New Trend : હીરો બન્યા ટકલાં, તો હીરોઇનોએ ધર્યો બૉબ કટ Look
મુંબઈ, 7 નવેમ્બર : આજકાલ પોતાના પાત્રોમાં પરફેક્શન લાવવાનું ઝનૂન માત્ર અભિનેતાઓ સુધી મર્યાદિત નથી રહ્યું. આજકાલની અભિનેત્રીઓ પણ પોતાના પાત્રો સાથે કોઈ પણ જાતની સમજૂતી કરવા નથી માંગતી. અભિનેત્રીઓ પણ પોતાના પાત્રને પડદા પર આબેહૂબ ઉતારવા માટે બનતી તમામ કોશિશો કરવા તૈયાર રહે છે. પછી ભલે તેમને પોતાના સુંદર-લાંબા વાળોનો જ ભોગ કેમ ન આપવો પડે.
થોડાક વર્ષ અગાઉ ખૂબ જ સ્ટ્રૉંગ રોલ કે પછી કોઈ મગજની બીમારીથી પીડાતા રોલ માટે જ અભિનેત્રીઓ પોતાના વાળ સાથે છેડતી કરતી કે પછી કપાવી દેતી હતી. ઉર્મિલા માતોંડકરે તો પોતાની અનેક ફિલ્મોમાં નાના વાળ વડે પોતાના પાત્રોને પરફેક્ટ રીતે પડદે કંડાર્યુ હતું.
તાજેતરમાં જ ફરી એક વાર અભિનેત્રીઓનો શૉર્ટ હૅર લુકનું ટ્રેંડ પરત ફર્યુ છે. એક બાજુ શાહિદ કપૂર અને રણવીર સિંહ જેવા અભિનેતાઓ પોતાના પાત્રો માટે પોતાનો ટકો કરાવવામાં જોતરાયા છે, તો બીજી બાજુ સોનાક્ષી સિન્હા, અનુષ્કા શર્મા અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓ પણ પાછળ ન રહેતા વાળ શૉર્ટ કરાવી રહી છે.
ચાલો તસવીરો સાથે જોઇએ ટકલાં હીરો અને બૉબ કટ હીરોઇનો :

બર્ફીમાં પ્રિયંકા
બર્ફી ફિલ્મમાં પ્રિયંકા ચોપરા શૉર્ટ હૅર સ્ટાઇલમાં નજરે પડ્યા હતાં. આ ફિલ્મ પ્રિયંકાની બેસ્ટ ફિલ્મોમાંની એક છે.

મૅરી કોમમાં પ્રિયંકા
મૅરી કોમ ફિલ્મમાં પણ પ્રિયંકા શૉર્ટ હૅર સ્ટાઇલમાં હતાં. ફિલ્મના એક સીનમાં તો તેઓ પૂર્ણપણે ટકલા દેખાયા હતાં.

પીકેમાં અનુષ્કા
તાજેતરમાં જ પીકે માટે અનુષ્કા શર્માનો ફર્સ્ટ લુક સામે આવ્યો કે જેમાં તેઓ શૉર્ટ હૅર સ્ટાઇલમાં દેખાયાં.

રિવૉલ્વર રાણીમાં કંગના
રિવૉલ્વર રાણીમાં કંગના રાણાવતે પોતાના પાત્ર માટે શૉર્ટ હૅર સ્ટાઇલ અપનાવી હતી.

સોનાક્ષી સિન્હા
તાજેતરમાં જ સોનાક્ષી સિન્હા પણ પહેલી વખત શૉર્ટ હૅર સ્ટાઇલમાં દેખાયાં. એક્શન જૅક્સનમાં તેઓ આ જ લુકમાં દેખાવાના છે.

હૈદરમાં શાહિદ
હવે વાત એક્ટરોની કરીએ, તો હૈદરમાં શાહિદ કપૂર પોતાના પાત્રમાં એટલા ખોવાઈ ગયા કે તેમણે ટકો જ કરાવી લીધો. જોકે શાહિદે ફિલ્મનુ આ સીન સૌથી છેલ્લે શૂટ કર્યું.

ગઝનીમાં આમિર
ગઝની માટે આમિર ખાન ટકલા થયા હતાં. ફિલ્મમાં ભુલી જવાની બીમારીથી પીડાતા દેખાયા હતાં.

બાજીરાવ મસ્તાનીમાં રણવીર
રણવીર સિંહે પણ આગામી ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે ટકો કરાવ્યો છે.












Click it and Unblock the Notifications
