સ્વર્ગમાં બની છે આ 7 સુપરસ્ટાર્સની જોડી, કોઈ 10 વર્ષ નાનું તો કોઈએ અરબપતિ સાથે કર્યા લગ્ન

રીલ અને રિયલ લાઈફમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જોડીઓ તો સ્વર્ગમાં બને છે. કેટલાક લોકો આ વાત માને પણ છે.

રીલ અને રિયલ લાઈફમાં તમે ઘણીવાર સાંભળ્યું હશે કે જોડીઓ તો સ્વર્ગમાં બને છે. કેટલાક લોકો આ વાત માને પણ છે. બોલીવુડ સ્ટાર્સની રિયલ લાઈફમાં પણ આ વાત અનુભવતા દેખાઈ રહ્યા છે. એટલે જ તો એવી સંખ્યાબંધ એક્ટ્રેસિસ છે જેને સાત સમુંદર પારથી પોતાના મિસ્ટર પર્ફેક્ટ મળ્યા.

આખરે આ તમામ હિરોઈન્સ સાત સમુન્દર પાર સોંગ ગાતા ગાતા પોતાના મિસ્ટર રાઈટની શોધમાં વિદેશ પહોંચ્યા. તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ પણ કંઈક આવું જ કર્યું. નિક જોનસ સાથેના લગ્ન આ વાતનું ઉદાહરણ છે.

આ પણ વાંચો: સેક્સી તો કોઈ બોલ્ડ, રેડ સાડીમાં 10 સુપરસ્ટાર એક્ટ્રેસ, હોશ ઉડાવી દે તેવી તસવીરો

પોતાના હમસફરની શોધ ફક્ત પ્રિયંકા જ નહીં અન્ય કેટલીક હિરોઈન્સ પણ ભારતની બહાર લઈ ગઈ છે. કોઈએ પોતાનાથી 10 વર્ષ નાના વ્યક્તિ સાથે લગ્ન કર્યા તો કોઈએ અરબપતિ સાથે સાત ફેરા લીધા. કેટલીક એક્ટ્રેસિસ તો એવી છે કે જે બોલીવુડમાં ફ્લોપ હતી તેમ છતાંય પતિની કરોડોની કમાણી પર આલિશાન જિંદગી જીવી રહી છે.

શ્રેયા સરન

શ્રેયા સરન

સુપરહિટ ફિલ્મ દ્રશ્યમમાં દેખાયેલી શ્રેયા સરને 2018માં પોતાના બોયફ્રેન્ડ અન્દ્રેઈ કૉસચીવ સાથે લગ્ન કર્યા. શ્રેયાનો પતિ રશિયન છે અને તે નેશનલ લેવલના ટેનિસ પ્લેયર છે.

પ્રીતિ અને જીન

પ્રીતિ અને જીન

પ્રીતિ ઝિંટાનો આજે જન્મદિવસ છે. તો તેમને તો યાદ કરવા જ પડે. પ્રીતિ ઝિંટાએ 2016માં અમેરિકન બિઝનેસમેન જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યા હતા. તમને જાણીને આશ્ચર્ય થશે કે પ્રીતિ ઝિન્ટાનો હસબન્ટ તેનાથી 10 વર્ષ નાનો છે.

સેલિના જેટલી અને પીટર હૉગ

સેલિના જેટલી અને પીટર હૉગ

અપના સપના મની મની અને નો એન્ટ્રી જેવી ફિલ્મોમાં દેખાયેલી બોલીવુડ એક્ટ્રેસ સેલિના જેટલીએ 2011માં દુબઈમાં બિઝનેસમેન પીટર હૉગ સાથે લગ્ન કર્યા હતા. પીટર અરબોની સંપત્તિ ધરાવે છે. તેમનો હોટેલનો બિઝનેસ છે.

રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ

રાધિકા આપ્ટે અને બેનેડિક્ટ

2012માં રાધિકા આપ્ટેએ લંડન બેઝ્ડ મ્યુઝિશિયન બેનેડિક્ટ ટેલર સાથે રજિસ્ટર્ડ મેરેજ કર્યા હતા. બંનેએ લંડનમાં ખાનગીમાં લ્ગન કર્યા હતા. 2013માં રાધિકાએ તેનો ખુલાસો કર્યો હતો.

આશકા અને બ્રેન્ટ

આશકા અને બ્રેન્ટ

ટીવી એક્ટ્રેસ આશ્કા ગોરડિયાએ 2017માં વિદેશી પ્રેમી બ્રેન્ટ ગોબલે સાથે લગ્ન કર્યા. બંનેએ હિન્દુ અને ક્રિશ્ચિયન રીતિ રિવાજથી લગ્ન કર્યા હતા. બ્રેન્ટ બિઝનેસમેન અને વેપન ઈન્સ્ટ્રક્ટર છે.

માધુરી દિક્ષીત અને શ્રીરામ નેને

માધુરી દિક્ષીત અને શ્રીરામ નેને

વિદેશમાં લગ્નની વાત આવે તો ધક ધક ગર્લને યાદ કરવી જ રહી. માધુરીએ 199માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા હતા. શ્રીરામ નેને યુકેના વતની છે.

પ્રિયંકા અને નિક

પ્રિયંકા અને નિક

પ્રિયંકા ચોપરાના લગ્ન 2018ના મોસ્ટ અવેઈટેડ મેરેજિસમાંના એક હતા. તેમણે 10 વર્ષ નાના વિદેશી બોયફ્રેન્ડ નિક જોનસ સાતે ઉદેપુરમાં લગ્ન કર્યા હતા. નિકે સાથે લગ્નને લઈ પ્રિયંકા ખાસ્સી ટ્રોલ પણ થઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X