅની ફિલ્મની સક્સેસ પાર્ટીમાં બ્લ્યુ ડ્રેસ પહોર્યો હતો.
ચાલો જોઇએ તસવીરો :

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર આજકાલ પોતાની આવનાર ફિલ્મ હૈદરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 2જી ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે.

સોનમ કપૂર
સોનમ કપૂરની તાજેતરમાં જ ખૂબસૂરત ફિલ્મ રિલીઝ થઈ હતી કે જે સારો બિઝનેસ કરી રહી છે.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ છેલ્લે હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયામાં દેખાયા હતાં અને હાલ શાનદાર ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે.

ઇલિયાના
ઇલિયાના ડીક્રૂઝની છેલ્લી ફિલ્મ મૈં તેરા હીરો હતી. હાલ તેમના હાથ ઉપર કોઈ ફિલ્મ નથી.

શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર આશિકી 2 ફિલ્મની સફળતા બાદ જાણીતા બન્યાં.












Click it and Unblock the Notifications
