બોબી ડાર્લિંગે પતિ વિરુદ્ધ નોંધાવી FIR, ઘરેલુ હિંસાનો આરોપ

Written By:
Subscribe to Oneindia News

એક્ટર બોબી ડાર્લિંગે પોતાના પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયલન્સનો કેસ કર્યો હોવાની વાત સામે આવી છે. લગભગ એક વર્ષ પહેલાં લિંગ પરિવર્તનનું ઓપરેશન કરાવનાર બોબી ડાર્લિંગનો આરોપ છે કે, તેનો પતિ તેને દારૂ પીને ખૂબ મારતો હતો. 8 ફેબ્રૂઆરી, 2016ના રોજ ભોપાલના બિઝનેસમેન રમણિક શર્મા સાથે લગ્ન કરનાર બોબી ડાર્લિંગ હાલ દિલ્હી પોતાની માતાને ત્યાં આવી ગઇ છે. બોબીએ પોતાના પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસા અને અપ્રાકૃતિક સંબંધનો આરોપ મુકતા એફઆઇઆર નોંધાવી છે.

મિલકત પર કબજો

મિલકત પર કબજો

એક લીડિંગ ડેઇલીને આપેલ ઇન્ટરવ્યુમાં બોબી ડાર્લિંગે જણાવ્યું હતું કે, તેના પતિ રમણિકે તેના પૈસા અને પ્રોપર્ટી પર કબજો કર્યો છે. બોબીએ જણાવ્યું કે, 'મુંબઇમાં લીધેલ ફ્લેટની કો-અનરશિપ આપવા માટે રમણિકે મને દબાણ કર્યું હતું. ભોપાલમાં પેન્ટહાઉસ ખરીદ્યું ત્યારે પણ તેણે આવું જ કર્યું હતું. લગ્ન પછી તુરંત બાદ તેણે મારા પૈસે પોતાના માટે એક એસયુવી પણ ખરીદી હતી. હવે મારી પાસે કંઇ નથી બચ્યું.'

બોબી પર સતત રાખતો નજર

બોબી પર સતત રાખતો નજર

બોબી ડાર્લિંગે આગળ જણાવ્યું કે, 'રમણિક મને સતત શંકાની નજરે જોતો હતો, દરેક બીજા માણસ સાથે મારો અફેર હોવાની શંકા કરતો હતો અને દારૂ પીને ખૂબ મારતો હતો. મારી પર નજર રાખવા માટે રમણિકે સોસાયટીના ચોકીદારોને પૈસા પણ આપ્યા હતા.' બોબીએ બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતાં આગળ જણાવ્યું કે, 'હું ક્યાં જાઉં છું, કોની સાથે વાત કરું છે, એ બધી વાત પર તે હંમેશા નજર રાખતો હતો.'

બોબીએ કરી હતી ડિવેર્સની માંગ

બોબીએ કરી હતી ડિવેર્સની માંગ

'આખરે કંટાળીને મેં એની પાસે ડિવોર્સની માંગણી કરી હતી. મેં એને કહ્યું હતું કે, તે મ્યુચ્યુઅલ અંડરસ્ટેન્ડિગથી મને ડિવોર્સ આપે અને મારી પ્રોપર્ટી તથા કાર પણ પાછી આપે. પરંતુ તેણે મારી વાત માની નહીં. રમણિકનો ક્રિમિનલ રેકોર્ડ પણ છે, જેની જાણ મને લગ્ન બાદ થઇ. લગ્ન બાદ મેં તેને પોતાના ભાઇ અને માતા સાથે પણ હિંસક થતો જોયો છે. તમે ભોપાલ પોલીસને પૂછીને આ વાતની ખાતરી કરી શકો છો.'

રમણિક શર્મા

રમણિક શર્મા

બોબી ડાર્લિંગના પતિ રમણિક શર્માએ આ તમામ આરોપો નકાર્યા છે. તેણે આ અંગે વાત કરતા જણાવ્યું કે, 'બોબી મારા ઘરેથી પ્રોપર્ટીના પેપર્સ અને પૈસા લઇને ભાગી ગઇ છે અને હવે લોકો સામે બિચારી બનવા પોલીસ ફરિયાદ નોંધાવી છે. ડોમેસ્ટિક વાયલન્સની વાત ખોટી છે, મેં ક્યારેય બોબી પર હાથ નથી ઉપાડ્યો. જો આ વાત સાચી હોય તો તેણે આજ સુધી મીડિયા કે પોતાના ક્લોઝ ફ્રેન્ડ્સને આ અંગે ફરિયાદ કેમ ન કરી? બોબી જોઇન્ટ ફેમિલીમાં રહેવા નહોતી માંગતી, આથી અલગ ઘર લેવામાં આવ્યું હતું. મુંબઇનો ફ્લેટ અને ભોપાલના પેન્ટહાઉસ મારા જ છે. તે હવે મને અરેસ્ટ કરાવી તમામ મિલકત કબજે કરવા માંગે છે.'

English summary
Actor Bobby Darling has filed for divorce from her husband citing domestic violence.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.