ડ્રેસ કે બિકિની નહીં, ટોવેલમાં કરાવે છે એક્ટ્રેસિસ ફોટોશૂટ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં હોટ દેખાવાનો ટ્રેન્ડ ઘણા સમયથી છે. એક્ટ્રેસિસ વચ્ચે સુંદરતાની સાથોસાથ હવે વધુ હોટ દેખાવાની પણ હોડ જામી છે અને તેમાં આગળ નીકળવાનો સૌથી સરળ રસ્તો છે ફોટોશૂટ. ફોટોશૂટમાં પણ આજકાલ એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, ટોવેલ ફોટોશૂટ. બોલિવૂડમાં આ ટ્રેન્ડ શરૂ કર્યો છે કેટરિના કૈફે. કઇ રીતે? જાણો અહીં..

ટોવેલ સિરિઝ

ટોવેલ સિરિઝ

થોડા સમય પહેલાં જ કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પર ડેબ્યૂ કર્યું છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ સિઝલિંગ ફોટો પોસ્ટ કર્યો હતો. મારિયો ટેસ્ટિનોની હિટ ટોવેલ સિરિઝનો આ ફોટો છે. મારિયો ટોવેલ સીરિઝમાં ફીચર થનાર પહેલી બોલિવૂડ સ્ટાર છે કેટરિના કૈફ. આ તસવીર મારિયો ટેસ્ટિનો દ્વારા જ લેવામાં આવી છે. કેટરિના પહેલાં પણ અનેક એક્ટ્રેસિસ આવું ફોટોશૂટ કરાવી ચૂકી છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

આશિકી ગર્લ શ્રદ્ધા કપૂર પણ આવું ફોટોશૂટ કરાવી ચૂકી છે. તે આ ફોટોશૂટમાં અત્યંત સુંદર લાગી રહી હતી. શ્રદ્ધાની આગામી ફિલ્મ હાફ ગર્લફ્રેન્ડ રિલીઝ થવાની તૈયારીમાં છે, આ ફિલ્મમાં શ્રદ્ધાનો બોલ્ડ લૂક જોવા મળશે એવી લોકોને આશા છે. ફિલ્મના સોંગ અત્યારથી જ સુપરહિટ છે.

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન ફર્નાન્ડિઝ

જેકલિન પણ ટોવેલમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે. તે ફોટોઝમાં અત્યંત ક્યૂટ લાગી રહી છે. વરુણ ધવનની આગામી ફિલ્મ જુડવા 2માં જેકલિન જોવા મળશે, સલમાનની જુડવા ફિલ્મની આ રિમેક છે. ઘણા ઓછાને ખબર હશે કે આ ફિલ્મોમાં આવતાં પહેલાં જેકલિન શ્રીલંકામાં રિપોર્ટર તરીકે કામ કરતી હતી.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

કરણ જોહરની ક્યૂટ સ્ટુડન્ટ આલિયા ભટ્ટ જેટલી સુંદર છે એટલી જ હોટ પણ છે. તે બોલ્ડ અવતાર પણ ખૂબ ઇઝીલી કેરી કરી શકે છે. તેણે પણ આ જ ટાઇપનું એક ફોટોશૂટ કરાવ્યું છે.

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ

દીપિકા ભલે બોલિવૂડમાં તેના ડ્રેસિંગ માટે અવાર-નવાર ટ્રોલ થતી હોય, પરંતુ તે ક્યાંય કોઇ એક્સપરિમેન્ટ કરવાના બાકી રાખતી નથી. તે પણ ટોવેલ સિરિઝ જેવા જ પોઝ સાથે ફોટોશૂટ કરાવી ચૂકી છે. હાલ તે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કરી રહી છે. રિસન્ટલી તેનો મેટ ગાલા 2017નો લૂક ખૂબ ચર્ચામાં રહ્યો હતો.

કૃતિ સેનન

કૃતિ સેનન

આ ટાઇપનું જ ફોટોશૂટ કૃતિ સેનને પણ કરાવ્યું છે. જો કે, અહીં તે ટોવેલ નહીં ચાદરમાં નજરે પડે છે. કૃતિની સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ રાબતા રિલીઝ થવાની તૈયારીમાં છે. છેલ્લા ઘણા સમયથી કૃતિ અને સુશાંત એકબીજાને ડેટ કરી રહ્યાં હોવાની ખબરોએ જોર પકડ્યું છે, આ કારણે લોકોમાં આ ફિલ્મ અંગે ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

ફિલ્મોમાં મોટા ભાગે સાદા રોલમાં જોવા મળનારી સોનાક્ષીએ પણ ટોવેલમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. તેની હાલમાં જ આવેલી ફિલ્મ નૂર બોક્સ ઓફિસ પર ખાસ કમાલ દેખાડી શકી નથી, પરંતુ સોનાક્ષી પણ એટલી જલ્દી હાર માને એમ નથી.

રિયા સેન

રિયા સેન

રિયા સેન પોતાના હોટ એન્ડ બોલ્ડ અવતારને કારણે અવાર-નવાર ચર્ચાનું કેન્દ્ર બને છે. તો આ ટ્રેન્ડમાં તે કઇ રીતે પાછળ રહી જાય? તેણે પણ ટોવેલમાં ફોટોશૂટ કરાવ્યું છે અને તે પણ અન્ય એક્ટ્રેસિસ કરતાં વધારે બોલ્ડ તસવીર સાથે.

અહીં વાંચો -#HotnessAlert! ફરી ટેપલેસ થઇ આ એક્ટ્રેસ..વાયરલ થયા ફોટો

વીણા મલિક

વીણા મલિક

પાકિસ્તાની એક્ટ્રેસ વીણા મલિકને આમ તો હવે બોલિવૂડમાં કોઇ પૂછતું નથી. તે બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કરી રહી હતી તે દરમિયાન બોલ્ડનેસ જ તેની ઓળખ હતી. તે આવા અનેક ફોટોશૂટ કરાવી ચૂકી છે.

મંદાના કરીમી

મંદાના કરીમી

પ્રખ્યાત ઇરાની મોડેલ અને એક્ટ્રેસ મંદાના કરીમી પણ ટોવેલમાં ફોટોશૂટ કરાવી ચૂકી છે. મંદાનાના પિતા ભારતીય અને માતા ઇરાની છે. તે બિગ બોસ 9 અને ફિલ્મ ક્યા કૂલ હે હમ 3માં જોવા મળી હતી.

અહીં વાંચો

અહીં વાંચો

ઇલિયાનાએ કહ્યું, 'હું બેશરમ છું અને સુધરવાની નથી....'

ઇલિયાના ડી'ક્રૂઝે બિકિનીમાં તસવીર શેર કરી છે. તેના ફોટોશૂટની આ તસવીરો જોવાલાયક છે.

English summary
Bollywood actresses bold photo-shoot towel.
Please Wait while comments are loading...