Pics : શૂટિંગ દરમિયાન અરશદને ઈજા : જુઓ ઈજાગ્રસ્તોની યાદી!
મુંબઈ, 31 જાન્યુઆરી : લાગે છે કે આજકાલ આપણા બૉલીવુડ ફિલ્મોના હીરોને કોઇની ખરાબ નજર લાગી ગઈ છે. એટલે જ તો દર ત્રીજા-ચોથા દિવસે બૉલીવુડ અભિનેતાઓને ઈજા થવાના સમાચારો વહેતા થઈ જાય છે. તાજેતરમાં જ હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન શાહરુખ ખાન ઈજાગ્રસ્ત થયા હતાં અને તે અગાઉ ક્રિશ 3 તથા બૅંગ બૅંગ ફિલ્મોના શૂટિંગમાં હૃતિક રોશનને ઈજા થઈ હતી, તો હવે આ હરોળમાં અરશદ વારસી પણ જોડાઈ ગયાં છે.
મળતી માહિતી મુજબ ધ લીજેંડ ઑફ માયકલ મિશ્રા ફિલ્મમાં એક સ્ટંટ દરમિયાન અરશદ વારસી ધાતુની બનેલી ટ્રૉલીથી ટકરાઈ ઈજાગ્રસ્ત બની ગયાં. તેમનું માથુ ટ્રૉલીથી અથડાવવાના કારણે ઈજા પહોંચી. જોકે ગભરાવવા જેવી કોઈ વાત નથી, કારણ કે તેમની ઈજા ગંભીર નથી. પોતાની ઈજા અંગે અરશદે ટ્વિટર ઉપર માહિતી આપી છે. અરશદે ટ્વિટર પર લખ્યું છે - મારી દરકાર લેવા બદલ આપ સૌનો આભાર. હું સાજો છું અને તબીબોના ઑબ્ઝર્વેશન હેઠળ છું. હું એટલુ જ કહી શકું કે હું બહુ ભાગ્યશાળી હતો. મારા ખ્યાલથી ભગવાન સાચે જ મને પ્રેમ કરે છે.
ચાલો તસવીરો સાથે જોઇએ બૉલીવુડ અને ઈજાઓની માહિતી :

અમિતાભ-કુલી
બૉલીવુડમાં શૂટિંગ દરમિયાન સૌથી ચર્ચિત અને ગંભીર ઈજાનો કોઈ બનાવ હોય, તો તે અમિતાભ બચ્ચન સાથે બનેલો બનાવ છે. કુલી ફિલ્મના શૂટિંગ દરમિયાન 1983માં અમિતાભને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમને મળવા તે વખતના વડાપ્રધાન ઇંદિરા ગાંધી પોતે હૉસ્પિટલ ગયા હતાં.

શાહરુખ-હૅપ્પી ન્યુ ઈયર
તાજેતરમાં જ શાહરુખ ખાન હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતાં. તેમને તાત્કાલિક હૉસ્પિટલે લઈ જવા પડ્યા હતાં.

સલમાન-જય હો
જય હો ફિલ્મના શૂટિંગ દરમિયાન સલમાન ખાન જુલાઈ-2013માં હૈદરાબાદ ખાતે ઘાયલ થઈ ગયા હતાં. તેમના જમણા પગે ઈજા પહોંચી હતી.

અભિષેક-બોલ બચ્ચન
જયપુરમાં સપ્ટેમ્બર-2013માં અભિષેક બચ્ચન બોલ બચ્ચન ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતાં. રિક્શામાંથી પડી જતાં તેમની પીઠે ઈજા પહોંચી હતી.

વિવેક-ઝિલા ગાઝિયાબાદ
વિવેક ઓબેરૉય પણ ઝિલા ગાઝિયાબાદ ફિલ્મના શૂટિંગ દરમિયાન સપ્ટેમ્બર-2011માં ઈજાગ્રસ્ત બન્યા હતાં.

વીણા-સિલ્ક સક્કત માગા
વીણા મલિક જુલાઈ 2013માં દક્ષિણ ભારતીય ફિલ્મ સિલ્ક સક્કત માગાના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતાં. તેમના નખે ઈજા થઈ હતી.

રવિ-ઇશક
નવેમ્બર-2011માં ઇશક ફિલ્મના શૂટિંગ દરમિયાન રવિ કિશનને ઈજા પહોંચી હતી.

પરિણીતી-હસી તો ફસી
હસી તો ફસી ફિલ્મના સેટ પર પરિણીતી ચોપરાને જૂન-2013માં ઈજા પહોંચી હતી.

સન્ની-ટીના એન્ડ લોલો
સન્ની લિયોન પણ ઈજાગ્રસ્તોની યાદીમાં છે કે જેમને નવેમ્બર-2013માં ટીના એન્ડ લોલો ફિલ્મમાં એક એક્શન સીન કરતાં ઈજા પહોંચી હતી.

રણવીર-લુટેરા
રણવીર સિંહ માર્ચ-2012માં લુટેરા ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન ઘાયલ થયા હતાં. તેમની કમરે ઈજા પહોંચી હતી. રણવીર ડિસેમ્બર-2012માં પણ ગુન્ડે ફિલ્મના એક ગીતના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત બન્યા હતાં.

ધર્મેન્દ્ર-વાયપીડી 2
ધર્મેન્દ્ર યમલા પગલા દીવાના 2ના શૂટિંગ દરમિયાન ફેબ્રુઆરી-2013માં ખરગોન ખાતે રસ્સીમાં ફસાઈ પડી જઈ ઈજાગ્રસ્ત બન્યા હતાં.

જાવેદ-ડબલ ધમાલ
હાસ્ય અભિનેતા જાવેદ જાફરીને પણ મે-2011માં ડબલ ધમાલ ફિલ્મના શૂટિંગ દરમિયાન પગે ઈજા પહોંચી હતી.

ઇરફાન-પાન સિંહ તોમર
ઇરફાન ખાનને પણ પાન સિંહ તોમર ફિલ્મના શૂટિંગ દરમિયાન એપ્રિલ-2009માં ઈજા પહોંચી હતી.

અમીષા પટેલ
તાજેતરમાં જ અમીષા પટેલ એક અનામ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક્શન સિક્વંસ કરતી વખતે સીડી ઉપરથી પડી જતા ઈજાગ્રસ્ત બન્યા હતાં.












Click it and Unblock the Notifications
