‘નિર્દોષ છે સૂરજ, કેસ પાછો ખેંચી લો રાબિયા ખાન’

મુંબઈ, 13 જૂન : અભિનેતા આદિત્ય પંચોલી તથા તેમના પુત્ર સૂરજ પંચોલી વિરુદ્ધ સનસનાટીભર્યા આરોપો લગાવનાર જિયા ખાનના માતા રાબિયા ખાનનું કહેવું છે કે તેમની ઉપર બૉલીવુડમાંથી દબાણ બનાવાઈ રહ્યું છે કે તેઓ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લે, કારણ કે સૂરજ નિર્દોષ છે. રાબિયાએ કોઈનું નામ નથી લીધું, પણ એટલું કહ્યું કે તેમની પાસે મોટા સ્ટાર્સના ફોન આવી રહ્યાં છે કે જેઓ તેમને કહી રહ્યાં છે કે આપ સૂરજ સામે લગાવાયેલ તમામ આરોપો પાછા ખેંચી લો.

rabiakhan

એમ તો સૂરજ પંચોલીને આજ સુધીના પોલીસ રિમાંડ ઉપર મોકલાયાં છે. આ અગાઉ જિયાના માતાએ સૂરજ તથા તેના પિતા આદિત્ય પંચોલી વિરુદ્ધ પણ પોતાની પુત્રી સાથે મારઝૂડ કરવાનો આરોપ મૂક્યો છે.

દરમિયાન જિયા ખાનને ન્યાય અપાવવા માટે ફેસબુક ઉપર જસ્ટિસ ફૉર જિયા ખાન નામે એક પેજ બનાવાયું છે. આ પેજ ન્યુઝ વેબસાઇટ ન્યુઝ66 જૂથની પહેલે બનાવાયું છે. કહે છે કે આ પેજને બૉલીવુડના અનેક કલાકારો તથા મીડિયા દ્વારા ટેકો હાસલ થયો છે. પેજ ઉપર લખાયું છે કે જિયા ખાનની આત્મહત્યા આશ્ચર્યજનક બનાવ છે. જિયા ખાન મજબૂત અને દૃઢ યુવતી હતી. આ પેજને લાઇક કરો તથા તેની ઉપર પોતાના કૉમેંટ્સ લખો કે જેથી હકીકત સામે આવી શકે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X