સલમાન ખાનની બિલ્ડીંગમાં મળ્યા ડેંગ્યુના લાર્વા, BMCએ છાંટી દવાઓ
બોલિવૂડના દબંગ સલમાન ખાન તાજેતરમાં જ ડેન્ગ્યુનો શિકાર બન્યો હતો. જેમાંથી તે હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેણે ફેન્સને હેરાન કરી દીધા છે. સલમાન ખાનની બિલ્ડિંગ ગેલેક્સી એપાર્
બોલિવૂડના દબંગ સલમાન ખાન તાજેતરમાં જ ડેન્ગ્યુનો શિકાર બન્યો હતો. જેમાંથી તે હવે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે જેણે ફેન્સને હેરાન કરી દીધા છે. સલમાન ખાનની બિલ્ડિંગ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં બે જગ્યાએ ડેન્ગ્યુના લાર્વા મળી આવ્યા છે. બીએમસીના રિપોર્ટ અનુસાર આ લાર્વા તેના ઘરની અંદર નથી મળ્યો પરંતુ બિલ્ડિંગમાં બે અલગ-અલગ જગ્યાએ મળી આવ્યો હતો.

સલમાન ખાનની બિલ્ડિંગમાંથી ડેન્ગ્યુનો લાર્વા મળ્યો
સલમાન ખાનને ડેંગ્યુ હોવાની માહિતી મળ્યા બાદ BMCની ટીમ છેલ્લા કેટલાક દિવસોથી તેના આખા ઘર અને આસપાસના વિસ્તારોમાં દવા અને ધુમાડો છંટકાવ કરી રહી છે. આ દરમિયાન BMCએ એક મોટી માહિતી આપી છે. તેણે કહ્યું કે, તેને સલમાન ખાનની બિલ્ડિંગમાં બે અલગ-અલગ જગ્યાએ ડેન્ગ્યુના લાર્વા મળ્યા છે.

સલમાન ખાનને થયો ડેંગ્યુ
તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા સલમાન ખાનને ડેંગ્યુ થયો હતો. જેના કારણે તેણે તેની આગામી ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું શૂટિંગ અટકાવી દીધું હતું. આ સિવાય તેણે બિગ-બોસ શોને હોસ્ટ કરવાની જવાબદારી ફિલ્મમેકર કરણ જોહરને થોડા દિવસો માટે સોંપી હતી. જોકે, હવે સલમાન ધીમે ધીમે ડેંગ્યુમાંથી સાજો થઈ રહ્યો છે. હાલમાં જ તે આયુષ શર્માની બર્થડે પાર્ટીમાં જોવા મળ્યો હતો. તેને આ રીતે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે.

સલમાન ખાનનુ વર્કફ્રંટ
વર્ક ફ્રન્ટના વાત કરીયે તો સલમાન 'બિગ બોસ 16' હોસ્ટ કરી રહ્યો છે. આ ઉપરાંત સલમાન તેની આગામી ફિલ્મો 'ટાઈગર 3' અને 'કિસી કા ભાઈ કિસી કી જાન' ને લઇ વ્યસ્ત છે. હાલમાં જ આ ફિલ્મોની રિલીઝ ડેટ પણ બદલવામાં આવી છે, જે મુજબ 'ટાઈગર 3' દિવાળી 2023ના રોજ રિલીઝ થશે જ્યારે 'કિસી કા ભાઈ કિસી કી જાન' 2023ની ઈદ પર સિનેમાઘરોમાં આવશે.












Click it and Unblock the Notifications
