'કરીબ' ફિલ્મના શૂટિંગ દરમિયાન હિરોઈન નેહાને વિધુ વિનોદ ચોપડાએ બચકુ ભરી લીધુ હતુ
બૉબી દેઓલના જૂના ઈન્ટરવ્યુમાં તેણે કરીબ ફિલ્મ વિશે ઘણા ખુલાાસા કર્યા છે.
બૉબી દેઓલ અને નેહા સ્ટારર ફિલ્મ 'કરીબ'ની રિલીઝને આજે 22 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે. આ એન્ટરટેઈનિંગ ફિલ્મને લોકોએ ઘણી પસંદ કરી હતી. બૉબી દેઓલના જૂના ઈન્ટરવ્યુમાં તેણે આ ફિલ્મ વિશે ઘણા ખુલાાસા કર્યા છે. બૉબીએ જણાવ્યુ કે કદાચ તે સ્ટાર કિડ હતા એટલા માટે તેમની સાથે એવુ વર્તન કરવામાં આવતુ નહોતુ જેવુ ફિલ્મની હીરોઈન નેહા સાથે કરવામાં આવતુ હતુ. નેહા ઉપર સેટ પર ખૂબ ગુસ્સો કરવામાં આવતો હતો.

નેહા પર ગુસ્સે થઈ ગયા
બૉબીએ જણાવ્યુ કે એક સીનના શૂટિંગ દરમિયાન નેહાએ પહાડોમાંથી ઉતરીને પોતાનો જમણો હાથ આગળ કરવાનો હતો પરંતુ તે ભૂલી જતી હતી. 20-22 ટેક બાદ વિધુ વિનોદ ચોપડા નેહા પર ગુસ્સે થઈ ગયા હતા અને નેહા નર્વસ થઈ ચૂકી હતી.

સીન દરમિયાન ફરીથી ભૂલ કરવા લાગી
વિધુ વિનોદ ચોપડાએ નેહાએ કહ્યુ કે પોતાના જમણા હાથે દાંતથી બચકુ ભરી લે તો યાદ રહેશે કે કયો હાથ આગળ કરવાનો છે. પરંતુ નેહા આ કર્યા બાદ પણ સીન દરમિયાન ભૂલ કરવા લાગી. છેવટે વિધુ વિનોદ ચોપડા અકળાઈ ગયા.

નેહાના જમણા હાથ પર દાંતથી બચકુ ભરી લીધુ
તે આગળ આવ્યા અને ગુસ્સામાં ખુદ જ નેહાના જમણા હાથ પર દાંતથી બચકુ ભરી લીધુ. બધા જોતા રહી ગયા. ઉલ્લેખનીય છે કે નેહાએ વધુ ફિલ્મો ન કરી. બાદમાં તેણે મનોજ બાજપાઈ સાથે લગ્ન કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને હંમેશા માટે અલવિદા કહી દીધુ હતુ.












Click it and Unblock the Notifications
