For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિગ્ગજ સંગીત નિર્દેશક અને ગાયક બપ્પી લહેરીનુ નિધન

બૉલિવુડના દિગ્ગજ સંગીત નિર્દેશક અને ગાયક બપ્પી લહેરીનુ નિધન થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ બૉલિવુડના દિગ્ગજ સંગીત નિર્દેશક અને ગાયક બપ્પી લહેરીનુ નિધન થઈ ગયુ છે. બપ્પી લહેરીને મુંબઈની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. બપ્પી લહેરીએ 69 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહી દીધી. બપ્પીલહેરીએ ઘણી સુપરહિટ ફિલ્મોમાં સંગીત આપ્યુ હતુ. તેમણે ફિલ્મ બાગી-3માં પણ સંગીત આપ્યુ હતુ.

Bappi Lahiri

જણાવવામાં આવી રહ્યુ છે કે બપ્પી લહેરીનુ નિધન રાતે લગભગ 11 વાગે થયુ. તેઓ ઘણા સમયથી બિમાર હતા અને તેમનો ઈલાજ ક્રિટી કેર હોસ્પિટલમાં ચાલી રહ્યો હતો. બપ્પી લહેરી સંગીત ઉપરાંત તેમના સોનુ પહેરવાના શોખને કારણે પણ ઘણા લોકપ્રિય હતા. તેમને સોના સાથે લગાવ એટલા માટે હતો કારણકે તે એને પોતાનુ ભાગ્ય માનતા હતા.

27 નવેમ્બર 1952ના રોજ કોલકત્તામાં જન્મેલા બપ્પી લહેરીએ પોતાના અલગ અંદાજના કારણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી હતી. લોકો વચ્ચે તેમની ઓળખ એવા સંગીતકારની છે જે હંમેશા સોનાના આભૂષણોથી લદેલા રહે છે. તેમણે પોતાના સફર દરમિયાન ઘણા હિટ સૉન્ગ ગાયા છે. થોડા મહિના પહેલા સમાચાર આવ્યા હતા કે તેમનો અવાજ જતો રહ્યો છે પરંતુ એ અફવા હતી. તેમણે ખુદ સામે આવીને કહ્યુ હતુ કે તે ઠીક છે અને તેમનો અવાજ પણ સહી સલામત છે.

તમને જણાવી દઈએ કે બપ્પી લહેરીએ 70ના દશકમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને 80ના દશકમાં તે છવાયેલા રહ્યા. દરેક ફિલ્મમાં ગાવા માટે તે નિર્માતાઓની પહેલી પસંદ રહ્યા. તેમને ઓળખ વર્ષ 1975માં આવેલી ફિલ્મ જખ્મીથી મળી. બપ્પી દાના ગાયેલા ગીત બંબઈ સે આયા મેરા દોસ્ત, આઈ એમ એ ડિસ્કો ડાંસર, જૂબી-જૂબી, યાદ આ રહા હે તેરા પ્યાર, યાર બિના ચેન કહાં ર, તમ્મા તમ્મા લોગે આજે પણ લોકોના મુખ પર છે.

English summary
Bollywood music composer Bappi Lahiri passed away.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X