Met Gala 2017: પ્રિયંકા છવાઇ, દીપિકા ફરી પછડાઇ
પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણનો મેટ ગાલા લૂક હાલ ખૂબ ચર્ચામાં છે. આ બેમાંથી બોલિવૂડની કઇ સ્ટાયલિશ દિવાએ બાજી મારી, જાણો અહીં..
મેગ ગાલા 2017માં પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણ બંન્ને હાજર રહી હતી. આ બંન્નેનો મેટ ગાલા લૂક હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. દીપિકા અને પ્રિયંકા બંન્ને આ ઇવેન્ટમાં એકબીજાથી બિલકુલ વિપરીત અંદાજમાં જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા પહેલેથી જ પોતાના રેડ કાર્પેટ લૂક્સ માટે ખૂબ વખણાય છે. બીજી બાજુ આ વખતે દીપિકાએ પણ લોકોને પોતાના લૂક થકી ઇમ્પ્રેસ કરવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા આ ઇવેન્ટમાં બિલકુલ હટકે લૂકમાં જોવા મળી હતી. લૂક્સ અને સ્ટાયલના મામલે પ્રિયંકાને કોઇ ટક્કર આપી શકે એમ નથી. લોકોનું ધ્યાન પોતાની તરફ કેમ ખેંચવું તે પ્રિયંકાને ખૂબ સરસ રીતે આવડે છે. તેણે અહીં રાલ્ફ લોરેનનો ટ્રેન્ચ કોટ ગાઉન પહેર્યો હતો, જેમાં તે અત્યંત સુંદર લાગી રહી હતી.

દીપિકા પાદુકોણ
દીપિકાએ આ ઇવેન્ટ સાથે જ હોલિવૂડ ઇવેન્ટમાં જાણે ડેબ્યૂ કર્યું છે. દીપિકા પોતાના લૂક્સને કારણે બોલિવૂડમાં અનેકવાર ટ્રોલ થઇ ચૂકી છે અને કદાચ એટલે જ તેણે આ ઇવેન્ટ માટે એક સિમ્પલ વ્હાઇટ ગાઉન પર પસંદી ઉતારી હતી. તેણે આ ઇવેન્ટમાં પોતાના લૂક્સ સાથે વધુ એક્સપરિમેન્ટ કરવાનું ટાળ્યું હતું.

PeeCeeના ડિફરન્ટ લૂક્સ પર ફિદા ફેન્સ
હોલિવૂડ હોય કે બોલિવૂડ, પ્રિયંકાએ તેના લૂક થકી ફેન્સને કે ફેશન ક્રિટિક્સને ક્યારેય નિરાશ નથી કર્યાં. દરેક ઇવેન્ટમાં તેનો આઉટફિટ, મેકઅપ, હેરસ્ટાયલ પરફેક્ટ હોય છે અને તે ખૂબ ખૂબીપૂર્વક લોકોથી અલગ તરી આવે છે. સોશિયલ મીડિયા પર પ્રિયંકાને ગાલાના તેના આ ડિફરન્ટ લૂક્સ પર અનેક કોમ્પલિમેન્ટ્સ મળ્યાં છે.

ફોરેન મીડિયામાં પણ પ્રિયંકાની બોલબાલા
પ્રિયંકા ચોપરાના ફેન્સ જ નહીં, ફોરેન મીડિયામાં પણ તેના આ લૂક્સના ખૂબ વખાણ થઇ રહ્યાં છે. ફોરેન ડેઇલી યુએસ વીકલીએ પ્રિયંકાના વખાણ કરતાં લખ્યું છે, ટ્રેન્ચ કોટ ડ્રેસમાં પ્રિયંકા ચોપરા ગજબની સુંદર લાગી રહી છે.

ટોમી હિલફિગર સાથે દીપિકા
તો બીજી બાજુ દીપિકાએ પણ આ ઇવેન્ટમાં લોકોનું ધ્યાન ખેંચવાનો ભરપૂર પ્રયત્ન કર્યો હતો. તે પોતાના સિમ્પલ વ્હાઇટ ગાઉનમાં અત્યંત સુંદર અને એલિગન્ટ લાગી રહી હતી. અહીં તેણે ટોમી હિલફિગર સાથે મીડિયા સામે પોઝ પણ આપ્યો હતો. આમ છતાં, સોશિયલ મીડિયા અને મીડિયામાં પ્રિયંકાના લૂક્સને જ વધારે અટેન્શન અને એપ્રિસિએશન મળ્યું છે.

અહીં વાંચો
અનુષ્કાના મોડેલિંગના દિવસોની આ Rare તસવીરો જોઇ તમે પણ આશ્ચર્યમાં ગરકાવ થઇ જશો. અનુષ્કા શર્મા ભારતની ટોપ મોડેલ્સમાંની એક રહી ચૂકી છે.

અહીં વાંચો
કેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ એકાઉન્ટ બનાવી પદાર્પણ કર્યું છે. માત્ર 24 કલાકમાં તેના એક મિલિયન ફોલોઅર્સ થઇ ગયા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
