શાહરુખ ખાનને પત્ની ગૌરીથી લાગે છે ડર? કહ્યુ - હું દર 5 મિનિટે તેને ફોન કૉલ કરુ છુ
Shah Rukh Khan Scared of Gauri: બૉલિવુડના બાદશાહ શાહરૂખ ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ જવાનને લઈને ચર્ચામાં છે. તેની ફિલ્મને લઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન કિંગ ખાનનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં શાહરુખે જણાવ્યું કે કેમ તે શૂટિંગ દરમિયાન તેની પત્ની ગૌરી ખાનને ઘણી વખત ફોન કરે છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનના લગ્નને 32 વર્ષ થયા છે. પરંતુ એ વાત કોઈથી છુપી નથી કે બંને એકબીજાને કેટલો પ્રેમ કરે છે. કામ દરમિયાન તે ઘણીવાર તેની પત્નીને યાદ કરે છે અને વારંવાર ફોન કરે છે.

વર્ષો પહેલા જ્યારે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન શાહરૂખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે શું તે તેની પત્ની ગૌરીથી ડરે છે? તો તેણે આનો ફની જવાબ આપ્યો હતો. શાહરૂખ ખાનની જૂની કૉન્ફરન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
એક પત્રકારે અભિનેતાને પૂછ્યું, "શાહરૂખ જી, શું એ સાચું છે કે તમે દરેક શૂટ દરમિયાન તમારી પત્નીને 8-10 વાર ફોન કરો છો? શું તમે તેમનાથી ડરો છો?'' આ સવાલનો કિંગ ખાને એકદમ અલગ અંદાજમાં જવાબ આપ્યો.
શાહરૂખ ખાને કહ્યું, "ફોનને ડર સાથે શું કનેક્શન હૈ? હું તેને યાદ કરું છું, તેથી હું ફોન કરું છું. હવે જો તે મને દર 5 મિનિટે યાદ આવે તો હું ફોન કરીશ. જો તે દર 5 કલાકે યાદ આવશે તો પણ હું તેને ફોન તો કરીશ જ. અને હું કોઈ બીજાની પત્નીને ફોન નથી કરતો. એટલે મને લાગે છે કે તે ઠીક છે.'' અભિનેતાનો આ વીડિયો જોઈને ફેન્સ તેના જોરદાર વખાણ કરી રહ્યા છે.
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં તેની આગામી ફિલ્મ 'જવાન'માં જોવા મળશે. જેનો પ્રીવ્યુ હાલમાં જ રીલfઝ થયો છે. આ ફિલ્મમાં શાહરૂખ સિવાય દીપિકા પાદુકોણ અને નયનતારા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય અભિનેતાની ફિલ્મ 'ડંકી' પણ આ વર્ષે રિલીઝ થશે.












Click it and Unblock the Notifications
