સૌભાગ્ય કે દુર્ભાગ્ય? આ હસીનાઓને મળ્યાં Second Hand પતિ....

મુંબઈ, 19 જુલાઈ : પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોઈ... ઢાઈ આખર પ્રેમ કે, પઢે સો પંડિત હોય... જ્યારે સામાન્ય જગતમાં લોકો પ્રેમ ખાતર પ્રાણોની આહુતિ આપી દેતા હોય છે, ત્યારે બૉલીવુડમાં ઑનસ્ક્રીન જ નહીં, પણ ઑફસ્ક્રીન પણ પ્રેમની બોલબાલા રહે છે.

ઢાઈ અક્ષર પ્રેમ કે...ની મોટી કમાલ એ છે કે તેના વશ થઈ અનેક સ્ટાર્સ અને ખાસ તો અભિનેત્રીઓ બીજી કે ત્રીજી પત્ની બનવા પણ તૈયાર થઈ જાય છે. હેમા માલિની, શ્રીદેવી થી લઈ વિદ્યા બાલન સુધી અનેક અભિનેત્રીઓ એવી છે કે જેમણે પોતાના પ્રેમને પામવા માટે બીજી કે ત્રીજી પત્ની બનવાનું પણ સ્વીકારી લીધું અને પોતાના પ્રેમને નિભાવી જાણ્યું. સૌથી તાજો દાખલો રાણી મુખર્જી છે, તો કરીના કપૂર અને શિલ્પા શેટ્ટી જેવી અભિનેત્રીઓનો પણ તેમાં સમાવેશ થાય છે કે જેઓ પોતાના પતિની બીજી કે ત્રીજી પત્ની બની છે અને તે પણ માત્ર ઢાઈ અક્ષર પ્રેમ કે... ખાતર.

ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડ અભિનેત્રીઓ કે જેમણે ડાયવૉર્સી સાથે લગ્ન કર્યાં છે :

રાણી મુખર્જી

રાણી મુખર્જી

બૉલીવુડ અભિનેત્રી રાણી મુખર્જીએ દિગ્દર્શક આદિત્ય ચોપરા સાથે ગત મહીને જ લગ્ન કર્યાં છે. આદિત્યના આ બીજા લગ્ન છે. તેમના પ્રથમ પત્ની પાયલ ખન્ના હતાં કે જેમની સાથે તેઓ છુટાછેડા લઈ ચુક્યાં છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

બૉમ્બશેલ ઑફ બૉલીવુડ શિલ્પા શેટ્ટીએ રાજ કુન્દ્રા સાથે લગ્ન કર્યાં અને આ સાથે જ તેઓ રાજના બીજા પત્ની બન્યાં. શિલ્પાએ સ્પષ્ટ કર્યુ હતું કે તેમણે રાજ સાથે ત્યારે લગ્ન કર્યાં કે જ્યારે તેઓ પહેલી પત્ની સાથે ઑલરેડી છુટાછેડા લઈ ચુક્યા હતાં.

લારા દત્તા

લારા દત્તા

ટેનિસ ખેલાડી મહેશ ભૂપતિના પ્રથમ પત્ની શ્વેતા જયશંકર હતાં, પરંતુ લારા દત્તાએ મહેશના બીજા પત્ની બનવાનું સ્વીકારી લીધું.

શ્રીદેવી

શ્રીદેવી

બૉલીવુડ અભિનેત્રી શ્રીદેવીએ નિર્માતા બોની કપૂર સાથે લગ્ન કર્યાં અને તેમના બીજા પત્ની બન્યાં. બોનીના પ્રથમ પત્ની મોના કપૂર હતાં અને તેમના વડે અર્જુન કપૂર નામનો પુત્ર પણ છે.

શબાના આઝમી

શબાના આઝમી

બૉલીવુડના વાર્તા લેખક, ગીતકાર અને કવિ જાવેદ અખ્તરે હની ઈરાની સાથે લગ્ન કર્યા હતાં. આમ છતાં તેઓ શબાના આઝમીને રુદિયુ દઈ બેઠાં. ફરહાન અને ઝોયાના પિતા જાવેદે શબાના માટે હનીને છુટાછેડા આપ્યાં અને શબાના સાથે લગ્ન કરી લીધાં.

