બોલિવૂડ સ્ટારને પણ હોય છે સામાન્ય માણસો જેવી જ ખરા આદતો, આ સ્ટાર તો નખ ચાવે છે!
માણસ તેની આદતોનો ગુલામ હોય છે. મોટો સુપર સ્ટાર હોય કે સામાન્ય માણસ, દરેક વ્યક્તિ માટે તેની આદતો છોડવી આસાન હોતી નથી. આજે અમે તમને બોલિવૂડ સ્ટારની ખરાબ આદતો વિશે જણાવવા જઈ રહીએ છીએ.
માણસ તેની આદતોનો ગુલામ હોય છે. મોટો સુપર સ્ટાર હોય કે સામાન્ય માણસ, દરેક વ્યક્તિ માટે તેની આદતો છોડવી આસાન હોતી નથી. આજે અમે તમને બોલિવૂડ સ્ટારની ખરાબ આદતો વિશે જણાવવા જઈ રહીએ છીએ. બોલિવૂડના સુપરસ્ટાર પણ તેની આદતોના ગુલામ છે.

શાહરૂખ ખાન
શાહરૂખ ભલે બોલિવૂડનો બાદશાહ હોય પરંતુ તેને ઘણી ખરાબ આદતો છે. તે દિવસમાં માત્ર એક જ વાર તેના જૂતા ઉતારે છે. કિંગ ખાન વીડિયો ગેમ્સ અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સનો પણ શોખીન છે.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ એરપોર્ટ પર કોઈની સામે તાકી રહેલી જોવા મળે તો નવાઈ પામવાની જરૂર નથી. તેને આ વિચિત્ર આદત છે કે તે એરપોર્ટ પર લોકોને ઘુરે છે.

કરીના કપૂર ખાન
તમે નખ ચાવો છો? આ કરતા હોય તો તમે એકલા નથી, કરીના કપૂર ખાન પણ આ યાદીમાં સામેલ છે. તેને નખ ખાવાની આદત છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરાને પણ એવી અજીબ આદત છે, જેને તે ઇચ્છે તો પણ છોડી શકતી નથી. તેને ડિઝાઈનર શૂઝ કલેક્ટ કરવાનો શોખ છે. પ્રિયંકા પાસે ડિઝાઇનર શૂઝની 80 જોડી છે.

સુષ્મિતા સેન
શું કોઈ સાપને પાળતુ પ્રાણી બનાવી શકે? તેના વિશે વિચારીને પણ તમે ધ્રૂજી ગયા હશો. પરંતુ ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાપના પ્રેમમાં છે અને તેના ઘરમાં એક પાલતુ અજગર પણ છે. આ સિવાય સુષ્મિતા સેનને તેના વિશાળ બાથરૂમમાં નહાવાનું પસંદ નથી, તેના બદલે તે તેના ખુલ્લા ટેરેસ પર નહાવાનું પસંદ કરે છે.

સલમાન ખાન
સલમાન ખાન પણ અજીબોગરીબ આદતો ધરાવતા સેલેબ્સની યાદીમાં સામેલ છે. તમને જણાવી દઈએ કે દબંગ ખાનને સાબુ ભેગો કરવાનો શોખ છે. તેમની પાસે વિશ્વના વિવિધ ભાગોમાંથી એકત્ર કરાયેલા સાબુનો અનોખો સંગ્રહ છે.

રાની મુખર્જી
ધૂમ્રપાન રાની મુખર્જીની ખરાબ આદતોમાંથી એક છે. તેને ઈન્ડસ્ટ્રીની ચેઈન સ્મોકર એક્ટ્રેસ પણ કહેવામાં આવે છે. જો કે રિપોર્ટ્સ અનુસાર રાની આ આદત છોડવા માંગે છે.












Click it and Unblock the Notifications
