Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આમને શું ખૂટે છે? જુઓ ઈશ્વર શરણે બૉલીવુડની 41 તસવીરો

મુંબઈ, 26 જુલાઈ : બૉલીવુડ સ્ટાર્સ ફિલ્મોમાં એટલે કે રૂપેરી પડદે એટલે કે ઑન સ્ક્રીન ઘણા બધા અધાર્મિક કૃત્યો કરતા હોય છે, પરંતુ આ સ્ટાર્સ અંગત જીવન એટલે કે ઑફ સ્ક્રીન ઘણા ધાર્મિક હોય છે. ફિલ્મી પડદે તો દિગ્દર્શકે આપેલી ભૂમિકા ભજવવી તેમની મજબૂરી હોય છે, પણ અંગત જીવનમાં આ સેલિબ્રિટીઓ મોટાભાગે ધાર્મિક હોય છે અને પોતાની ફિલ્મોની સફળતા માટે ઈશ્વરના શરણે જતી હોય છે.

અહીં ઈશ્વરની શ્રેણીમાં ભગવાન, ખુદા, અલ્લાહ કે ગૉડ, સાઈબાબા, ગણપતિ, પીર-ફકીર કે કોઈ દેવી-દેવતા તમામ આવી જાય છે કે જેમના પ્રત્યે લોકો શ્રદ્ધા અને પૂજ્યભાવ ધરાવે છે. જ્યાં સુધી બૉલીવુડ સેલિબ્રિટીઓની વાત છે, તો મોટાભાગની બૉલીવુડ સેલિબ્રિટીઓ પોતાની ફિલ્મોની સફળતા માટે શૂટિંગથી લઈ પ્રમોશન સુધી તમામ પ્રકારના પ્રયત્નો અને મહેનત કરતા હોય છે, પરંતુ ફિલ્મ પ્રજાની અદાલતમાં પહોંચતા જ આ સેલિબ્રિટીઓ ઈશ્વરના શરણે પહોંચી જાય છે અને પ્રાર્થના કરે છે કે તેમની ફિલ્મ લોકોને ગમે અને તે સફળ થાય.

ચાલો આજે આપને બતાવીએ ફિલ્મો રિલીઝ થતા પહેલા ઈશ્વરના શરણે જતી બૉલીવુડ સેલિબ્રિટીઓની 41 તસવીરો :

અભિ-ઐશ

અભિ-ઐશ

બિગ બી અમિતાભ બચ્ચનના અભિનેતા પુત્ર અભિષેક અને અભિનેત્રી પુત્રવધુ ઐશ્વર્યા રાય શું માગવા પહોંચ્યા ઈશ્વરના શરણે?

હવે ખુદા પાસે

હવે ખુદા પાસે

અભિ-ઐશ હવે ખુદાના શરણે પહોંચ્યા છે.

અભિ માટે જરૂરી

અભિ માટે જરૂરી

આપણે જાણીએ છીએ કે ઐશ્વર્યા રાયે તો બૉલીવુડમાં ટોચનો મુકામ હાસલ કર્યો હતો, પરંતુ અભિષેકને જોઇએ તેવી સફળતા મળી નથી. કદાચ અભિ માટે પ્રાર્થના જરૂરી છે.

અક્ષય-કૅટ

અક્ષય-કૅટ

અક્ષય કુમાર અને કૅટરીના કૈફ નમસ્તે લંડન ફિલ્મની સફળતાની પ્રાર્થના માટે અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરે પહોંચ્યા હતાં.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

ઈશ્વરના શરણે સમગ્ર બચ્ચન પરિવાર.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

ઈશ્વરના શરણે સમગ્ર બચ્ચન પરિવાર.

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર

બચ્ચન પરિવાર અવારનવાર મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરની મુલાકાત લેતો રહે છે.

આર્ય-જેની-યુવરાજ

આર્ય-જેની-યુવરાજ

અમૃતસર ખાતેના સુવર્ણ મંદિરે પ્રાર્થના કરતા આર્ય બબ્બર, જેની ઘોટ્રા અને યુવરાજ.

બિપાશા બાસુ

બિપાશા બાસુ

બિપાશા બાસુએ આત્મા ફિલ્મની સફળતા માટે સિદ્ધિ વિનાયક મંદિરે જઈ પ્રાર્થના કરી હતી.

અજમેર પણ

અજમેર પણ

બિપાશા બાસુ આત્માની સફળતા માટે અજમેર દરગાહે પણ દુઆ કરવા ગયા હતાં.

જુહી ચાવલા

જુહી ચાવલા

જુહી ચાવલાએ પોઇલા બૈસાખ પર્વ પ્રસંગે મંદિરમાં હાજરી આપી હતી.

વિદ્યા બાલન

વિદ્યા બાલન

વિદ્યા બાલને તાજેતરમાં જ બૉબી જાસૂસ ફિલ્મની રિલીઝ પહેલા માહિમ ખાતેની દરગાહ જઈ સફળતા માટે દુઆ માંગી હતી.

દીપિકા પાદુકોણે

દીપિકા પાદુકોણે

વર્ષ 2013ની સૌથી સફળ અભિનેત્રી દીપિકા પાદુકોણેને કદાચ બૉલીવુડમાં ટોચનું સ્થાન સિદ્ધિ વિનાયક દાદાએ અપાવ્યું છે.

અજમેર પણ

અજમેર પણ

દીપિકા પાદુકોણેએ પોતાની ફિલ્મોની રિલીઝ પહેલા અજમેર ખાતને દરગાહે પણ ફૂલ અને ચાદર ચઢાવી હતી.

