Pics : આસ્કમેન માટે દરિયાઈ સફરે નિકળ્યાં સન્ની
મુંબઈ, 3 સપ્ટેમ્બર : રિયલિટી શો બિગ બૉસ દ્વારા ફિલ્મ જગતમાં દસ્તક આપનાર ભારતીય-કૅનેડિયન અભિનેત્રી સન્ની લિયોન દરિયાઈ સફરે કેમ નિકળ્યાં છે? દરિયાની અંદર એક વહાણમાં સન્ની લિયોન શું કરી રહ્યાં છે?
બહુ વિચારવાની જરૂર નથી. તેઓ પાછા પોતાના દેશ નથી જઈ રહ્યાં. હકીકતમાં સન્ની લિયોને તાજેતરમાં જ આસ્કમેન મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું છે કે જેમાં તેઓ દરિયા વચ્ચે એક વહાણમાં સફર કર રહ્યાં છે. ટેલીવિઝનના નાના પડદા સાથે ભારતીય ફિલ્મ અને ટીવી જગતમાં પ્રવેશ કરનાર સન્ની લિયોન આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.
તેમણે જિસ્મ 2 સાથે બૉલીવુડ કૅરિયર શરૂ કર્યુ હતું, તો છેલ્લે તેઓ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં દેખાયા હતાં અને હવે લીડ રોલ સાથે તેઓ જૅકપૉટ ફિલ્મમાં સચિન જોશી સાથે આવી રહ્યાં છે.
આવો તસવીરો સાથે જોઇએ સન્ની લિયોન :

દરિયાઈ સફરે સન્ની
સન્ની લિયોને તાજેતરમાં જ આસ્કમેન મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યું.

વહાણમાં સન્ની
આસ્કમેન મૅગેઝીન માટે કરાયેલ ફોટોશૂટ દરમિયાન સન્ની લિયોને એક વહાણમાં બેસી પોઝ આપ્યાં.

દરિયા વચ્ચે મસ્તી
ફોટોશૂટ દરમિયાન સન્ની લિયોને દરિયા વચ્ચે ખૂબ મસ્તી કરી.

બિગ બૉસથી એન્ટ્રી
સન્ની લિયોને બિગ બૉસ સાથે ભારતમાં એક્ટિંગ કૅરિયરની શરુઆત કરી હતી.

નચ બલિયેમાં આવી શકે
સન્ની લિયોન નચ બલિયેની છઠી આવૃત્તિમાં આવી શકે છે. કહે છે કે નચ બલિયે શોના આયોજકો શોની સફળતા માટે સન્ની લિયોનનો તડકો લગાવી શકે છે.












Click it and Unblock the Notifications
