Pics : સમીરાના લગ્ન, બાઇક પર આવ્યો વરરાજા..!
મુંબઈ, 22 જાન્યુઆરી : મુસાફિર ફિલ્મ દ્વારા બૉલીવુડમાં પ્રવેશ કરનાર અભિનેત્રી સમીરા રેડ્ડી ગઈકાલે લગ્નગ્રંથિથી જોડાઈ ગયાં. તેમણે મંગળવારે બિઝનેસમૅન અક્ષય વાર્ડે સાથે લગ્ન કરી લીધાં.
સમીરાના પતિ અક્ષય મોટર સાયકલનો વ્યવસાય કરે છે. બંને છેલ્લા અઢી વર્ષથી ડેટિંગ કરતા હતાં અને ડિસેમ્બર-2013માં જ બંનેએ સગપણ કર્યુ હતું. ગઈકાલે યોજાયેલ લગ્નમાં મહત્વની બાબત એ હતી કે સમીરાને પરણવા માટે અક્ષય વાર્ડે બાઇક ઉપર આવ્યા હતાં. સમીરાને બાઇક્સનો બહુ શોખ છે. તેમણે અક્ષયની કમ્પની દ્વારા મૉડિફાઇડ એક બાઇક પણ ખરીદ્યુ હતું. પછી એક દિવસ તેમની અક્ષય સાથે મુલાકાત થઈ અને બંને મિત્ર બની ગયાં.
દરમિયાન બૉલીવુડમાં મંગળવારે વધુ એક લગ્ન થયાં. આ લગ્ન હતાં ગાયક રાઘવ સચ્ચર અને હાલ એ દિલ તથા બિટ્ટૂ બૉસ જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અમિતા પાઠકનાં. રાઘવ અને અમિતાએ પણ રવિવારે લગ્ન કર્યાં. લગ્ન સમારંભમાં નિર્માતા રોહિત શેટ્ટી, અજય દેવગણ તથા કાજોલ પણ આવ્યા હતાં. અમિતા ફિલ્મ દિગ્દર્શક કુમાર મંગતના પુત્રી છે.
ચાલો જોઇએ સમીરા-અક્ષય અને અમિતા-રાઘવના લગ્નની તસવીરી ઝલક :

સમીરા
દુલ્હનના રૂપમાં સમીરા રેડ્ડી.

બાઇક પર વરરાજા
સમીરા રેડ્ડીને પરણવા માટે અક્ષય વાર્ડે બાઇક ઉપર સવાર થઈ આવ્યા હતાં.

સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડે
સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડે

મહેમાન
સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડેના લગ્ન સમારંભમાં હાજર મહેમાન.

મહેમાન
સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડેના લગ્ન સમારંભમાં મહેમાન.

મહેમાન
સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડેના લગ્ન સમારંભમાં મહેમાન.

મહેમાન
સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડેના લગ્ન સમારંભમાં મહેમાન.

નિશિકા
સમીરા રેડ્ડી-અક્ષય વાર્ડેના લગ્ન સમારંભમાં નિશિકા લુલા.

અમિતા પાઠક-રાઘવ સચ્ચર
અમિતા પાઠક-રાઘવ સચ્ચર

ઘોડી પર રાઘવ
અમિતાને પરણવા માટે રાઘવ સચ્ચર ઘોડી પર સવાર થઈ આવ્યા હતાં.

અમિતા પાઠક-રાઘવ સચ્ચર
અમિતા પાઠક-રાઘવ સચ્ચર

અજય-કાજોલ
અમિતા પાઠક-રાઘવ સચ્ચરના લગ્ન સમારંભમાં અજય દેવગણ અને કાજોલ.

અજય-કાજોલ
અમિતા પાઠક-રાઘવ સચ્ચરના લગ્ન સમારંભમાં અજય દેવગણ અને કાજોલ.












Click it and Unblock the Notifications
