For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રેમને સિમાડા ન હોયઃ બૉલીવુડની રીયલ લવ સ્ટોરી

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 મે : યાદ કરો શાહરુખ ખાનની ફિલ્મ દિવલાલે દુલ્હનિયા લે જાયેંગે કે જ્યાં રાજ અને સિમરનના મિલનને કોઈ રોકી નહોતુ શક્યું. મોસ્ટ રોમાંટિક ફિલ્મ દિવલાલે દુલ્હનિયા લે જાયેંગે કરીના કપૂરને એટલી બધી ગમી ગઈ હતી કે તેમઓ વારંવાર આ ફિલ્મ જોતા હતાં. એટલુ જ નહીં, કરીના કપૂર આ ફિલ્મને ભારતીય સિનેમામાં ઐતિહાસિક ગણાવતા અને આ મુદ્દે તેઓ ઝોયા અખ્તર સાથે બાઝી પણ પડ્યા હતાં.

કરીના કપૂરે દિવલાલે દુલ્હનિયા લે જાયેંગે અંગે એમ પણ કહ્યુ હતું કે જ્યારે પણ તેઓ આ ફિલ્મ જુએ છે, ત્યારે તેમને લાગે છે કે તેઓ ટ્રેન પાછળ દોડી રહ્યાં છે. આ જ પાવર છે બૉલીવુડ સિનેમાનું ઑડિયંસ પર. કોઈ પણ દર્શક આ ફિલ્મના રોમાંસ સાથે પોતાને જોડી નાંખે છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મમાં રાજ હિન્દૂ હતો અને સિમરન શીખ. બંનેના ધર્મો જુદા હતાં, પરંતુ આમ છતાં અંતે બંનેનો મેળાપ થઈ જાય છે.

હવે આવીએ મુદ્દાની વાત ઉપર. બૉલીવુડના અનેક અભિનેતાઓ-અભિનેત્રીઓ પણ પોતાના દ્વારા ફિલ્મમાં ભજવાયેલ પાત્રોથી પ્રેરાતા હોય છે. એટલે જ તો બૉલીવુડના અનેક સ્ટાર્સ જ્યારે પ્રેમ કરે છે, ત્યારે પાત્રનું ધર્મ નથી જોતાં અને ધર્મના સીમાડા ઓળંગીને પણ લગ્ન કરી લેતા હોય છે. આજે આપને બતાવીએ બૉલીવુડની એવી જ જોડીઓ કે જેમણે ધર્મના સીમાડા ઓળંગીને લગ્ન કર્યાં.

શાહરુખ-ગૌરી

શાહરુખ-ગૌરી

શાહરુખ ખાન અને ગૌરીનું દામ્પત્ય જીવન સુખમય પસાર થઈ રહ્યું છે. શાહરુખ મુસ્લિમ છે કે જેમની ગૌરી સાથે મુલાકાત 1984માં થઈ હતી. 26મી ઑગસ્ટ, 1984ના રોજ બંનેએ કોર્ટ મૅરેજ કરી લીધાં.

સુનીલ-માના

સુનીલ-માના

સુનીલ શેટ્ટી હિન્દૂ, તો માના કાદરી મુસ્લિમ છે. સુનીલ જ્યારે પહેલી વાર માનાને મળ્યાં, ત્યારે તેઓ માત્ર 17 વર્ષના હતાં. 9 વર્ષની રિલેશનશિપ બાદ બંનેએ 1991માં લગ્ન કર્યાં.

સંજય-માન્યતા

સંજય-માન્યતા

સંજય દત્ત હિન્દૂ છે, જ્યારે માન્યતા મુસ્લિમ છે. માન્યતાનું સાચુ નામ દિલહાઝ શેખ છે. બંનેએ મુંબઈમાં લગ્ન કર્યા હતાં અને બંને હાલ ખુશ પણ છે.

સુનીલ-નરગિસ

સુનીલ-નરગિસ

સુનીલ દત્ત હિન્દૂ હતાં, તો નરગિસ મુસ્લિમ. મધર ઇન્ડિયાના સેટ પર જ્યારે સુનીલ નરગિસને સાચે જ લાગેલી આગમાંથી બચાવી, ત્યારે જ બંને વચ્ચે પ્રેમ થયો. નરગિસે સુનીલ સાથે લગ્ન બાદ હિન્દૂ ધર્મ સ્વીકાર્યું અને નામ નિર્મલા દત્ત તરીકે બદલ્યું.

સૈફ-કરીના

સૈફ-કરીના

સૈફ અલી ખાન મુસ્લિમ અને કરીના કપૂર હિન્દૂ છે. બંને વચ્ચેનો પ્રેમ થોડાક વર્ષ અગાઉ જ લગ્નમાં પરિણમ્યો. લગ્ન બાદ કહેવાતુ હતું કે કરીના પોતાના સાસુ શર્મિલા ટાગોરની જેમ ધર્મ પરિવર્તન કરશે, પરંતુ કરીનાએ હિન્દૂ ધર્મ જાળવી રાખ્યું. આમ છતાં સૈફ-કરીના ખુશ છે.

શર્મિલા-મંસૂર

શર્મિલા-મંસૂર

શર્મિલા ટાગોર બંગાળી-હિન્દૂ હતાં, પરંતુ મંસૂર અલી ખાન પટૌડી સાથે 27મી ડિસેમ્બર, 1969ના રોજ લગ્ન બાદ તેમણે ધર્મ પરિવર્તન કર્યું. તેઓ આયેશા સુલતાના ખાન બની ગયાં.

