Time Machine : જૂના જમાનાની સફરે લઈ જશે આ બૉલીવુડ ફિલ્મો!

મુંબઈ, 4 નવેમ્બર : પીરિયડ ડ્રામા બૉલીવુડનો નવો પ્રેમ બની ચુક્યો છે. છેલ્લા થોડાક વર્ષોમાં લુટેરા જેવી અનેક પીરિયડ ડ્રામા આધારિત ફિલ્મો આવી ચુકી છે, તો આગામી ઘણી ફિલ્મો પણ એવી છે કે જેના વડે બૉલીવુડ જૂના જમાનાની સૈલગાહે નિકળવાની તૈયારી કરી રહ્યું છે.

પીરિયડ ડ્રામા ફિલ્મો સામાન્ય રીતે કોઈ પણ નિર્માતા-દિગ્દર્શક માટે રિસ્ક હોય છે, કારણ કે સોનાક્ષી સિન્હા અને રણવીર સિંહ અભિનીત લુટેરા જેવી ફિલ્મ પણ બૉક્સ ઑફિસે સક્સેસ નહોતી થઈ. હવે આગામી પીરિયડ ફિલ્મોની સફળતાનું રેટિંગ શું રહેશે? એ તો સમય જ બતાવશે. હાલમાં આવી આગામી ફિલ્મોમાં સૌથી ચર્ચિત નામ છે રંગ રસિયા કે જેમાં નંદના સેન અને રણદીપ હુડા લીડ રોલ કરી રહ્યા છે.

હાલ તો આપને બતાવીએ નવા દોરમાં જૂના જમાનાની યાદ અપાવનારી આગામી ફિલ્મો :

બૉમ્બે વેલ્વેટ

બૉમ્બે વેલ્વેટ

રણબીર કપૂરની નવી ફિલ્મ બૉમ્બે વેલ્વેટ રિલીઝ અગાઉ છેલ્લી તૈયારીઓ કરી રહી છે. અનુરાગ કશ્યપના આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં ત્રુટિનો અવકાશ નથી. હાલ તો અનુરાગ ફિલ્મ માટે એક પ્રમોશનલ ગીત શૂટ કરવા માંગે છે. બૉમ્બે વેલ્વેટમાં સાઇઠના દાયકાના મુંબઈને બતાવવાની કોશિશ કરાઈ છે. ફિલ્મમાં રણબીર કપૂર પણ 60ના દાયકાની સ્ટાઇલમાં રૉક-એન-રોલ કરતા નજરે પડશે.

બ્યોમકેશ બક્શી

બ્યોમકેશ બક્શી

દિબાકર બૅનર્જી બ્યોમકેશ બક્શી ફિલ્મ દ્વારા ચાલીસના દાયકાના કલકત્તાને સેલ્યુલાઇડ પર કંડારવા જઈ રહ્યાં છે. ટ્રેલરમાં સુશાંત સિંહ રાજપૂતના ધોતી લુકે લોકોની ઉત્સુકતા વધારી દીધી છે. કલકત્તાની હાથગાડીથી લઈ આઝાદીની કહાણીઓ સુધી દર્શકોને બધુ જોવા મળશે.

બાજીરાવ મસ્તાની

બાજીરાવ મસ્તાની

રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદુકોણેના રાજાશાહી ઠાઠ-બાટ અને 1720નુ મરાઠા રાજ. બાજીરાવ મસ્તાનીની થીમ જ એવી છે કે દર્શકો આતુરતાપૂર્વક તેનો ઇંતેજાર કરી રહ્યા છે. ફિલ્મમાં રણવીરનો ટકો લુક પણ કમાલ લાગશે. સંજય લીલા ભાનુશાળી આ ફિલ્મ બનાવી રહ્યા છે.

1911

1911

શૂજીત સરકારની આ ફિલ્મ 1911ની એક ઐતિહાસિક ફુટબૉલ મૅચના વિજયની કહાણી છે. 1911 ફિલ્મમાં તે વખતના ફુટબૉલ ખેલાડીઓને તે જ ક્લેવરમાં દર્શાવવામાં આવશે. ફિલ્મમાં જ્હૉન અબ્રાહમ લીડ રોલમાં હશે. જ્હૉન પોતે એક ફુટબૉલ સ્ટાર છે અને શુજીત સરકાર પણ ફુટબૉલ ખેલાડી રહી ચુક્યાં છે. તેથી દર્શકોને 1911 પાસે ઘણી આશાઓ રહેશે.

બૉર્ડર 2

બૉર્ડર 2

1975ના ભારત-પાકિસ્તાન યુદ્ધના છેલ્લા ત્રણ દિવસની કહાણી પર આધારિત છે જે પી દત્તાની ફિલ્મ બૉર્ડર 2. ફિલ્મમાં ઘણી બધી ઇમર્જંસીના દોરની બાબતો હશે. જૂનો રંગ-ઢંગ, બોલ-ચાલ અને ભાષા. બૉર્ડર 2 ફિલ્મ દ્વારા સન્ની દેઓલ અને સુનીલ શેટ્ટી કમબૅક કરશે અને વૉર આધારિત મૂવી માટે તો જે પી દત્તા પ્રખ્યાત છે.

રંગરસિયા

રંગરસિયા

કેતન મહેતાની રંગરસિયા 19મી સદીના એક ચિત્રકાર રાજા રવિ વર્માની વાર્તા છે. જોકે ફિલ્મના બોલ્ડ વિષયના કારણે તે 5 વર્ષથી ડબ્બામાં છે, પરંતુ હવે તે રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મમાં રણદીપ હુડા અને નંદના સેન લીડ રોલમાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X