Peta માટે Pose આપી પોતાને Expose કરતી Hot હસીનાઓ

મુંબઈ, 30 જુલાઈ : ઘણી બૉલીવુડ સેલિબ્રિટીઓએ પીપલ ફૉર એથિકલ ટ્રીટમેંટ ઑફ એનિમલ્સ એટલે કે પેટા માટે ન્યુડ થઈ છે અને તેનો હેતુ પ્રાણીઓનું સંરક્ષણ હતો. આ સેલિબ્રિટીઓ પોતાના આ સાહસ દ્વારા લોકોને પ્રાણીઓના સંરક્ષણ માટે જાગૃત કરતી હોય છે.

કેટલીક સેલિબ્રિટીઓએ પ્રાણીઓ સાથે નૅચરલી પોઝ આપ્યા છે, તો કેટલીક અભિનેત્રીઓ પેટાની ઝુંબેશ માટે બોલ્ડ પણ બની છે. દાખલા તરીકે શર્લિન ચોપરા કે જેમણે પેટા માટે બોલ્ડ લિંગરી ફોટોશૂટ કરાવ્યુ હતું. મંદિરા બેદી, યાના ગુપ્તા, જૅકલીન ફર્નાન્ડીઝ, રવીના ટંડન, નેહા ધુપિયા, તનિષ્ઠા ચૅટર્જી તથા સોનાક્ષી સિન્હાએ પણ આવા સારા સામાજિક ઉદ્દેશ માટે પોઝ આપ્યા છે.

માત્ર અભિનેત્રીઓ જ નહીં, બૉલીવુડ અભિનેતાઓ જ્હૉન અબ્રાહમ તથા ઇમરાન ખાન પણ પેટા માટે પોઝ આપી ચુક્યાં છે. તેમાં પણ જ્હૉને તો એક વખત પેટા માટે શર્ટલેસ બોલ્ડ પોઝ આપ્યો હતો.

ચાલો તસવીરો સાથે જોઇએ પેટા માટે પોઝ આપી પોતાની જાતને એક્સપોઝ કરતી બૉલીવુડ સેલિબ્રિટીઓ :

યાના ગુપ્તા

યાના ગુપ્તા

દમ ફિલ્મના આયટમ સૉંગ બાબૂજી જરા ધીરે ચલો... દ્વારા જાણીતા બનેલા હૉટ એન્ડ સલ્ટ્રી યાના ગુપ્તાએ પેટા માટે આવો પોઝ આપ્યો હતો.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

પેટાની પક્ષી બચાવો ઝુંબેશ માટે જ્હૉને શર્ટલેસ બોલ્ડ પોઝ આપ્યો હતો.

રવીના ટંડન

રવીના ટંડન

રવીના ટંડને પણ પેટા માટે હૉટ પોઝ આપ્યો હતો.

નેહા ધુપિયા

નેહા ધુપિયા

હરિયાળીને સપોર્ટ કરવા નેહાએ લીફ ડ્રેસ પહેરી પોઝ આપ્યો હતો.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા

ઓહ! રસ્સી અને સાંકળથી બંધાયેલા શર્લિન ચોપરા. આ બૅડરૂમ છે, સર્કસ નથી.

રીચા ચડ્ઢા

રીચા ચડ્ઢા

બોલ્ડ એક્ટ્રેસ રીચા ચડ્ઢાએ પેટાની માછલી બચાવો ઝુંબેશ માટે મત્સ્ય-કન્યાનો રૂપ ધર્યો હતો.

જિયા ખાન

જિયા ખાન

સ્વર્ગસ્થ અભિનેત્રી જિયા ખાને પણ વન્ય જીવ સંરક્ષણ માટે આ પાંજરામાં કેદ અવસ્થામાં હૉટ પોઝ આપ્યો હતો.

જૅકલીન ફર્નાન્ડીઝ

જૅકલીન ફર્નાન્ડીઝ

શ્રીલંકન બ્યુટી જૅકલીને ઘોડા સંરક્ષણના ટેકામાં પેટા માટે પોઝ આપ્યો હતો.

ઇમરાન ખાન

ઇમરાન ખાન

કૂતરાઓને પ્રેમ કરનાર ઇમરાન ખાને તે અંગેની ઝુંબેશ દરમિયાન પોઝ આપ્યો હતો.

સોનાક્ષી સિન્હા

સોનાક્ષી સિન્હા

દબંગ ગર્લ સોનાક્ષી સિન્હાએ લોકોને કૂતરા-બિલાડી પાળવાની અપીલ કરતો પોઝ આપ્યો હતો.સોનાક્ષીએ પેટા સાથે એક જાહેરખબરમાં કામ કરી લોકોને કૂતરા-બિલાડી પાળવાની અપીલ કરી હતી.

અદા શર્મા

અદા શર્મા

પંખીઓ પ્રત્યે ક્રૂરતા તથા તેમને પાંજરામાં કેદ કરવાની વિરુદ્ધ પોતાનો ટેકો વ્યક્ત કરવા અદા શર્માએ પેટાની નવી પ્રચાર ઝુંબેશ સાથે જોડાઈ લોકોને પંખીઓને ખુલ્લા આકાશમાં મુક્ત થઈ ઉડવા દેવાનો અનુરોધ કર્યો હતો.

તનિષ્ઠા ચૅટર્જી

તનિષ્ઠા ચૅટર્જી

ગુલાબ ગૅંગ ફિલ્મમાં નજરે પડેલા અભિનેત્રી તનિષ્ઠા ચૅટર્જીએ લોકોને નિરાશ્રિત કૂતરા-બિલાડીઓને દત્તક લેવાની અપીલ કરી હતી. તનિષ્ઠા ચૅટર્જી પેટા ઇન્ડિયાની નવી જાહેરખબરમાં એક પરી બની હતી અને તેમાં વેલફૅર ફૉર સ્ટ્રે ડૉગ્સ સંસ્થા દ્વારા બચાવવામાં આવેલ એક ક્યૂટ ગલુડિયાને ખોળે લઈ બેઠાં હતાં. આ તસવીરનું શીર્ષક હતું : ‘બી એન એંજલ ફૉર એનિમલ્સ : ઑલવેઝ એડૉપ્ટ, નેવર બાય' એટલે કે પશુઓની રક્ષા કરો, તેમને ખરીદો નહીં, દત્તક લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X