સ્મિતા પાટિલ

સ્મિતા પાટિલ

નાદિરા બબ્બરના જીવનમાં મોટો ભૂકમ્પ સર્જાયો કે જ્યારે તેમના પતિ રાજ બબ્બરે છુટાછેડા આપી સ્મિતા પાટિલ સાથે લગ્ન કરી લીધાં. સ્મિતાએ રાજના પુત્ર પ્રતીકને જન્મ પણ આપ્યો. દરમિયાન સ્મિતાનુ નિધન થઈ ગયું અને નાદિરાએ રાજને ફરીથી પતિ તરીકે સ્વીકારી લીધાં.

હેમા માલિની

હેમા માલિની

હેમા માલિની અને ધર્મેન્દ્ર વચ્ચે પ્રેમાંકુરો શોલેના શૂટિંગ દરમિયાન ફૂટ્યાં. ધર્મેન્દ્ર પોતાના પ્રથમ પત્ની પ્રકાશ કૌર સાથે છુટાછેડા નહોતા લેવા માંગતાં અને હિન્દૂ તરીકે તેઓ બે પત્નીઓ નહોતા રાખી શકતાં. એટલે ધર્મેન્દ્રે ઇસ્લામ ધર્મ અંગીકાર કરી હેમા સાથે લગ્ન કરી લીધાં. આમ પ્રેમ ખાતર હેમાએ કોઈ પણ રીતે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી જ લીધાં.

કિરણ રાવ

કિરણ રાવ

આમિર ખાને કિરણ રાવ સાથે લગ્ન કરવા માટે પોતાના પ્રથમ પત્ની રીના દત્તાને છુટાછેડા આપી દીધાં. આમિરે 2001માં લગાનના સેટ પર કિરણને જોઈ હતી. આમ કિરણ રાવ આમિરના બીજા પત્ની બન્યાં.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

બૉલીવુડના ચોથા ખાન વિદ્યા બાલન પણ સિદ્ધાર્થ રૉય કપૂરના ત્રીજા પત્ની છે.

માન્યતા દત્તા

માન્યતા દત્તા

માન્યતા દત્ત સંજય દત્તના બીજા પત્ની છે. સંજયના પ્રથમ પત્ની રીચા શર્મા હતાં કે જેઓનું કૅંસરના કારણે નિધન થઈ ગયુ હતું.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂરે પણ પ્રેમ ખાતર પોતાના કરતા મોટી ઉંમરના સૈફ અલી ખાન સાથે લગ્ન કરી બીજા પત્ની બનવું સ્વીકાર્યું. સૈફના પ્રથમ પત્ની અમૃતા સિંહ હતાં.

કલ્કી કોચલીન

કલ્કી કોચલીન

કલ્કી કોચલીને પણ ડાઇવૉર્સી અનુરાગ કશ્યપ સાથે લગ્ન કર્યા હતાં. અનુરાગના પ્રથમ પત્ની આરતી બજાજ હતાં. જોકે હાલ અનુરાગ-કલ્કી પણ જુદા થઈ ગયાં છે.

રવીના ટંડન

રવીના ટંડન

અક્ષય કુમાર સાથે અફૅરમાં દિલ તુટ્યા બાદ રવીના ટંડને ડિસ્ટ્રીબ્યુટર અનિલ ઠડાણીના બીજા પત્ની બન્યાં. અનિલના પ્રથમ પત્ની નિર્માતા રોમૂ સિપ્પીના પુત્રી નતાશા સિપ્પી હતાં.

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર

એક સમયે અભિષેક બચ્ચનના પત્ની બનવાનું સ્વપ્ન સેવતાં કરિશ્મા કપૂરે બિઝનેસમૅન સંજય કપૂર સાથે લગ્ન કર્યાં અને તેમના બીજી પત્ની બન્યાં. સંજયના પ્રથમ પત્ની નંદિતા મહતાણી હતાં.

અમૃતા રાવ

અમૃતા રાવ

અમૃતા રાવે પણ ડાયવૉર્સી શકીલ લદાખ જોડે લગ્ન કર્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X