BOLLY IN BRIEF : એક વિલનમાં શ્રદ્ધાના ગીત ગલિયાં...પર ફિદા આદિત્ય
મુંબઈ, 11 જૂન : આજકાલ અમિતાભ બચ્ચન પોતાની આવનાર કોઈ ફિલ્મ માટે નહીં, પણ પ્રથમ ટેલીવિઝન સીરિયલ અંગે ચર્ચામાં છે કે જેનું નામ છે યુદ્ધ. સોની ટીવી પર પ્રસારિત થનાર યુદ્ધ સીરિયલના દિગ્દર્શક અનુરાગ કશ્યપ છે.
અમિતાભ બચ્ચને આજે ટ્વિટર ઉપર યુદ્ધનું પોસ્ટર રિલીઝ કરતાં લખ્યું છે - પાટનગરમાં યુદ્ધનું પ્રમોશન ચાલુ છે. કાળઝાળ ગરમીમાં સાચે જ જુદો અનુભવ છે. અહીંનું તાપમાન 45 ડિગ્રી છે.
આ અગાઉ પણ અમિતાભે આ શો અંગે બ્લૉપ ઉપર લખ્યુ હતું - કારણ કે આપેદેશમાં 800 ટેલીવિઝન ચૅનલો વચ્ચેથી પસાર થવું છે, તેથી આપને ટેલીવિઝન પર ચારેબાજુથી ઉમટતી વિષય સામગ્રી વચ્ચે શંકા થાય છે કે આપના પોતાના પ્રયત્નોને જોવા કે વખાણવામાં આવશે કે કેમ. દેશમાં ફિલ્મોની સરખામણીમાં ટેલીવિઝન ત્રણ ગણુ વધુ ફાયદાકારક બની ગયું છે. તેથી હું ભયભીત છું કે ખબર નહીં, મારો શો ચાલશે કે નહીં.
ચાલો સ્લાઇડર સાથે BOLLY IN BRIEF દ્વારા બૉલીવુડ સમાચારોનો સાર જોઇએ :

યુદ્ધનું પોસ્ટર રિલીઝ
સોની ટીવી પર શરૂ થનાર પોતાની સીરિયલ યુદ્ધનું પોસ્ટર અમિતાભ બચ્ચને ટ્વિટર ઉપર રિલીઝ કર્યું છે. આ સીરિયલ જુલાઈમાં શરૂ થનાર છે કે જેનું હાલ દિલ્હીમાં પ્રમોશન ચાલી રહ્યું છે.

ઇંદર કુમારને જામીન
થોડાક દિવસ 23 વર્ષીય મૉડેલ ઉપર બળાત્કારના આરોપસર ધરપકડ કરાયેલા અભિનેતા ઇંદર કુમારને જામીન મળી ગયાં છે. તેમના મૅનેજરે આ માહિતી આપી હતી અને ઇંદર કુમારનો સાથ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

ફરી સાથે આવશે કમીને લવર્સ
શાહિદ-પ્રિયંકાની જોડી પુનઃ એક વાર રૂપેરી પડદે દેખાઈ શકે છે. ઇશ્કિયાના દિગ્દર્શક અભિષેક ચૌબે કમીને ફૅમ પ્રિયંકા ચોપરા અને શાહિદ કપૂરને લઈ ઉડતા પંજાબ નામની ફિલ્મ બનાવવા જઈ રહ્યાં છે. શાહિદે હા કહી દીધી છે, પરંતુ પ્રિયંકાના જવાબનો ઇંતેજાર છે.

સસરાની નકલ કરશે સૈફ
સૈફ અલી ખાન પોતાની આગામી ફિલ્મ હમશકલ્સમાં ત્રણ રોલમાં છે. તેમાંના એક રોલમાં સૈફ પોતાના સસરા એટલે કે કરીના કપૂરના પિતા રણધીર કપૂરની નકલ કરતાં દેખાશે.

હવે શૅમ્પૂ વેચશે આલિયા
ગાર્નિયર ફ્રક્ટિસે આલિયા ભટ્ટને પોતાની નવી બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરી છે. આલિયાએ જણાવ્યું કે તેમના માટે વાળ સૌંદર્યનો મોટો ભાગ છે. તેથી તેઓ વાળોનું ખાસ ધ્યાન રાખે છે.

રેખાની સમજણથી અભિષેકને આશ્ચર્ય
ફિલ્મકાર અભિષેક કપૂરની આગામી ફિલ્મ ફિતૂરમાં રેખા છે. અભિષેક રેખાની પાત્ર અને વાર્તાની ઉંડી સમજણ જોઈ આશ્ચર્યચકિત છે. ફિલ્મમાં રેખા રાણીના રોલમાં છે.

આદિત્ય ઉત્સાહિત
એક વિલન ફિલ્મમાં શ્રદ્ધા કપૂરે ગાયેલું ગલિયાં... ગીત આદિત્ય રૉય કપૂરને ખૂબ ગમી ગયું છે. શ્રદ્ધાના કથિત પ્રેમી આદિત્ય રૉય કપૂર કહે છે કે તેમણે આ ગીત સાંભળ્યું છે કે જે અતિસફળ ગીતોમાંનું એક બનશે.

રાણી મારી શુભચિંતક
ઉદય ચોપરા કહે છે કે રાણી મુખર્જી તેમના ભાભી કરતાં શુભચિંતક વધુ છે. રાણીએ તાજેતરમાં જ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતાં. ઉદયે જણાવ્યું કે મેં અને રાણીએ મુઝસે દોસ્તી કરોગે ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું અને તેઓ મારા શુભચિંતક છે.

સુભાષની વહારે નેહા
સુભાષ ઘઈની વિશલિંગ વુડ્સ ઇંટરનેશનલ ઇંસ્ટીટ્યૂટની ભૂતપૂર્વ વિદ્યાર્થિની અને નવોદિત અભિનેત્રી નેહા યાદવ કહે છે કે ઘઈ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે, પણ તેમની હાલની નિષ્ફળ ફિલ્મો તેમની છેલ્લી સિદ્ધિઓ અને વખાણ તેમનાથી છીનવી નહીં શકે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત





Click it and Unblock the Notifications
