For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મને દુઃખ છે કે હું એક પુરુષ છું : શાહરુખ ખાન

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 ડિસેમ્બર : દિલ્હીના ખૂણેખૂણે આજે સવારથી લોકોનો જમાવડો થયો છે અને સૌ કૌઈ ગૅંગ રેપની ભોગ બનનાર મેડિકલ વિદ્યાર્થિનીના મોત અંગે શોક અને સરકાર વિરુદ્ધ રોષ વ્યક્ત કરી રહ્યાં છે. એક બાજુ અમિતાભ બચ્ચને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું છે કે અમાનત અને દામિની હવે બસ એક નામ બની રહી ગયા. તે શારીરિક રૂપે આપણી વચ્ચે નથી, પરંતુ તેમનો આત્મા હંમેશા આપણા હૃદયોમાં સાક્ષાત્ રહેશે.

અમિતાભની સાથે જ તેમના પુત્ર અભિષેક બચ્ચને પણ ગૅંગ રેપ પીડિત યુવતીના મોત અંગે દુઃખ વ્યક્ત કર્યો છે. ઉપરાંત શાહરુખ ખાન, પૂનમ પાન્ડે, લતા મંગેશકર, ગુલ પનાગ, સોનમ કપૂર વગેરેએ પણ આ બના અંગે પોતાનો દુઃખ ટ્વિટર વડે વ્યક્ત કર્યો છે.

શાહરુખ ખાને લખ્યું છે - આપણે તેને બચાવી ન શક્યાં, પરંતુ તે યુવતીની અંદર બહુ હિમ્મત હતી. તેનો અવાજ આપણને પોકારી-પોકારીને કહી રહ્યો છે કે રેપ કોઈ ભૂલ નથી. આપણા સમાજ અને કલ્ચરે સેક્સ્યુલિટીને જે રીતે પરિભાષિત કરી છે રેપ તેનો જ વાસ્તવિક સ્વરૂપ છે. મને ખૂબ દુઃખ છે કે હું આ સમાજ અને આ સભ્યતનો એક ભાગ છું. મને દુઃખ છે કે હું એક પુરુષ છું. હું વાયદો કરૂ છું કે હું આ અવાજ માટે સંઘર્ષ કરીશ. હું દરેક સ્ત્રીની ઇજ્જત કરીશ કે જેથી મારી પુત્રીને પણ ઇજ્જત મળે.

પૂનમ પાન્ડેએ લખ્યું છે - તે કાલે નથી મરી, તે તો ત્યારે જ મરી ગઈ હતી કે જ્યારે તેની સાથે રેપ થયો હતો. આપણે વધુ એક નિડર અને હેલ્પલેસ મહિલા ગુમાવી દીધી છે. આખરે ક્યાં સુધી સ્ત્રીઓ કોઇકની ઇચ્છાઓ પૂર્ણ કરવાની વસ્તુ બની રહેશે? કેમ છોકરીઓ કાયમ એક પીછો બની રહી જાય છે.

અનુપમ ખેરે લખ્યું છે - આ માનવની પ્રતિષ્ઠાનું મોત થયું છે. મોત થયું છે માસૂમિયતનું અને મોત થયું છે સિસ્ટમનું. ભારતે દિલ તોડી દીધું. રીતેશ દેશમુખે લખ્યું - મેં બસ હમણાં જ વાંચ્યું કે તે છોકરી નથી રહી. તે એક સાચી ફાઇટર હતી. તેણે આ ટ્રેજેડી પોતાની ઉપર લીધી કે જેથી આપણે સૌ જાગી શકીએ. મારી પ્રાર્થનાઓ તે છોકરી અને તેના આખા પરિવાર સાથે છે.

અર્જુન રામપાલે લખ્યું - અમાનત મરી ગઈ અને તેણે આખા દેશનું માથું શરમથી ઝુકાવી દીધું. હું સાચે જ ઇચ્છુ છું કે તેના આત્માને ચુકવણી કરવામાં આવે. સોનમ કપૂરે લખ્યું - આ આપણાં દેશ માટે એક ખૂબ જ શરમજનક પળ છે. આશા છે કે આપણે આના બદલમાં કંઇક કરી શકીશું. ગુલ પનાગે લખ્યું - આપણે તેવી તમામ મહિલાઓ અને છોકરીઓને ભુલવું જોઇએ નહિં કે જેઓ અત્યાર સુધી જાતિય શોષણનો ભોગ બની ચુકી છે.

જાણીતાં ગાયિકા લતા મંગેશકરે લખ્યું - બહુ થઈ ગયું. આ નિર્ભય દામિનીનું મોત નથી, પણ આપણા દેશમાં માનવતાનું મોત છે. હવે સરકારે ગાઢ નિદ્રામાંથી જાગવું જોઇએ અને આ નૃશંસ અપરાધના ગુનેગારોને સજા કરવી જોઇએ.

English summary
Delhi Gangrape victim Damini has been died today morning. Bollywood is showing their anger towards Indian government and our society. Bollywood biggies like Amitabh bachchan, Lata Mangeshkar, Shahrukh Khan demanding justice.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X