એકતા કપૂર

એકતા કપૂર

એકતા કપૂર પણ ઈશ્વરના શરણે જાય છે.

એકતા-સન્ની

એકતા-સન્ની

રાગિણી એમએમએસ 2ની સફળતા માટે એકતા કપૂર અને સન્ની લિયોન સિદ્ધિ વિનાયક મંદિરે પ્રાર્થના કરતા જણાય છે.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

સીરિયલ કિસર ઇમરાન હાશમી અલ્લાહની શરણે. ઇમરાને અમેજર દરગાહે ચાદર-ફૂલ ચઢાવ્યા હતાં.

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી

ઇમરાન હાશમી મોટાભાગે પોતાની ફિલ્મોની રિલીઝ પહેલા અજમેર દરગાહે જાય છે.

ગોવિંદા

ગોવિંદા

ગોવિંદા ઈશ્વરને શું પ્રાર્થના કરતા હશે? પોતાના કૅરિયર વિશે કે દીકરી નર્મદાના કૅરિયર વિશે?

ગ્રૅસી સિંહ

ગ્રૅસી સિંહ

લગાન ફૅમ ગ્રૅસી સિંહે અમૃતસરના સુવર્ણ મંદિરે જઈ લગાનની સફળતા માટે દુઆ કરી હતી.

હસલીન કૌર

હસલીન કૌર

ગોલ્ડન ટેમ્પલમાં અરદાસ કરતાં હસલીન કૌર.

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ

કૅટરીના કૈફ પણ પોતાની ફિલ્મોની રિલીઝ પહેલા અજમેર ખાતેની દરગાહનો ચક્કર ચોક્કસ લગાવે છે.

કિરણ ખેર

કિરણ ખેર

ગોલ્ડન ટેમ્પલમાં અરદાસ કરતાં કિરણ ખેર.

કુણાલ ખેમૂ

કુણાલ ખેમૂ

કુણાલ ખેમૂ સારા એક્ટર હોવા ઉપરાંત સોહા અલી ખાન સાથેના અફૅરના કારણે ચર્ચામાં રહે છે. કુણાલ દરગાહમાં ચઢાવવા માટે ફૂલ લઈ જતા જણાય છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

કિકનું હૉટ આયટમ સૉંગ કરનાર નરગિસ ફખરી ગોલ્ડન ટેમ્પલ ખાતે અરદાસ કરતા જણાય છે.

નીતા અંબાણી

નીતા અંબાણી

મુકેશ અંબાણીના પત્ની નીતાને કઈ ખોટ સાલે છે? કંઈક તો ખૂટતુ જ હશે.

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડે

પૂનમ પાન્ડેએ પોતાની પ્રથમ ફિલ્મ નશાની રિલીઝ પહેલા કુંભ મેળાની મુલાકાત લીધી હતી.

આશીર્વાદ

આશીર્વાદ

પૂનમ પાન્ડેએ કુંભ મેળામાં સંતોના આશીર્વાદ મેળવ્યા હતાં.

પ્રકાશ ઝા

પ્રકાશ ઝા

સત્યાગ્રહ અને રાજનીતિ જેવી સફળ ફિલ્મોના નિર્માતા પ્રકાશ ઝા અજમેર ખાતેની દરગાહમાં ફૂલ ચઢાવતા નજરે પડે છે.

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા

પ્રિયંકા ચોપરા પણ ફિલ્મોની રિલીઝ પહેલા અજમેર દરગાહની મુલાકાત લેતા હોય છે.

રણવીર સિંહ

રણવીર સિંહ

ગોલ્ડન ટેમ્પલ ખાતે પ્રાર્થના કરતા રણવીર સિંહ.

રવીના-મહિમા

રવીના-મહિમા

રવીના ટંડન અને મહિમા ચૌધરી ઈશ્વરના શરણે.

રવિ કિશન

રવિ કિશન

ભોજપુરી ફિલ્મોના સુપર સ્ટાર રવિ કિશન પણ અજમેર દરગાહની મુલાકાત લેતા રહે છે.

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી

ગોલમાલ સિરીઝ અને ચેન્નઈ એક્સપ્રેસ જેવી ફિલ્મોના નિર્માતા રોહિત શેટ્ટી અજમેર દરગાહે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન ગોલ્ડન ટેમ્પલ ખાતે અરદાસ કરતા જણાય છે.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાને જય હો ફિલ્મની રિલીઝ પહેલા મુંબઈના સિદ્ધિ વિનાયક મંદિરે જઈ ગણપત્તિ બાપ્પાના આશીર્વાદ પણ લીધા હતાં.

સલમાન ખાન

સલમાન ખાન

સિદ્ધિ વિનાયક મંદિરે પુજારીના આશીર્વાદ લેતા સલમાન ખાન.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

શાહરુખ ખાને પોતાની ફિલ્મની રિલીઝ પહેલા અજમેર દરગાહની મુલાકાત લીધી હતી.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

બૉલીવુડ અને પછી આઈપીએલમાં ભાગ્ય અજમાવનાર શિલ્પા શેટ્ટીએ પણ ઈશ્વર પાસે કંઇક લેવાનું બાકી છે.

બૉબી-સન્ની

બૉબી-સન્ની

યમલા પગલા દીવાનાની રિલીઝ પહેલા ગોલ્ડન ટેમ્પલ ખાતે અરદાસ કરતાં બૉબી અને સન્ની દેઓલ.

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉય

વિવેક ઓબેરૉયે પણ પોતાની ફિલ્મની રિલીઝ પહેલા ગોલ્ડન ટેમ્પલ ખાતે અરદાસ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X