For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બૉલિવુડમાં ફરીથી દુઃખદ સમાચાર! '2 સ્ટેટ્સ'માં આલિયાના પિતા બનેલા અભિનેતા શિવ સુબ્રમણ્યમનુ નિધન

લોકપ્રિય અભિનેતા અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પટકથા લેખક શિવ સુબ્રમણ્યમનુ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના લોકપ્રિય અભિનેતા અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પટકથા લેખક શિવ સુબ્રમણ્યમનુ નિધન થઈ ગયુ છે. ધારાવાહિક મુક્તિ બંધનમાં આઈએમ વિરાનીની ભૂમિકા નિભાવનાર અને '2 સ્ટેટ્સ'માં આલિયા ભટ્ટના પિતાની ભૂમિકા નિભાવનાર અભિનેતા શિવ સુબ્રમણ્યમનુ રવિવારે(10 એપ્રિલ, 2022) નિધન થઈ ગયુ. મોતનુ કારણ હજુ પણ અજ્ઞાત છે. ફિલ્મ નિર્માતા હંસલ મહેતાએ સોશિયલ મીડિયા પર સુબ્રમણ્યમના નિધનની માહિતી આપી છે. નિવેદનમાં અંતિમ સંસ્કારનુ વિવરણ પણ શામેલ છે જે સોમવારે સવારે મુંબઈમાં થવાનુ છે.

હંસલ મહેતાએ ટ્વિટ પર લખી પોસ્ટ

હંસલ મહેતાએ ટ્વિટ પર લખી પોસ્ટ

સોમવારે ટ્વિટર પર ફિલ્મ નિર્દેશક હંસલ મહેતાએ પોતાની સંવેદના વ્યક્ત કરીને શિવકુરમારના નિધનની માહિતી આપતી એક પોસ્ટ લખી, 'ઉંડા દુઃખ સાથે, અમે તમને સૌથી પ્રતિષ્ઠિત અને મહાન આત્માઓમાંના એક - આપણા પ્યારા શિવ સુબ્રમણ્યમના નિધન વિશ સૂચિત કરવા માંગીએ છીએ. અવિશ્વસનીય રીતે પ્રતિભાશાળી, તેમને વ્યક્તિગત રીતે અને સાથે પ્રોફેશનલી ખૂબ પ્રેમ અને સમ્માનિત કરવામાં આવ્યા હતા. અમે તેમની પત્ની દીયા, તેમના મા, પિતા, રોહન, રિંકી, ભાનુ ચિટ્ટી અને શિવના પરિવારના બધા અને તેમના મિત્રો અને પ્રશંસકોના વિશાળ સમૂહ પરિવાર પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ.'

શિવ સુબ્રમણ્યમનુ કરિયર

શિવ સુબ્રમણ્યમનુ કરિયર

તમને જણાવી દઈએ કે શિવ સુબ્રમણ્યમને વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્દેશિત પરિંદા(1989) અને સુધીર મિશા દ્વારા નિર્દેશિત હજારો ખ્વાહિશેં એસી(2005) માટે પટકથા લખવાનો પણ શ્રેય આપવામાં આવે છે. તેઓ બંને ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓમાં દેખાયા હતા. પોતાના શાનદાર કરિયર દરમિયાન શિવ સુબ્રમણ્યમને પરિંદા માટે સર્વશ્રેષ્ઠ પટકથા માટે ફિલ્મફેર પુરસ્કાર અને હજારો ખ્વાહિશેં એસી માટે સર્વશ્રેષ્ઠ કહાનીથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

શિવ સુબ્રમણ્યે કરેલી ફિલ્મો અને સીરિયલ

શિવ સુબ્રમણ્યે કરેલી ફિલ્મો અને સીરિયલ

શિવ સુબ્રમણ્યને હિચકી, રૉકી હેન્ડસમ, બેંગિસ્તાન, રહસ્ય, 2 સ્ટેટ્સ, ધેટ ગર્લ ઈન યલો બૂટ્સ, સ્ટેનલી કા ડબ્લા, તીન પત્તી, કમીને, 1942: અ લવ સ્ટોરી જેવી ઘણી ફિલ્મોમાં અભિનય કરવા માટે ઓળખવામાં આવે છે. તેઓ ગયા વર્ષે(2021)માં સાન્યા મલ્હોત્રા સ્ટારર ફિલ્મ 'મીનાક્ષી સુંદરેશ્વર'માં જોવા મળ્યા હતા. આ ઉપરાંત આ વર્ષે તેમની વધુ એક ફિલ્મ નેલ પૉલિશ પણ આવી હતી. શિવ સુબ્રમણ્યમે લાખોમે એક, પ્રધાનમંત્રી, કિસ્મત જેવી સીરિયલોમાં પણ અભિનય કર્યો છે. શિવ સુબ્રમણ્યમ પોતાની સ્ટેન્ડઆઉટ ઑનસ્ક્રીન ઉપસ્થિતિ માટે જાણીતા હતા.

English summary
Bollywood actor Shiv Subrahmanyam dies, all you need to know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X