ITA એવોર્ડમાં બોલિવૂડ સિતારાઓનો મેળાવડો, હસીનાઓ બોલ્ડ અંદાજમાં પહોંચી
ઈન્ડિયન ટેલીવિઝન એવોર્ડમાં બોલિવૂડ સિતારાઓ રેડ કાર્પેટ પર પોઝ આપતા જોવા મળ્યા હતા. અહીં હસીનાઓએ હોલ્ડનેસની માહોલ બનાવ્યો હતો.
હાલમાં જ ઈન્ડિયન ટેલીવિઝન એવોર્ડ એટલે કે આઈટીએ એવોર્ડનું આયોજન કરાયુ હતું. અહીં એવોર્ડ સમારોહમાં બોલિવૂડ સ્ટારનો જમાવડો થયો હતો. બોલિવૂડની હસીનાઓએ રેડ કાર્પેટ પર પોઝ આપીને માહોલ બનાવ્યો હતો. વિદ્યા બાલનથી લઈને મૌની રૌય સુધીની હસીનાઓ અહીં પોઝ આપતી જોવા મળી હતી.

સયાની ગુપ્તા
અભિનેત્રી સયાની ગુપ્તા કમાલની હોટ અને ખુબસુરત લાગતી હતી. બ્લેક સાડી અને ડિપનેક બ્લાઉઝમાં તેને મહેફિલ લૂંટી લીધી હતી. સાડીમાં તેને કમાલના પોઝ આપ્યા હતા.

કોંકણા સેન
કોંકણા સેન પણ એવોર્ડ સમારોહમાં સાડીમાં પહોંચી હતી. કોંકણા સાડીમાં એકદમ ખૂબસુરત અંદાજમાં જોવા મળી હતી. અહીં કોંકણાએ દિલ ખોને પોઝ આપ્યા હતા.

નેહા ધુપિયા
નેહા ધુપિયા અહીં કરણ જોહર સાથે પોઝ આપતી જોવા મળી હતી. નેહા ધુપિયાએ શિમરી આઉટફીટમાં પોઝ આપ્યા હતા. તેની સાથે કરણ જોહરે પણ બ્લેક આઉટફીટમાં પોઝ આપ્યા હતા.

વિદ્યા બાલન
બોલ્ડ અભિનેત્રી વિદ્યા બાલન પણ અહીં પહોંચી હતી. વિદ્યા બાલન તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે રેડ કાર્પેટ પર જોવા મળી હતી. વિદ્યા પ્રિંટેડ સાડીમાં કમાલ લાગતી હતી. તેને સિદ્ધાર્થ સાથે પોઝ આપ્યા હતા.

નીના ગુપ્તા
પંચાયત ફેમ પીઢ અભિનેત્રી નીના ગુપ્તા એકદમ બોલ્ડ અંદાજમાં પહોચી હતી. નીના ગુપ્તા પીંક આઉટફીટમાં કમાલના પોઝ આપતી જોવા મળી હતી નીનાએ અહીં બોલ્ડનેસનો તડકો માર્યો હતો.

દિવ્યા દત્તા
અભિનેત્રી દિવ્યા દત્તા પણ અહીં સાડીમાં પહોંચી હતી. બ્રાઉન સાડીમાં દિવ્યા ખૂબસુરત લાગી રહી હતી. અહીં તેણે પણ દિલ ખોલીને પોઝ આપ્યા હતા.

મૌની રોય
હાલમાં જ બ્રહ્માસ્ત્રમાં જોવા મળેલી મૌની રોય અહીં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. મૌની રોયે સાડીમાં પોઝ આપ્યા હતા. સાડીમાં મૌની એકદમ ગ્લેમરસ લાગતી હતી.

ચંકી પાંડે
અહીં ચંકી પાડે તેની પત્ની ભાવના પાંડે સાથે પહોંચ્યા હતા. અહીં ભાવના યલો આઉટફિટ અને ચંકી પાંડે ગ્રીન જેકેટમાં પોઝ આપતા જોવા મળ્યા હતા.

રેણુકા સહાણે અને આશુતોષ રાણા
અહીં આશુતોષ રાણા તેની પત્ની રેણુકા સહાણે સાથે પહોંચ્યા હતા. અહીં બન્ને વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂર સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
