વિરુષ્કાના મુંબઇ રિસેપ્શનમાં ઉમટ્યું બોલિવૂડ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અને ક્રિકેટ જગતનું હોટ ફોવરિટ કપલ એટલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ઇટલીમાં ગુપચુપ લગ્ન કર્યા બાદ અહીં 2 મોટા ફંક્શન કર્યા હતા. દિલ્હી બાદ મુંબઇમાં પણ તેમણે વેડિંગ રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોલિવૂડ અને ક્રિકેટ જગતની તમામ હસતીઓ ભેગી થઇ હતી. આ વેડિંગ રિસેપ્શનના ફોટોઝ ખૂબ સુંદર છે અને દરેક જગ્યાએ આ તસવીરો વાયરલ થઇ રહ્યાં છે.

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

વિરાટ કોહલી-અનુષ્કા શર્મા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે, એમાંની આ સૌથી સુંદર કેન્ડિડ તસવીર છે. વિરાટ અને અનુષ્કા કોઇ ડિસ્કશન કરી રહ્યાં છે અને એમાં અનુષ્કાનું રિએક્શન ખૂબ ક્યૂટ છે.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

આ રિસેપ્શનમાં બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન, શ્વેતા નંદા, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન જોવા મળ્યા હતા. બ્લેક સૂટમાં અમિતાભ અને અભિષેક બચ્ચન અને વ્હાઇટ સારીમાં શ્વેતા અને ઐશ્વર્યા પહોંચ્યા હતા. હંમેશની માફક ઐશ્વર્યા અત્યંત સુંદર લાગી રહી છે.

શાહરૂખ ખાન અને સાઇના નેહવાલ

શાહરૂખ ખાન અને સાઇના નેહવાલ

શાહરૂખ ખાન અનુષ્કાના ખાસ મિત્ર છે અને તેઓ અનુષ્કાના રિસેપ્શનમાં ન દેખાય એ ક્યાંથી બને? શાહરૂખ ખાન અને સાઇના નેહવાલ અહીં એક ફ્રેમમાં જોવા મળ્યા હતા. શાહરૂખે અહીં છૈંયા છૈંયા પર ડાન્સ કર્યો હોવાનું પણ કહેવાય છે.

એ.આર.રહેમાન

એ.આર.રહેમાન

વિરાટ-અનુષ્કાના રિસેપ્શનમાં ફેમસ મ્યૂઝિક કંપોઝર અને સિંગર એ.આર.રહેમાન પણ જોવા મળ્યા હતા. તેમની આ સેલ્ફી સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતે પણ વિરાટ-અનુષ્કાના આ રિસેપ્શનમાં હાજરી આપી હતી. ગોલ્ડન રંગના આઉટફિટમાં અનુષ્કા અત્યંત સુંદર લાગી રહી હતી, એ જ રંગની સાડીમાં ત્યાં પહોંચેલ માધુરી દીક્ષિત પણ અત્યંત સુંદર લાગી રહી હતી.

રણબીર કપૂર

રણબીર કપૂર

રણબીર કપૂર પણ અનુષ્કા શર્માના ખૂબ સારા મિત્રો છે. બોમ્બે વેલવેટ અને એ દિલ હે મુશ્કિલ એમ બે ફિલ્મોમાં તેમણે સાથે કામ કર્યું છે. સ્ટેજ પર પહોંચેલ રણબીરે ન્યૂલી વેડ કપલ સાથે પોતાના આગવા અંદાજમાં તસવીરો પડાવી હતી. રણબીર આ ફંક્શનમાં અંબાણી પરિવાર સાથે જોવા મળ્યા હતા.

કરણ જોહર અને રેખા

કરણ જોહર અને રેખા

આ ફંક્શનમાં કરણ જોહર, રેખા અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ જોવા મળ્યા હતા. હંમેશની માફક કરણ જોહર અને રેખા પોતાના આગવા અંદાજને કારણે છવાઇ ગયા હતા. રેડ અને ગોલ્ડન રંગની સાડીમાં રેખા અત્યંત સુંદર લાગી રહ્યા હતા અને કરણ જોહર વ્હાઇટ કલરની શેરવાનીમાં જોવા મળ્યા હતા. યંગ જનરેશનમાં સારા અલી ખાન અને ઇબ્રાહિમ ખાન જોવા મળ્યા હતા. આ સિવાય કંગના રાણાવત પણ અહીં જોવા મળી હતી.

English summary
Virat Kohli Anushka Sharma reception - Dhoni and other cricketers arrive in swag.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.