આ બોલીવુડ સેલિબ્રિટીઝને મળી શકે છે મોદી સરકારમાં સ્થાન!
ગાંધીનગર, 27 મે: ગુજરાતના લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીએ આખરે 26મીએ દેશના વડાપ્રધાન તરીકેના શપથ ગ્રહણ કરી લીધા. મોદીના વડાપ્રધાન બનતા જ આખા દેશમાં જાણે ઉત્સવનો માહોલ સર્જાઇ ગયો હતો. નરેન્દ્ર મોદીની સાથે સાથે 44 મંત્રીઓએ પણ ગઇકાલે શપથ લીધા. જોકે નરેન્દ્ર મોદીએ પોતાના મંત્રીમંડળની રચના કરી દીધી છે પરંતુ જો મોદી સરકાર માટે મંત્રી મંડળની રચના બોલીવુડમાંથી કરવામાં આવે તો? આપણે સૌ જાણીએ જ છીએ કે આ મંત્રીઓ કેવા હશે અને તેઓ કેવી રીતે કાર્ય કરશે! તો એવામાં જો નરેન્દ્ર મોદી સાચે જ પોતાના મંત્રી મંડળની રચના બોલીવુડ સેલિબ્રિટીઝ દ્વારા કરે તો કેવું રહેશે?
જો ખરેખર નરેન્દ્ર મોદી પોતાના મંત્રીમંડળમાં બોલીવુડની નામચીન હસ્તીઓને સમાવે તો એ રસપ્રદ બની રહેશે કે કંઇ સેલિબ્રિટીને કયું મંત્રાલય મળે છે. નરેન્દ્ર મોદીનું બોલીવુડ સેલિબ્રિટીઝ સાથેનું કનેક્શન ખૂબ જ જુનું છે. ઘણા કલાકારો મોદીને મળવા ગાંધીનગર આવ્યા છે, તો ઘણાને મોદી ચૂંટણી પ્રચાર દરમિયાન મળ્યા છે, જેમાં અક્ષય કુમાર, અજય દેવગણ, પ્રીતિ ઝિન્ટા, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, રજનીકાંત વગેરે. અમિતાભ બચ્ચન તો ગુજરાતના પ્રવાસન વિભાગના બ્રાન્ડ એમ્બેસડર છે. મોદીની શપથવિધિ કાર્યક્રમમાં પણ ઘણી બોલીવુડ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો.
સ્લાઇડરમાં જોઇને તમે જ નક્કી કરો કે શું આ સેલિબ્રિટીને આ મંત્રાલય આપી શકાય ખરું...

કરીના કપૂર
માહિતી અને પ્રસારણ મંત્રાલય

ઉદય ચોપડા
ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કમ્યુનિકેશન

શબાના આઝમી
સામાજિક ન્યાય મંત્રાલય

મલ્લિકા શેરાવત
વિદેશ મંત્રાલય

અર્જુન કપૂર
ખાદ્ય અને કૃષિ મંત્રી

આમિર ખાન
ન્યાય અને અધિકારીતા મંત્રાલય

ઝોયા અખ્તર
પર્યાવરણ મંત્રી

અજય દેવગણ
રક્ષા મંત્રાલય

મહેશ ભટ્ટ
કાયદા અને ન્યાય મંત્રાલય

સલમાન ખાન
માનવ સંસાધન મંત્રાલય

બચ્ચન પરિવાર
સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય

અક્ષય કુમાર
રમત-ગમત મંત્રાલય

ગુલજાર
સાંસ્કૃતિક મંત્રાલય

શાહરૂખ ખાન
રેલવે મંત્રાલય

કરણ જૌહર
પ્રવાસન મંત્રાલય












Click it and Unblock the Notifications
