ડાયર ફેશન ગાલા ઇવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો, જુઓ ફોટો

હાલમાં જ મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા ખાતે ડાયર ફેશન ગાલા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. અહીં સ્ટાર્સ સ્ટાઈલિસ્ટ અંદાજમાં પહોંચ્યા હતા. હવે આ ઈવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અહીં વિરાટ કોહલી, અનુષ્કા શર્માથી લઈને ઈશા અંબાણી અને તેની થનારી ભાભી રાધિકા, કરિશ્મા કપૂર, સોનમ કપૂર, ખુશી કપૂર અને અનન્યા પાંડે જેવા સ્ટાર્સ પહોંચ્યા હતા.

વિરાટ કોહલી - અનુષ્કા શર્મા
બોલિવૂડ અને ફેશન ઈવેન્ટમાં ક્યારેક જ જોવા મળતા વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ ડાયર ફેશન ગાલામાં પહોંચ્યા હતા. અહીં બન્નેએ કેમેરા સામે પોઝ પણ આપ્યા હતા. હવે આ ફોટો સોશિયલ મીડિયા પર છવાયા છે.

સોનમ કપૂરનો ગ્લેમરસ અંદાજ
હાલમાં જ માં બનેલી સોનમ કપૂર ફેશન ગાલા ઈવેન્ટમાં છવાઈ હતી. અહીં સોનમ પિંક આઉટફિટમાં પહોંચી હતી. સોનમ કપૂરની ફેશન સેન્સ સામે બીજી અભિનેત્રીઓ ફિક્કી પડતી હતી.

ખુશી કપૂર
આ ઇવેન્ટમાં ખુશી કપૂર બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી. આ ઇવેન્ટમાં ખુશી કપૂર ખૂબ જ ક્યૂટ અને સ્ટાઇલિશ લાગી રહી હતી. તેનો અંદાજ જોવા જેવો હતો.

મસાબા ગુપ્તા
મસાબા ગુપ્તા ડાયર ફેશન ગાલામાં રેડ કાર્પેટ પર બ્લેક આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં પહોંચી હતી. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહી છે. ફેન્સને પણ તેનો અંદાજ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

આથિયા શેટ્ટી
હાલમાં જ દુલ્હન બનેલી આથિયા શેટ્ટી ગ્લેમરસ અંદાજમાં ફેશન ગાલામાં પહોંચી હતી. વ્હાઈટ આઉટફિટમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

કરિશ્મા કપૂર
કરિશ્મા કપૂર ડાયર ફેશન ગાલામાં ગ્રે આઉટફિટમાં જોવા મળી હતી. અહીં તે એકદમ ગ્લેમરસ અને સુંદર લાગી રહી હતી. તેનો અંદાજ વાયરલ થઈ રહ્યો છે.

ઈશા અંબાણી - રાધિકા મર્ચન્ટ
ઈશા અંબાણી અને રાધિકા મર્ચન્ટ આ ઈવેન્ટમાં સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ જોડી એકસાથે ફેશન ગાલામાં પહોંચી હતી અને બંનેએ પોતાની સુંદરતા અને સ્ટાઇલિશ લુકથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું.

અર્જુન કપૂર
આ ઈવેન્ટમાં હેન્ડસમ અર્જુન કપૂર હેન્ડસમ લાગી રહ્યો હતો. જો કે અહીં તે મલાઈકા અરોરા સાથે જોવા મળ્યો ન હતો. મલાઈકાના ફેન્સ ચોક્કસ તેને મિસ કરી રહ્યા હશે.












Click it and Unblock the Notifications
