હવે નહીં ચાલે બોલ્ડ બિઝનેસ, ULLU અને Desiflix સહિતના 25 OTT પર પ્રતિબંધ
દેશમાં હવે ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ દેખાડતી એપ્સ અને વેબસાઇટ્સ પર મોટી કાર્યવાહી કરાઈ છે. સરકાર દ્વારા bold અને adult કન્ટેન્ટ બતાવતી 25 OTT એપ્સ અને વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જેમાં ULLU, Desiflix, ALTT, BigShots, Boomex જેવી લોકપ્રિય પણ વિવાદાસ્પદ એપ્લિકેશન્સનો પણ સમાવેશ થાય છે.

માહિતી અનુસાર, સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય (MIB) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. Storyboard18ના રિપોર્ટ અનુસાર, કુલ 25 લિંક્સ પર એક્શન લેવામાં આવી છે, જેમાં ખૂબ જ અશ્લીલ અને અયોગ્ય પ્રકારના વિજ્ઞાપનો અને સામગ્રી દર્શાવવામાં આવી રહી હતી.
આ પરિબળોને ધ્યાનમાં લઈને સરકારે Internet Service Providers (ISP) ને આ તમામ લિંક્સ અને એપ્સ સુધી ભારતના જાહેર ઉપયોગ માટેની ઍક્સેસ બંધ કરવા સૂચના આપી છે.
- ULLU, Desiflix, ALTT, Boomex, BigShots App,
- Navrasa Lite, Gulaab App, Kangan App, Bull App, Jalwa App,
- Wow Entertainment, Look Entertainment, Hitprime, Feniyo, ShowX,
- Soul Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX,
- NeonX VIP, Fuggy, MozFlix, Triflix
સરકારના જણાવ્યા અનુસાર, આ એપ્સ દ્વારા IT Act 2000 ની કલમ 67 અને 67A, IPC 2023 ની કલમ 294 તથા 1986ના સ્ત્રીઓના અશ્લીલ પ્રદર્શનના પ્રતિબંધક અધિનિયમની કલમ 4 નું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હતું.
મહત્વપૂર્ણ છે કે, IT Act, 2000 અને Digital Media Code 2021 અંતર્ગત દેશના નાગરિકોને આવા અનૈતિક કન્ટેન્ટથી સુરક્ષિત રાખવા માટે મધ્યસ્થોએ આવા લિંક્સ પર કાર્યવાહી કરવાની ફરજ પડી રહી છે.
IT મંત્રાલય મુજબ, 2022થી જૂન 2025 વચ્ચે 1524 ગેરકાયદેસર જુગાર અને ઓનલાઈન સટ્ટાબાજીની એપ્સ પર પણ પ્રતિબંધ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રી જિતિન પ્રસાદ દ્વારા આ માહિતી લોકસભામાં આપવામાં આવી હતી.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
