ગૌહર ખાને કર્યુ કોરોના ગાઈડલાઈનનુ ઉલ્લંઘન, BMCએ પોલિસમાં નોંધાવી FIR

સમાચાર છે કે બીએમસીએ આ પગલાં હેઠળ મુંબઈમાં ગૌહર ખાન સામે કેસ નોંધાવી દીધો છે.

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસની ગતિ બેકાબુ થઈ રહી છે. સ્થિતિને કાબુ કરવા માટે સરકારે ઘણા કડક નિયમો લાગુ કરી દીધા છે. જે હેઠળ ઘણા શહેરોમાં લૉકડાઉન લાગુ છે પરંતુ લોકો હજુ પણ પ્રોટોકૉલનુ કડકપણે પાલન નથી કરી રહ્યા. એવામાં પ્રશાસન આવા લોકો સામે કડક પગલા લઈ રહી છે. સમાચાર છે કે બીએમસીએ આ પગલાં હેઠળ મુંબઈમાં ગૌહર ખાન સામે કેસ નોંધાવી દીધો છે. ગૌહર ખાન સામે કોરોના પ્રોટોકૉલ તોડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગૌહર ખાન સામે ઓશિવારા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

bmc

બીએંમસીએ ટ્વિટ કરીને આપી માહિતી

માહિતી મુજબ પોલિસે એફઆઈઆર નોંધી લીધી છે. બીએમસીએ આની માહિતી ટ્વિટ કરીને આપી છે. બીએમસીએ લખ્યુ છે, 'શહેરની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો સમજૂતી કરવામાં નહિ આવે. બીએમસીએ એક બૉલિવુડ એક્ટ્રેસ સામે એફઆઈઆર નોંધાવી છે. આ ફરિયાદ કોરોના ટેસ્ટ સંક્રમિત આવ્યા બાદ ફૉલો કરાતી ગાઈડલાઈનના ઉલ્લંઘન બાદ નોંધાવવામાં આવી છે.'

વિવિધ કલમોમાં નોંધાયો કેસ

વળી, ઈન્ડિયા ટુડેના સમાચાર મુજબ બીએમસીના એક અધિકારીએ ગૌહર ખાનના નામનો ખુલાસો કર્યો છે. અધિકારીએ જણાવ્યુ છે કે ગૌહર ખાન સામે આઈપીસીની કલમ 269 અને 270 હેઠળ વિવિધ કલમોમાં કેસ નોંધવામાં આવ્યો છે. બીએમસીના અધિકારીએ જણાવ્યુ કે જ્યારે અધિકારી ગૌહર ખાનના ઘરે સંક્રમિત હોવાનુ કાગળ લગાવવા ગયા તો તેણે દરવાજો ખોલવાનો ઈનકાર કરી દીધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X