Pics : કોઈ ઉમર ન પૂછો ઇનકી...

મુંબઈ, 22 નવેમ્બર : ઉંમરની વાત આવે, તો પુરુષો તેનો ખુલાસો કરવામાં ક્યારેય છોછ કે સંકોચ નથી અનુભવતા, પરંતુ વાત સ્ત્રીઓની હોય, તો ભાગ્યે જ કોઈ સ્ત્રી કે યુવતી પોતાની સાચી ઉંમર લોકો સામે જાહેર કરતી હોય છે. આ તો વાત થઈ સામાન્ય યુવતીઓની. જો સામાન્ય યુવતીઓ પોતાની ઉંમર છુપાવવામાં પાવરઘી હોય, તો સેલિબ્રિટીઓ કઈ રીતે પોતાની સાચી ઉંમરનો ખુલાસો કરી શકે.

જોકે બૉલીવુડ હસીનાઓમાં ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત જેવી અભિનેત્રીઓ પણ છે કે જેઓ ખુલ્લેઆમ પોતાની ઉંમર કોઈની સામે પણ પ્રકટ કરી દે છે, પરંતુ આ જ બૉલીવુડમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જેઓ ઉંમર બતાવવાના નામે સૂગ ધરાવે છે. આવી અભિનેત્રીઓમાં માત્ર ફ્લૉપ અભિનેત્રીઓ જ નથી કે જેમને વધુ વય બતાવતા કૅરિયર ઉપર ખતરો દેખાતો હોય. આવી અભિનેત્રીઓમાં હિટ અભિનેત્રીઓ પણ છે કે જેમને ઉંમરનો ખુલાસો કરવામાં ક્યાંય પણ કૅરિયર આડે આવી ન શકે. આમ છતાં તેઓ આવી બાબતથી દૂર જ ભાગે છે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ ઉંમર છુપાવતી બૉલીવુડ હસીનાઓ :

કંગના રાણાવત

કંગના રાણાવત

કંગના રાણાવત પોતાની ઉંમર છુપાવતા 2009માં ઝડપાયા હતાં. કંગનાએ તે વખતે એટલે કે 2009માં કહ્યુ હતું કે તેઓ 22 વર્ષના છે, પરંતુ તેમનું પાસપોર્ટ તેમની ઉંમર 28 વર્ષ બતાવતુ હતું. એનો મતલબ એમ થયો કે કંગના હાલ 33 વર્ષના છે.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

બૅંગ બૅંગ અભિનેત્રી કૅટરીના કૈફે જણાવ્યુ હતું કે તેઓ રણબીર કપૂર કરતા નાના છે, પરંતુ આ બાબતમાં શંકા છે, કારણ કે કૅટો જન્મ 1981માં થયો હતો, જ્યારે રણબીરનો જન્મ 1982માં થયો હતો.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

થોડાક વર્ષ અગાઉ બિપાશા બાસુએ કહ્યુ હતું કે તેઓ 28 વર્ષના છે. બિપાશાનુ આ જુટ્ઠાણુ ત્યારે પકડાઈ ગયું કે જ્યારે તેમના એક જૂનિયરે જણાવ્યું કે બિપાશા તેમના કરતા 3 વર્ષ મોટા છે. બિપાશાનો જન્મ 1979માં થયો હતો અને આ હિસાબે તેઓ 35 વર્ષના થયાં.

ગૌહર ખાન

ગૌહર ખાન

ગૌહર ખાને 2011માં બહેન નિગાર ખાન સાથે ધ ખાન સિસ્ટર્સ રિયલિટી શોમાં પોતાનો 29મો જન્મ દિવસ ઉજવ્યો હતો. જોકે ગત વર્ષે બિગ બૉસ 7ના એક એપિસોડ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ 29 વર્ષના છે. ગૌહર તમે ભૂલી ગયા છો કે તમે 29ના નહીં, 31ના છો.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત ખોટુ બોલવામાં માહેર છે. તેમનો જન્મ 1976માં થયો હતો, પરંતુ તેઓ એમ જ વિચારે છે કે તેઓ વીસીમાં ચાલી રહ્યા છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

શું તમે જાણો છો કે શર્લિન ચોપરાની ઉંમર 30 વર્ષ છે? જોકે આ બોલ્ડ અભિનેત્રીને પોતાની ઉંમર અંગે ખુલાસો કરવો નથી ગમતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X