રીતેશ-જેનેલિયા

રીતેશ-જેનેલિયા

રીતેશ દેશમુખ હિન્દૂ, તો જેનેલિયા ડિસૂઝા ક્રિશ્ચિયન છે. બંને તુઝે મેરી કસમ (2003)ના સેટ ઉપર મળ્યાં અને પ્રેમમાં પડી ગયાં. આઠ વર્ષ બાદ 2012માં બંનેએ લગ્ન કરી લાધાં.

વિંદૂ-ફરાહ

વિંદૂ-ફરાહ

વિંદૂ દારા સિંહ હિન્દૂ છે, પરંતુ તેમની પ્રથમ પત્ની ફરાહ નાઝ મુસ્લિમ હતાં અને 1994માં વિંદૂએ ક્રિશ્ચિયન મહિલા રસિયન મૉડેલ ડીના ઉમારોવા સાથે બીજા લગ્ન કર્યાં.

નસીર-રત્ના

નસીર-રત્ના

નસીરુદ્દીન શાહ મુસ્લિમ છે, જ્યારે તેમના બીજા પત્ની રત્ના પાઠક હિન્દૂ છે.

ફરાહ-શિરીષ

ફરાહ-શિરીષ

ફરાહ ખાન હિન્દૂ અને શિરીષ કુંદર મુસ્લિમ છે. બંને મૈં હૂં ના સેટ પર મળ્યાં અને એક-બીજાને પ્રેમ કરવા લાગ્યાં. બંને ધર્મની બાબતમાં જ નહીં, પણ વયની બાબતમાં પણ ફરક ધરાવે છે. ફરાહ શિરીષ કરતાં 8 વર્ષ મોટા છે.

સંગીતા-અઝહર

સંગીતા-અઝહર

સંગીતા બિજલાણી અને અઝહરુદ્દીન વચ્ચે 1994માં પ્રેમ થયો. અઝહરે સલમાન ખાન સાથે ડેટિંગ કરતા સંગીતા સાથે 1996માં લગ્ન કર્યાં.

અમૃતા-શકીલ

અમૃતા-શકીલ

અમૃતા અરોરાએ બહેન મલાઇકા અરોરાના પગલે ચાલી મુસ્લિમ શકીલ સાથે લગ્ન કર્યાં. અમૃતા પોતે ક્રિશ્ચિયન ધર્મ પાળે છે. બંનેએ 4થી માર્ચ, 2009ના રોજ લગ્ન કર્યાં.

અરશદ-મારિયા

અરશદ-મારિયા

અરશદ વારસી મુસ્લિમ છે, પરંતુ તેમણે ટીવી એંકર મારિયા ગોરેટ્ટી સાથે 1999માં લગ્ન કર્યાં. મારિયા ક્રિશ્ચિયન છે.

કબીર-મિની

કબીર-મિની

દિગ્દર્શક કબીર ખાને પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દૂ મિની માથુર સાથે લગ્ન કર્યાં.

અનુરાગ-કલ્કી

અનુરાગ-કલ્કી

દિગ્દર્શખ અનુરાગ કશ્યપે ફ્રેંચ ડિસ્કેંટ ગર્લ કલ્કી કોચલીન સાથે 2011માં લગ્ન કર્યાં. બંને દેવ ડીના નિર્માણ દરમિયાન પ્રેમમાં પડ્યા હતાં. જોકે હાલ બંને જુદા રહે છે.

આમિર-કિરણ

આમિર-કિરણ

આમિર ખાને બે વખત લગ્ન કર્યાં. પોતે મુસ્લિમ આમિર ખાને બંને વખત હિન્દૂ પાત્રની જ પસંદગી કરી. તેમના પ્રથમ પત્ની રીના દત્તા હિન્દૂ હતાં, તો બીજા પત્ની કિરણ રાવ પણ હિન્દૂ છે. આમિર-કિરણના લગ્ન 28મી ડિસેમ્બર, 2008ના રોજ થયા હતાં. બંને લગાનના સેટ પર પ્રેમમાં પડ્યા હતાં.

ફરહાન-અધુના

ફરહાન-અધુના

ફરહાન અખ્તર મુસ્લિમ છે, જ્યારે અધુના ભાબાણી બંગાળી હિન્દૂ છે. બંને દિલ ચાહતા હૈના નિર્માણ દરમિયાન મળ્યાં અને ત્રણ વર્ષ બાદ 2000માં લગ્ન કર્યાં.

મલાઇકા-અરબાઝ

મલાઇકા-અરબાઝ

મલાઇકા અરોરા એક કૉફી એડ દરમિયાન અરબાઝ ખાનના પ્રેમમાં પડ્યાં અને 12મી ડિસેમ્બર, 1998ના રોજ બંનેએ લગ્ન કરી લીધાં.

ડાયના-કૉલિન

ડાયના-કૉલિન

ડાયના હૅડને 13મી સપ્ટેમ્બર, 2013ના રોજ લાસ વેગાસ ખાતે કૉલિન ડિક સાથે લગ્ન કર્યાં. ડાયના ઍંગ્લો ઇન્ડિયન છે, જ્યારે કૉલિન ક્રિશ્ચિયન છે.

English summary
Bollywood celebrity inter caste marriage and love affairs. let's take a look at such celebs love stories.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X