PICS : અભિનેત્રીઓ કે જે Baby Bump સાથે જાહેરમાં આવી
મુંબઈ, 5 જુલાઈ : માતા બનવાનો અહેસાસ કેટલો સુખદ હોય છે? આ વાત તો દરેક સામાન્ય સ્ત્રી પણ જાણે છે. ફિલ્મી દુનિયામાં પણ અનેક હસીનાઓએ માતા બનવાનો અહેસાસ જીવી જાણ્યો છે. ગર્ભાવસ્થા દરમિયાન કોઇક હસીનાએ પોતાની પ્રેગ્નંસીને છુપાવી, તો કેટલીક હસીનાઓ ખુલ્લેઆમ ફુલેલા પેટ એટલે કે બૅબી બમ્પ સાથે ફૅન્સ વચ્ચે ફરતા નજરે પડી.
બૉલીવુડ જેવા ગ્લૅમર જગતમાં તો ફૅન્સને સામાન્ય રીતે પોતાની મનપસંદ અભિનેત્રીઓ કે હસીનાઓ વિશે આવા સમાચારોનો ઇંતેજાર રહે છે. હાલમાં સૌની નજર વિદ્યા બાલન અને કરીના કપૂર ઉપર છે કે જેમની સગર્ભાવસ્થા અંગે સમયાંતરે અટકળો-અફવાઓ ઉડતી જ રહે છે.
ચાલો હાલ તો આપને બતાવીએ એવી બૉલીવુડ હસીનાઓ કે જેઓ બૅબી બમ્પ સાથે જાહેરમાં આવી હતી :

તારા શર્મા
અભિનેત્રી તારા શર્માએ પોતાની પ્રેગ્નંસી દરમિયાન એક લાઇલ્ડકૅર મૅગેઝીન માટે ફોટોશૂટ કરાવ્યુ હતું.

કિરણ રાવ
પોતાના પતિ આમિર ખાન સાથે પ્રેગ્નંટ કિરણ રાવ તમામ પાર્ટીઓમાં નજરે પડ્યા હતાં.

માન્યતા દત્ત
સંજય દત્ત સાથે માન્યતા દત્ત સામાન્ય રીતે દેખાતા રહ્યાં.

મલાઇકા અરોરા ખાન
પ્રેગ્નંસી દરમિયાન મલાઇકા અરોરા ખાન પતિ અરબાઝ સાથે પાર્ટીઓ અટૅન્ડ કરતા દેખાયા હતાં.

અવંતિકા મલિક
તાજેતરમાં જ દીકરીને જન્મ આપનાર અવંતિકા મલિક પણ બૅબી બમ્પ દરમિયાન પતિ ઇમરાન ખાન સાથે જાહેરમાં આવ્યા હતાં.

જેનેલિયા ડિસૂઝા
પ્રેગ્નંસી દરમિયાન જેનેલિયા ડિસૂઝા પોતાના પતિ રીતેશ દેશમુખ સાથે એક ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચ્યા હતાં.

રીમા સેન
પ્રેગ્નંસી દરમિયાન રીમા સેન પતિ સાથે બઝારમાં શૉપિંગ કરતા દેખાયા હતાં.

સુનિધિ ચૌહાણ
સુરોના મલિકા સુનિધિ ચૌહાણ પણ સગર્ભાવસ્થા દરમિયાન જાહેરમાં દેખાયા હતાં.

ફરાહ ખાન
પ્રેગ્નંસી દરમિયાન ફરાહ ખાન શૂટિંગમાં વ્યસ્ત હતાં.

માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિત પણ સગર્ભાવસ્થા દરમિયાન પતિ શ્રીરામ નેને સાથે દેખાઈ ચુક્યાં છે.

અમૃતા અરોરા
પ્રેગ્નંસી દરમિયાન પતિ સાથે મોજ-મસ્તી કરતા નજરે પડ્યા હતાં અમૃતા અરોરા.

લારા દત્તા
લારા દત્તાનું બૅબી બમ્પ ખૂબ જ ચર્ચિત રહ્યુ હતું. તેઓએ ખચકાટ વગર કૅટવૉક કર્યુ હતું.

ઐશ્વર્યા રાય
બચ્ચન ખાનદાનના વહુ ઐશ્વર્યા રાય પણ પતિ અભિષેક અને સાસુ જયા બચ્ચન સાથે બૅબી બમ્પ સાથે બહાર આવ્યા હતાં.

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર પણ ખચકાટ વગર બૅબી બમ્પ સાથે જાહેરમાં આવ્યા હતાં.

કાજોલ
અજય દેવગણના પત્ની કાજોલ પ્રેગ્નંસી દરમિયાન પોતાના માતા અને બહેનો સાથે મોજ-મસ્તી કરતા જણાયા હતાં.

શિલ્પા શેટ્ટી
આઈપીએલ ટીમના માલિક શિલ્પા શેટ્ટી પ્રેગ્નંસી દરમિયાન પતિ રાજ કુન્દ્રા સાથે અનેક વખત જાહેરમાં આવ્યા હતાં.

ટ્વિંકલ ખન્ના
પિતા રાજેશ ખન્ના જ્યારે હૉસ્પિટલમાં દાખલ હતાં, ત્યારે પુત્રી ટ્વિંકલ ખન્ના બૅબી બમ્પ સાથે જ હૉસ્પિટલે પહોંચ્યા હતાં.

કોંકણા સેન શર્મા
કોંકણા સેન શર્મા બૅબી કૅર મૅગેઝીન કવર પર બૅબી બમ્પ સાથે નજરે પડ્યા હતાં.












Click it and Unblock the Notifications
