Politics VS Bollywood : ક્યારેય રાજકારણી ન બની શકે આ સ્ટાર્સ!

Google Oneindia Gujarati News

અમદાવાદ, 17 મે : રાજકારણ કાયમ બૉલીવુડના ફિલ્મકારો માટે રસનો વિષય રહ્યું છે. ખાસ તો કેટલાંક પ્રકાશ ઝા જેવા ફિલ્મકારો માટે રાજકારણ જ તેમની ફિલ્મોનો મુખ્ય વિષય રહ્યો છે, તો બીજી બાજુ બૉલીવુડ સિતારાઓની વાત કરીએ, તો રાજકારણીઓના પાત્ર ભજવવા માટે બૉલીવુડ સ્ટાર્સ પણ ઉત્સુક રહે છે. જોકે સૌ કલાકારોને તો આવા ગંભીર પાત્ર ઑફર જ નથી થતાં, પરંતુ કેટલાંક એવા સિતારાઓ છે કે જેમને લોકો આ પ્રકારના પાત્રોમાં પસંદ કરે છે. જેમ કે મનોજ બાજપાઈ, અમિતાભ બચ્ચન, કરીના કપૂર, કૅટરીના કૈફ, રણબીર કપૂર જેવા કલાકારો રાજકારણ પર આધારિત ફિલ્મોનો ભાગ રહી ચુક્યાં છે અને તેમને લોકોએ પસંદ પણ કર્યાં છે.

પરંતુ કેટલાંક બૉલીવુડ સ્ટાર્સ એવા છે કે જેઓ નથી આ પ્રકારના પાત્રો માટે બન્યાં છે કે નથી અસલી રાજકારણ માટે. બૉલીવુડ સ્ટાર્મસાંથી કેટલાંક તો પોતે જ રાજકારણનો ભાગ બનવા નથી માંગતા અને તેનાથી દૂર રહેવા માંગે છે. ઉપરાંત કેટલાંક એવા પણ છે કે જેઓ યોગ્ય તો છે, પરંતુ પોતાની આજુબાજુના અભિપ્રાય સાંભળી અને રાજકારણ સાથે જોડાયેલ દુષ્પરિણામો જોઈ રાજકારણથી દૂર જ રહેવા માંગે છે.

ચાલો સ્લાઇડર સાથે જાણીએ રાજકારણથી દૂર રહેવા માંગતા સિતારાઓ :

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન વર્ષો પહેલા રાજકારણનો ભાગ હતાં, પરંતુ રાજકારણે તેમને એટલા ખરાબ દિવસો દાખવ્યાં કે હવે તેઓ પુનઃ રાજકારણમાં જવા નથી માંગતાં. જોકે તેઓ એવું જરૂર ઇચ્છે છે કે પ્રજા પોતાના મતાધિકારનો પૂરો ઉપયોગ કરે.

સન્ની દેઓલ

સન્ની દેઓલ

સન્ની દેઓલના પિતા ધર્મેન્દ્ર રાજકારણ સાથે જોડાયેલા છે, પણ સન્નીને લાગે છે કે રાજકારણમાં ગયા બાદ પોતે કંઈ નથી કરી શકશે. ત્યાં બીજાની મદદ કરવાની હોય છે. તેથી તેઓ પોતે રાજકારણમાં નથી આવવા માંગતાં.

આમિર ખાન

આમિર ખાન

આમિર ખાનને અનેક રાજકીય પક્ષોએ પોતાની સાથે જોડાવાની ઑફર કરી, પરંતુ આમિરનું કહેવું છે કે તેઓ કોઈ પક્ષ સાથે જોડાઈ કમાણી કરવામાં રસ નથી ધરાવતાં. તેઓ દેશમાં પરિવર્તન ઇચ્છે છે, પણ પોતે રાજકારણમાં જોડાવા નથી માંગતાં.

સલમાન ખાન

સલમાન ખાન

સલમાન ખાન કાયમ કહે છે કે તેઓ પોતાની ફિલ્મોમાં જ ખુશ છે અને એક્ટર જ રહેવા માંગે છે. તેથી તેમની પાસે રાજકારણની અપેક્ષા ન કરવામાં આવે.

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટનું નામ સાંભળી કદાચ આપને હસવું આવી જશે, કારણ કે હકીકત છે કે આલિયા ક્યારેય પૉલિટિક્સ જૉઇન ન કરી શકે. પહેલી વાત એ છે કે તેઓ ભારતીય નાગરિક નથી અને બીજી વાત એ છે કે આલિયાને રાજકારણની સમજણ નથી.

શાહરુખ ખાન

શાહરુખ ખાન

સલમાન-આમિરની જેમ શાહરુખ ખાનનું પણ માનવું છે કે તેઓ રાજકારણમાં જવા નથી માંગતાં. જોકે કહે છે કે શાહરુખને રાજકારણની ઉંડી સમજણ છે અને ક્યારેય કોઈ એવું મુશ્કેલીજનક નિવેદન નથી આપતાં, પરંતુ સમજણ હોવા છતાં તેઓ રાજકારણથી દૂર રહેવા માંગે છે.

જુહી ચાવલા

જુહી ચાવલા

તાજેતરમાં ગુલાબ ગૅંગમાં રાજકારણીના રોલ કરનાર જુહી ચાવલાનું કહેવું છે કે તેઓ રાજકારણથી દૂર રહેવા માંગે છે. રાજકારણ તેમના વશની વાત નથી.

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત પણ ગુલાબ ગૅંગમાં જુહી સાથે હતાં, પરંતુ માધુરીનો પણ રાજકારણમાં પ્રવેશવાનો ઇરાદો નથી.

મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈ

પ્રકાશ ઝાના મનપસંદ કલાકાર મનોજ બાજપાઈએ અનેક રાજકીય પાત્રો ભજવ્યાં છે. તેમનું કહેવું છે કે મૂળ જિંદગીમાં તેઓ ક્યારેય રાજકારણ નથી કરવા માંગતાં.

English summary
Politics has always been favorite topic for movie makers. Prakash Jha always used to make movies based on Indian politics. There are few stars who will never joining Politics because of few reasons.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X