Spotted : કરણ જૌહરનું ઘર બન્યું ‘પ્રેમી પંખીડાઓનો અડ્ડો’...

મુંબઈ, 21 નવેમ્બર : જાણીતા ફિલ્મમેકર કરણ જૌહર સામાન્ય રીતે પોતાના ઘરે પાર્ટીઓ આપતા હોય છે અને તેમના ઘરે બૉલીવુડની મોટી-મોટી હસ્તીઓ પહોંચતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસમાં જોવા મળ્યુ છે કે કરણ જૌહરનું ઘર જાણે પ્રેમી પંખીડાઓનો અડ્ડો બનતો જાય છે.

થોડાક દિવસ પહેલા કરણ જૌહરની બર્થ ડે પાર્ટીમાં પણ બૉલીવુડ સિતારાઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતાં અને કેટલાક સ્ટાર્સ પોતાના લવર્સ સાથે પહોંચ્યા હતાં, તો ગઈકાલે પણ કંઇક એવુ જ થયું. કરણ જૌહરના ઘરે શાનદાર પાર્ટી હતી અને તે પાર્ટીમાં એક નહીં, પણ બે-બે પ્રેમી જોડીઓ પહોંચી.

હાલમાં બૉલીવુડમાં સૌથી ચર્ચિત બે જ પ્રેમ પ્રકરણો છે. એક તો કૅટરીના કૈફ અને રણબીર કપૂરનું લવ અફૅર, તો બીજું અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીનું લવ અફૅર. આ ચારે પ્રેમી પંખીડાઓ ગઈકાલે કરણ જૌહરના ઘરે યોજાયેલ પાર્ટીમાં ખાસ આકર્ષણના કેન્દ્ર બન્યા હતાં.

ચાલો તમે પણ જુઓ કરણ જૌહરના ઘરે યોજાયેલ પાર્ટીની તસવીરો :

કરણનું ઘર બન્યું લવર્સ પૉઇંટ

કરણનું ઘર બન્યું લવર્સ પૉઇંટ

કરણ જૌહરે તાજેતરમાં જ પોતાના ઘરે એક પાર્ટી આપી હતી કે જેમાં અનેક બૉલીવુડ સ્ટાર્સ હાજર રહ્યા હતાં.

કિરણ-આમિર

કિરણ-આમિર

કરણ જૌહરના ઘરે યોજાયેલ પાર્ટીમાં પત્ની કિરણ રાવ સાથે પહોંચતાં આમિર ખાન.

રણબીર-કૅટ

રણબીર-કૅટ

કરણના ઘરે યોજાયેલ પાર્ટીમાં લવ બર્ડ્સ રણબીર કપૂર અને કૅટરીના કૈફ પણ પહોંચ્યા હતાં.

સૌથી ચર્ચિત પ્રકરણ

સૌથી ચર્ચિત પ્રકરણ

રણબીર-કૅટનું લવ અફૅર આજકાલ ખૂબ જ ચર્ચામાં છે.

લિવ ઇન રિલેશનશિપ

લિવ ઇન રિલેશનશિપ

કહે છે કે રણબીર-કૅટ હાલમાં લિવ ઇન રિલેશનશિપમાં છે.

લગ્નની તૈયારીઓ

લગ્નની તૈયારીઓ

એમ પણ કહે છે કે રણબીર-કૅટ બહુ જલ્દી લગ્ન કરી લેવાના છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા

સિદ્ધાર્થ મલ્હોત્રા

કરણની પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ હાજર રહ્યા હતાં.

બીજી જોડી

બીજી જોડી

બૉલીવુડ અને ક્રિકેટ જગતમાં આજકાલ વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનું લવ અફૅર પણ ચૌરેને ચોટે ચર્ચામાં છે. આ બંને પણ કરણના ઘરે એક જ ગાડીમાં પહોંચ્યા હતાં.

ઝોયા અખ્તર

ઝોયા અખ્તર

કરણના ઘરે પહોંચતાં ઝોયા અખ્તર.

વીડિયો

સ્લાઇડર પર ક્લિક કરો અને જુઓ કરણના ઘરે યોજાયેલ પાર્ટીમાં પહોંચતી બૉલીવુડ હસ્તીઓ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X