No Interest : રૂપેરી પડદે ચમકવાની ઘેલછા નથી ધરાવતાં આ સ્ટાર સંતાનો!

મુંબઈ, 19 જુલાઈ : ફિલ્મી સિતારાઓ પોતાના સંતાનોને ફિલ્મોમાં લૉન્ચ કરવા માટે ખૂબ આતુર રહે છે. ફિલ્મી આસમાને છવાઈ જવા સ્ટાર કિડ્સ પણ વહેલામાં વહેલી તકે એક્ટિંગના કોર્સ કરી મોટા પડદે આવવા માંગે છે. તાજેતરમાં જ કેટલાક સ્ટાર પુત્ર-પુત્રીઓએ બૉલીવુડમાં દસ્તક આપી છે કે જેમાં જૅકી શ્રૉફના પુત્ર ટાઇગર શ્રૉફે હીરોપંતી ફિલ્મ સાથે અભિનયનો ડંકો વગાડ્યો છે, તો રાજ કપૂરના દોહિત્ર અરમાન જૈને લેકર હમ દીવાના દિલ દ્વારા ડેબ્યુ કર્યું છે.

બીજી બાજુ મહેશ ભટ્ટની દીકરી આલિયા ભટ્ટ બે વર્ષથી છવાયેલા છે અને બૅક ટૂ બૅક હિટ ફિલ્મો આપી દીપિકા પાદુકોણે જેવા ટોચના અભિનેત્રીને ટક્કર આપવાની તૈયારી કરી રહ્યાં છે. તેવી જ રીતે સોનમ કપૂર સેટ છે, તો તેમના ભાઈ હર્ષવર્ધન કપૂર પણ ડેબ્યુ કરવાની તૈયારીમાં છે.

પરંતુ આજે અમે આપને બતાવીશું એવા સ્ટાર સંતાનો કે જેમને મોટા પડદે ચમકવામાં રસ નથી :

મેઘના ઓબેરૉય

મેઘના ઓબેરૉય

સુરેશ ઓબેરૉયની દીકરી અને વિવેક ઓબેરૉયના બહેન મેઘનાએ એક્ટિંગનો કોર્સ કરવા છતા ફિલ્મોમાં પગ નથી મૂક્યાં.

અનસુલા કપૂર

અનસુલા કપૂર

બોની કપૂરની દીકરી અને અર્જુન કપૂરની બહેન અનસુલા કપૂરને ફિલ્મી પડદે આવવામાં જરાય ઇંટરેસ્ટ નથી.

શાહીન ભટ્ટ

શાહીન ભટ્ટ

મહેશ ભટ્ટની દીકરી અને પૂજા ભટ્ટ તથા આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટ હીરોઇન બનવા કરતા દિગ્દર્શક બનવા માંગે છે.

કુશ સિન્હા

કુશ સિન્હા

શત્રુઘ્ન સિન્હાના પુત્ર તથા સોનાક્ષી સિન્હાના ભાઈ કુશને ફિલ્મોનું દિગ્દર્શન ક્ષેત્ર ગમે છે.

સુનૈના રોશન

સુનૈના રોશન

રાકેશ રોશનની દીકરી અને હૃતિક રોશનની બહેન સુનૈના રોશન હોમ પ્રોડક્શન ફિલ્મ ક્રાપ્ઠને જ સુપરવાઇઝ કરી રહ્યાં છે.

સબા અલી ખાન

સબા અલી ખાન

શર્મિલા ટાગોરના દીકરી, સૈફ અલી ખાન તેમજ સોહા અલી ખાનના બહેન તથા કરીના કપૂરના નણં સબા અલી ખાન જ્વૅલરી ડિઝાઇન ક્ષેત્રે સક્રિય છે.

શ્વેતા બચ્ચન

શ્વેતા બચ્ચન

અમિતાભ બચ્ચન પરિવારના તમામ સભ્યો ફિલ્મી પડદે ચમકી ચુક્યાં છે, પણ અમિતાભ-જયાના દીકરી, અભિષેકના બહેન અને ઐશ્વર્યાના નણંદ શ્વેતા બચ્ચન પોતાના નાનકડા પરિવાર સાથે ખુશ છે.

રિયા કપૂર

રિયા કપૂર

અનિલ કપૂરની દીકરી અને સોનમ કપૂરની બહેન રિયા કપૂર સિલ્વર સ્ક્રીન પર ચમકવાની જગ્યાએ નિર્માતા બની ચુકી છે.

અહાના દેઓલ

અહાના દેઓલ

ધર્મેન્દ્ર-હેમા માલિનીની દીકરી, સન્ની-બૉબી અને એશા દેઓલની બહેન અહાના દેઓલે ક્યારે રજત પટલે આવવા અંગે વિચાર્યુ જ નહીં.

રિદ્ધિમા કપૂર

રિદ્ધિમા કપૂર

રાજ કપૂરની દોહિત્રી, ઋષિ કપૂર-નીતૂ સિંહની દીકરી અને રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર જ્વૅલરી ડિઝાઇનર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X