No Effort : ફિર સે સાથે બૉલીવુડ ડેબ્યુ કરશે જેનિફર!

મુંબઈ, 18 ઑક્ટોબર : પોતાના ઘણા સાથીઓની જેમ જેનિફર વિંગેટ પણ બિગ સ્ક્રીન તરફ પ્રયાણ કરવા તૈયાર છે. જોકે સુશાંત સિંહ રાજપૂત, આયુષ્માન ખુરાના કે મનીષ પૉલની જેમ જેનિફરને લાંબો ઇંતેજાર નથી કરવો પડ્યો.

jennifer-winget-phir-se-5
ફિર સે ફિલ્મમાં અકલ્પનીય રીતે મળેલ રોલ અંગે જેનિફરે જણાવ્યું, ‘આ અચાનક થઈ ગયું.' ફિર સેના દિગ્દર્શક કુણાલ કોહલી છે. તેઓ પણ દિગ્દર્શન ક્ષેત્રે ડેબ્યુ કરી રહ્યા છે.

જેનિફરે જણાવ્યું - હું નથી જાણતી કે કુણાલ કોહલીએ ફિર સે માટે મારા વિશે કેમ વિચાર્યું, પરંતુ આ સાચુ છે. મેં આ રોલ મેળવ્યો છે અને તે પણ વિના પ્રયત્ને. મને માત્ર એક ફોન આવ્યો અને બીજી મીટિંગમાં કુણાલે મને એક સીન કરવા કહ્યું. બસ આટલી જ વાર્તા છે.'

કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કરનાર જેનિફર ઘણા વખતથી ટેલીવિઝન જગતમાં કામ કરે છે અને તેમની લેટેસ્ટ સીરિયલ સરસ્વતીચંદ્ર છે. જેનિફર વિંગેટ કહે છે, ‘મારા મુજબ ટેલીવિઝન ઇન્ડસ્ટ્રી સાચે જ મોટી છે. હું આ મીડિયમને પ્રેમ કરુ છું અને આમ છતાં તેને છોડવાનો મારો નિર્ણય ખોટો પણ બની શકે. હકીકતમાં હું એક્ટિંગને પ્રેમ કરુ છું. મીડિયમ મહત્વનું નથી. અત્યાર સુધી સીરિયલમાં કામ કરતી હતી, હવે ફીચર ફિલ્મમાં કરીશ. તેના પછી ફરીથી સીરિયલ કરીશ.'

જેનિફર સરસ્વતીચંદ્રના અનુભવોને યાદ કરતા આભાર વ્યક્ત કરે છે, ‘સરસ્વતીચંદ્રના જીવનમાં બે જુદા તબક્કાઓ હતાં. પ્રથમ તબક્કો એ હતો કે જ્યારે સંજય લીલા ભાનુશાળી તેના નિર્માતા હતાં. તેઓ ડ્રીમ ડાયરેક્ટર છે અને માસ્ટર ક્રિએટર છે, પરંતુ નિર્માતાએ મોઢુ ફેરવી લીધું, ત્યારે અમે બીજા તબક્કામાંથી બહાર આવી ગયાં. મને કોઈ ફરિયાદ નથી. મેં બંને તબક્કા સરખી રીતે માણ્યાં.'

તેમણે કહ્યું કે તેઓ બાળપણમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુક્યાં છે, પરંતુ ફિર સે મારી લીડિંગ લૅડી તરીકે પહેલી ફિલ્મ હશે. ફિર સે ટેરિફિક રોલ સાથે ક્યૂટ ફિલ્મ છે. હું તેનાથી વધારે ન ઇચ્છી શકું.

મળતી માહિતી મુજબ ફિર સે ફિલ્મનું શૂટિંગ લંડન ખાતે થશે અને જેનિફર વિંગેટ તેના માટે તૈયાર છે. જેનિફર કહે છે કે લંડન સાથે તેમનો નજીકનો નાતો છે. સરસ્વતીચંદ્રના શૂટિંગ માટે પણ ગત વર્ષે તેો લંડન ગયા હતાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X