બૉલીવુડ સ્ટાર્સનો પહેલો કિસિંગ સીન, અજય દેવગનથી લઈ સલમાન ખાન સુધી
બૉલીવુડ સ્ટાર્સનો પહેલો કિસિંગ સીન, અજયથી લઈ સલમાન સુધી
બૉલીવુડમાં હંમેશા રોમાંસ અને રોમાંસ જ મહત્વની સાથે સમયને પણ બદલતા રહે છે પંતુ દર્શકોએ સૌથી વધુ પ્યા હંમેશા રોમાન્સને જ આપ્યો છે. રોમાન્ટિક ફિલ્મો ક્યારેય જૂની નથી થતી કે ન તો પ્રેમનો અંદાજ. હા, સમયની સાથેસાથે જો કંઈ બદલ્યું હોય તો તે છે પ્રેમ જતાવવાની રીત. જૂની ફિલ્મોમાં કિસિંગ સીન જોઈને હાય તૌબા મચી જતી હતી.
જૂની ફિલ્મોમાં પ્રેમ જતાવવાની આ રીતને હંમેશા બે ફૂલોના ટકરાવવાથી અથવા સૂર્યાસ્તથી જતાવી દેવામાં આવતો હતો પરંતુ ધીરે-ધીરે લોકોની સોચ બદલી તો પ્રેમ જતાવવાના આ અંદાજે પણ સ્ક્રીન પર પોતાની જગ્યા લેવી શરૂ કરી દીધી. નવી પેઢીના એક્ટર્સે તો કિસિંગ સીન આપવામાં ખચકાટ પણ ન અનુભવી.

અહીં જુઓ
પરંતુ ધીરે-ધીરે જૂના સ્ટાર્સે પણ સમયની સાથે બદલ્યા અને ઓન સ્ક્રીન કિસ કરતા જોવા મળ્યા. આ લિસ્ટમાં બસ એક જ વ્યક્તિ સામેલ ન થયો અને તે છે સલમાન ખાન. જો કે સલમાન ખાને પણ એકવાર ઑનસ્ક્રીન કિસ કરી છે, બસ તેનો અંદાજ એકદમ અલગ હતો. અહીં જુઓ આ એક્ટર્સની પહેલી ઓનસ્ક્રીન કિસ...

શાહરુખ ખાન
શાહરુખ ખાને પણ કેટલાય વર્ષો સુધી નો કિસિંગને ફોલો કર્યું પરંતુ જબ તક હૈ જાનમાં તેણે કેટરીના કેફ સાથે પહેલીવાર કિસિંગ સીન આપ્યો.

અજય દેવગન
અજય દેવગને પણ આટલા વર્ષો સુધી ઓનસ્ક્રીન કિસ નહોતી કી પરંતુ પોતાની ફિલ્મ શિવાયમાં તેણે આખરે પોતાની કો-એક્ટ્રેસની સાથે કિસિંગ સીન આપી જ દીધો.

આમિર ખાન
આમિર ખાન ત્રણેય ખાનમાંથી એવા એક્ટર છે જેમને કિસિંગ સીનથી ક્યારેય કોઈ સમસ્યા નથઈ રહી. તેમણે કયામત સે કયામત તકની પહેલા એક ફિલ્મ કરી હતી હોલી જે કોમર્શિયલ ફિલ્મ નહોતી. આ ફિલ્મમાં પણ તેમણે કિસિંગ સીન આપ્યો હતો અને એક્ટ્રેસ હતી કિટુ ગિડવાની.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન જ્યારે એન્ગ્રી યંગ મેન હતા ત્યારે તેમણે કોઈપણ એક્ટ્રેસને કિસ નહોતી કરી. પરંતુ બ્લેક ફિલ્મમાં પહેલીવા રાણી મખરજી સાથે કિસિંગ સીન આપ્યો. જો કે આ સીનનું કંઈપણ રોમાન્ટિક એન્ગલ નહોતું.

અક્ષય કુમાર
અક્ષય કુમારે પોતાના કરિયરની શૂઆતમાં જ પોતાની ફિલ્મ સૌગંધમાં કિસિંગ સીન આપ્યો હતો.

રીતિક રોશન
રીતિક રોશન પોતાની પહેલી ફિલ્મ કહોના પ્યાર હૈમાં અમીષા પટેલ સાથે કિસિંગ સીન આપ્યો હતો, જો કે ધૂમ 2માં ઐશ્વર્યા સાથેના કિસિંગ સીનથી ચર્ચામાં રહ્યો હતો.

રણવીર સિંહ
રણવીર સિંહે પણ એવા એક્ટર્સમાંથી એક છે જેમણે પોતાની પહેલી ફિલ્મમાં જ કિસિંગ સીન આપવાથી ખચકાટ ન અનુભવી. બેંડ બાઝા બારાતમાં રણવીર સિંહ અને અનુષ્કા શર્માનો કિસિંગ સીન હતો.

સારા અલી ખાન
પોતાની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથમાં સારા અલી ખાન સુશાંત સિંહ સાથે આ કિસિંગ સીનને લઈ ચર્ચામાં રહી.

સલમાન ખાન
આ રહ્યો સલમાન ખાનનો પહેલી કિસિંગ સીન. તેમની ફિલ્મ મૈને પ્યાર કિયામાં તેમણે આ સીન આપ્યો હતો. આ સીન પહેલા ભાગ્યશ્રી એટલી રોવા લાગી કે કિસની જગ્યાએ વચ્ચે કાચનો દરવાજો લગાવવો પડ્યો.












Click it and Unblock the Notifications
